Amdavad Post
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે

  • વર્ટીગો સાથે જીવતા લોકો દ્વારા જે સંઘર્ષ અનુભવવામાં આવે છે તેને વધુ સારી રીતે સમજવા માટે ભારતમાં 1,250 લોકોમાં IQVIA સર્વે શરૂ કર્યો હતો
  • ભારતમાં આશરે 70 મિલીયન લોકો વર્ટીગોને લગતા લક્ષણો ધરાવે છે
  • આ સ્થિતિ પર વધુ જાગૃત્તિને વેગ આપવા અને વહેલાસર નિદાનને પ્રોત્સાહન આપવા મટે બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના વર્ટીંગોનું અસરકારક રીતે સંચાલન કરવા માટેની પોતાની યાત્રા વિશે વાત કરે છે
   
 

 

 

 

અમદાવાદ, ભારત, 4થી જુલાઈ 2024 –વૈશ્વિક હેલ્થકેર અગ્રણી એબોટ્ટએ મોટેભાગે અવણવામાં આવતા બેલેન્સ ડીસઓર્ડર, વર્ટીગો કે જે ભારતમાં આશરે 70 મિલીયન લોકોને અસર કરે છે તેની પર ભાર મુકવા માટે ભારતમાં પોતાની ‘ચક્કર કો ચેક કર’ કેમ્પેન લોન્ચ કરી છે. વર્ટીગો એવી સ્થિતિ છે કે જેના લીધે લોકોને તેમની આસપાસ વિશ્વ ફરતુ હોય તેવુ લાગે છે. આ કેમ્પેન મારફતે એબોટ્ટનો હેતુ લોકોને તેમના આરોગ્ય પર અંકુશ મેળવવામાં અને તેમની સ્થિતિનું વધુ સારી રીતે સંચાલન કરવામાં મદદ કરવાનો છે.

વર્ટીગો બાબતે વિશ્વને એક અવ્યવસ્થિત વાસ્તવિકતાની ઝાંખી કરાવવા માટે એબોટ્ટએ ડિજીટલ ફિલ્મ દ્વારા એક કેમ્પેનનો પ્રારંભ કર્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અને યુનિસેફ ઇન્ડિયાના એમ્બેસેડર આયુષ્યમાન ખુરાનાને જોઇ શકાય છે. તે વર્ટીગોમાં અચાનક બધુ જ ફરવાના કિસ્સાઓ જીવનના સંતુલનને ફગાવી દે છે તેના વિવિધ પિક્ચર દર્શાવવામાં આવ્યા છે, જે આવો અનુભવ ધરાવતા હોય તેમને પગલાં લેવાની તાકીદ કરે છે.

આયુષ્યમાન ખુરાનાએ વર્ટીગો સાથે પોતાનો અંગત અનુભવ શેર કરતા જણાવ્યું હતુ કે, “વર્ટીગોને નાથવો એક પડકાર છે, પરંતુ તેણે સ્થિતિસ્થાપકતાની શક્તિ શીખવાડી છે. 2016માં નિદાન થયા બાદ દરેક ક્ષણે વિશ્વ મારી આસપાસ ફરતુ હતું. વ્યસ્ત ફિલ્મ શિડ્યૂલની વચ્ચે અંતરાય ઊભો કરતા ચક્કર આવશે તેવો ભય સતત રહેતો હતો. જોકે, યોગ્ય ઉપચાર મળતા અને ઉપચાર કરાવવાથી મને મારી સ્થિતિનું સંચાલન કરવામાં સંપૂર્ણ મદદ મળી હતી. તેનું સંચાલન કરવાનું મુશ્કેલ લાગતુ હતુ પરંતુ એ યાદ રાખવુ અગત્યનું છે કે આ એક લડાઇ જેને તમે જીતી શકો છો. મને આશા છે કે મારી યાત્રા લોકોને જોઇતી સહાય મેળવવા પ્રેરીત કરશે અને તેઓ નવેસરના આત્મવિશ્વાસ સાથે જીવન વિતાવી શકશે.”

