Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

મોબિક્વીકએ બજાર હિસ્સામાં વધારો કર્યો, સૌથી મોટી વોલેટ ખેલાડી તરીકે ઉભરી આવી

  • મે 2024માં PPI વોલેટ મારફતે નાણાંકીય વ્યવહારોના કુલ મૂલ્યમાં 23% શેર મેળવ્યો
  • રેડસિર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટસના અનુસાર, મે 2024માં ફાસ્ટેગ સિવાય મૂલ્યની દ્રષ્ટિએ PPI વોલેટનો 48% હિસ્સો ધરાવતી હતી

ગુરુગ્રામ, ભારત – 8 જુલાઇ, 2024: ભારતની અનેક મોટી ડિજીટલ નાણાંકીય પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ પ્લેટફોર્મ્સ[1] અ સર્વિસીઝ પ્લેટફોર્મ્સ[2] માંની એક મોબિક્વિક (વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમીટેડ)એ એપ્રિલ અને મે 2024ના મહિનાઓમાં PPI વોલેટ વ્યવહારોમાં સૌથી વધુ સંખ્યા મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા અનુસાર, મોબિક્વિકએ માલ અને સેવાઓ તેમજ ફંડ ટ્રાન્સફર્સ માટે PPI વોલેટ મારફતે નાણાંકીય વ્યવહારોમાં પોતાના બજાર હિસ્સામાં વધારો કર્યો છે. કંપની મૂલ્ય[3]ની દ્રષ્ટિએ તેના બજાર હિસ્સામાં માર્ચમાં 11% હતો તે વધીને એપ્રિલમાં 23% થયો હોવાનું અનુભવ્યુ હતું.

મોબિક્વિકની નવી પ્રોડક્ટ, Pocket UPIએ તેની પહોંચને વિસ્તારમાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને યુઝર્સને ચૂકવણીમાં સરળતા લાવે છે.  Pocket UPI યૂઝર્સને તેમના બેન્ક એકાઉન્ટને લિંક કર્યા વિના તમામ યુપીઆઇ નેટવર્ક મારફતે ત્વરીત ચૂકવણી કરવા માટે સરળ માર્ગ પૂરો પાડે છે, તે રીતે વધુમાં તેમની નાણાંકીય બાબતોને વધુ અસરકારક રીતે સંચાલન કરવામાં સહાય કરે છે.

વધુમાં, કંપની તેના પ્લેટફોર્મની ટિયર II ટિયર III શહેરોમાં બહોળી સ્વીકાર્યતાને આ વૃદ્ધિનો યશ આપે છે. તેની વપરાશકર્તા-લક્ષી એપ અને વ્યવહાર સુરક્ષા માપદંડોની ડિઝાઇન ઉપભોક્તાઓ અને વેપારીઓને મદદ કરી શકે તે રીતે કરવામાં આવી છે.

આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા મોબિક્વિકના સહ-સ્થાપક અને સીએફઓ ઉપાસના ટાકુએ જણાવ્યું હતુ કે, “કંપનીની PPI વોલેટ બજાર હિસ્સામાં થયેલી વૃદ્ધિ એ અમારા દ્વારા નવીન, સલામત અને યૂઝર કેન્દ્રિત નાણાંકીય પ્રોડકટ્સ બજારમાં લાવવાના ફોકસનું પ્રમાણ છે. અમે ટેકનોલોજી આધારિત ઉકેલો મારફતે નાણાંકીય સમાવેશીતાના અમારા લક્ષ્યાંક પરત્વે પ્રતિબદ્ધ છીએ.

બજાર હિસ્સાનું વર્ણન કરતા તેમણે ઉમેર્યુ હતુ કે, મોબિક્વિક ફક્ત ફાસ્ટેગ જારી કરવાનો જ બિઝનેસ નથી. મોબિક્વિકએ મે 2024માં મૂલ્યની દ્રષ્ટિએ PPI વોલેટ વ્યવહારોમાં ફાસ્ટેગ સંબંધિત વ્યવહાર મૂલ્યને બાદ કરતા 48% બજાર હિસ્સો મેળવ્યો હતો.[4]

સ્ટ્રેટેજી કન્સલ્ટીંગ કંપની રેડસિરના અનુસાર, “લાઇક-ટુ-લાઇકની તુલનાએ, મોબિક્વિકએ મે 2024મા PPI વોલેટ GMVનો હિસ્સો ~48% હતો. મોબિક્વિક ફાસ્ટેગ સેવા પ્રદાન કરતી નથી. તેના પરિણામે NETC ફાસ્ટેગની GMVને તુલની કરતી વખતે કુલ PPI વોલેટ્સ GMVમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, કેમ કે મોટા ભાગની બેન્કોના PPI વોલેટ્સનો ફાસ્ટેગ વ્યવહારો માટે ઉપયોગ થાય છે. આ વિશ્લેષણમાં એવું માનવામાં આવ્યુ છે કે દરેક ફાસ્ટેગ વ્યવહારો કે NETC પર નોંધાયા છે તેની ફક્ત વોલેટ્સ દ્વારા પ્રોસેસ કરાઇ હતી.”

જેમ જે ડિજીટલ ઇન્ડિયા ક્ષેત્ર વિકસતુ જાય છે, તેમ મોબિક્વિકનો હેતુ તેની બજાર સ્થિતિને ટકાવી રાખવાનો અને ભારતમાં ડિજીટલ ધિરાણના ભવિષ્યમાં મદદ કરવાનો છે.

[1]નાણાંકીય વર્ષ 2023માં નોંધાયેલા યૂઝર દ્વારા, રેડસિરના અનુસાર

[2]નાણાંકીય વર્ષ 2023માં નોંધાયેલા યૂઝર દ્વારા, રેડસિરના અનુસાર

[3]નાણાંકીય વર્ષ 2023માં નોંધાયેલા યૂઝર દ્વારા, રેડસિરના અનુસાર

[4] ડેટા RBI – Entity wise PPI Statistics અને NPCI – NETC FASTag Product Statistics પરથી લેવામાં આવ્યો છે જાં માલ અને સેવાઓની ખરીદીના મૂલ્યને (NETCના અનુસાર ફાસ્ટેગ સંબંધિત મૂલ્ય સિવાય) અને માલ અને સેવાઓની ખરીદીના કુલ મૂલ્ય સામે મોબિક્વિકના ફંડ ટ્રાન્સફરને (NETCના અનુસાર ફાસ્ટેગ સંબંધિત મૂલ્ય સિવાય) ધ્યાનમાં લેવામાં આવ્યુ છે.

Related posts

જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ ડો. આર બાલાસુબ્રમણ્યમ અમદાવાદને પ્રેરણા આપે છે

amdavadpost_editor

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor

સ્કોડા ઓટો ઈન્