તેમનો અનુભવ અસામાન્ય નથી. કરોડો આ સ્થિતિનો ગુપ્ત રીતે સામનો કરી રહ્યા છે અને તે સામાન્ય ચક્કર છે કે તેનાથી મુંજવણ અનભવી રહ્યા છે. સાચુ નિદાન અને સારવાર યોગ્ય સમયે મેળવવી અને જીવનશૈલીમાં ફેરફાર કરવા એ આ સ્થિતિના સ્થિતિના સંચાલન માટે અગત્યના છે અને તમારા આરોગ્યને અંકુશમાં રાખી શકો છો.

—more—

એબોટ્ટ ઇન્ડિયાના મેડીકલ ડિરેક્ટર ડૉ. જેજો કરણકુમારએ ઉમેર્યુ હતુ કે “લગભગ 70 મિલિયન ભારતીયો

વર્ટીગોનો અનુભવ કરે છે. આ સંતુલન ડિસઓર્ડર લોકોના જીવનની ગુણવત્તાને અસર કરી શકે છે, તે

નિયંત્રિત કરી શકાય છે. એબોટ્ટનો ઉદ્દેશ્ય જાગરૂકતા વધારીને અને તેમને જ્ઞાન અને સાધનોથી સશક્તિકરણ

કરીને વર્ટીગો સાથે જીવતા લોકોની મુસાફરીને સરળ બનાવવાનો છે જે સ્થિતિના સંકેતોને ઓળખવામાં

મદદ કરી શકે, સમયસર તબીબી સલાહ અને સમર્થન મેળવી શકે અને પરિપૂર્ણ જીવન જીવી શકે.”

 

ઝુંબેશનો એક અભિન્ન ભાગ એબોટ્ટ દ્વારા IQVIAના સહયોગથી હાથ ધરવામાં આવેલ સર્વે છે. સર્વેક્ષણના

તારણો ભારતમાં વર્ટીગો સાથે જીવતા લોકોની વાસ્તવિકતાઓને સમજવામાં મદદ કરે છે. આ સર્વે મુંબઈ,

દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં 1,250 ઉત્તરદાતાઓની પાસેથી માહિતી મેળવીને હાથ ધરવામાં

આવ્યો હતો. આમાં વર્ટીગોના દર્દીઓ અને સંભાળ રાખનારાઓ તેમજ પરિવારના સભ્યોને ચક્કર આવતા

હોય તેવા લોકોનો સમાવેશ થાય છે અને હજુ સુધી આ સ્થિતિનું નિદાન થયું નથી.

 

વર્ટીગો: એક નોંધપાત્ર સંઘર્ષ 

એવી દુનિયાની કલ્પના કરો જે અનિયંત્રિત રીતે ફરે છે, જેના કારણે માથાનો દુખાવો, બેવડી દ્રષ્ટિ અને

અંધારપટની લાગણી થાય છે. વર્ટીગો ધરાવતા લોકો માટે આ વાસ્તવિકતા છે. એબોટ્ટ અને IQVIA સર્વેક્ષણ

આ સ્થિતિ લોકોના જીવન પર, વ્યક્તિગત રીતે અને તેમની આસપાસના લોકો પર પણ કેવી અસર કરે છે

તેના પર પ્રકાશ પાડે છે.

  • અંગત જીવનઃ વર્ટીગોથી માત્ર ચક્કર આવે છે એવુ નથી. તેની અંગત જીવન પર પણ નોંધપાત્ર અસર પડે છે, જેમાં અગત્યની ઘટનાઓ રદ થવાની ટકાવારી 34% છે, સતત ગુસ્સો અને ધૃણા આવવાની ટકાવારી 33% છે અને 26% લોકોને પરિવારના સભ્યો સાથેના સંબંધમાં નુકસાન થવાનો ભય રહે છે.
  • ટ્રિગર્સ: વર્ટીગો થવાના અગ્રણી ટ્રિગર્સ (પરિબળો)માં અસ્વસ્થતા અથવા તણાવ (39%), મુસાફરી (34%), અને વાતાવરણમાં થતા ફેરફાર (30%).
  • લક્ષણો: વર્ટીગોનુ પ્રત્યેક પ્રકરણ અનેક લક્ષણો લાવી શકે છે જેમાં માથાનો દુઃખાવો (52%), બેવડી દ્રષ્ટિ (43%), અંધકાર છવાઇ જવાની અનુભૂતિ (40%), માથામાં ભારની અનુભૂતિ (37%), અને ગળામાં દુઃખાવો (28%).
  • પારીવારિક જીવન અને મુસાફરી: વર્ટીગો જે તે વ્યક્તિને તેમના પરિવારની સંભાળ લેવાની ક્ષમતા (23%) પર માઠી અસર પાડે છે અને પરિવારના ગુણવત્તાયુક્ત સમય (23%) ઘટાડો કરે છે. વધુમાં તે જાહેર પરિવહન અથવા હવાઇ મુસાફરી કરતા હોય ત્યારે અસ્વસ્થતા (19%)નું સર્જન કરે છે.

 તેની અસરો હોવા છતાં, ચક્કર આવવાનું અનુભવતા માત્ર 48% લોકો લક્ષણો માટે પરીક્ષણ કરે છે. સરેરાશ રીતે, વર્ટીગોનું નિદાન 38 વર્ષની ઉંમરે થાય છે, લગભગ એક ચતુર્થાંશ દર્દીઓ મહિનામાં એક વાર હુમલાનો અનુભવ કરે છે. વર્ટીગોની આસપાસ અમુક માન્યતાઓ પ્રવર્તે છે, જેમાં 21% દર્દીઓ માને છે કે આ સ્થિતિ ફક્ત વૃદ્ધોને અસર કરે છે, અને 15% માને છે કે તે અસાધ્ય અને ચેપી છે. માત્ર અડધા વર્ટીગોના દર્દીઓ દવા લે છે, તેમના અંગત જીવન પર દૂરગામી અસરો જેમ કે વાહનોમાં મુસાફરી કરવાનું ટાળવું (34%), અને વર્ટીગો થવાની સંભાવનાને ઘટાડવા માટે સ્ક્રીન સમય (30%) ઘટાડવાનો સમાવેશ થઈ શકે છે. આ ડેટા વર્ટીગો સાથે જીવતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા છુપાયેલા સંઘર્ષોનું આબેહૂબ ચિત્ર દોરે છે.

 

—more—

આ જાગૃતિ પહેલના ભાગરૂપે, એબોટ્ટએ ઓનલાઈન એસેસમેન્ટ ટૂલ પણ શરૂ કર્યું છે. આ એક ચેટબોટ આધારિત સર્વેક્ષણ છે, જે લોકોને ચક્કરના લક્ષણોને ઓળખવામાં મદદ કરે છે અને પ્રારંભિક તપાસમાં મદદ કરે છે. આ સર્વે 7 ભાષાઓમાં ઉપલબ્ધ છે (અંગ્રેજી, હિન્દી, મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિલ અને બંગાળી) અને તેમાં અહીં એક્સેસ મેળવી શકાય છે: 2LYFanAClmw”લિંક.

તમે કેમ્પેન ફિલ્મમાં અહીંથી ઍક્સેસ મેળવી શકો છો: લિંક

Related posts

સેમસંગે ભારતમાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

amdavadpost_editor

લાસ્ટ માઇલ પરિવહનનું વિદ્યુતીકરણ: ટાટા મોટર્સ અને મેજેન્ટા મોબિલિટી આ ક્ષેત્રમાં અગ્રણી

amdavadpost_editor

ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ મોબિલિટી ઓફરને વિસ્તારીઃ સંપૂર્ણ નવી ટાટા એસ ઈવી 1000 લોન્ચ કરી

amdavadpost_editor

Leave a Comment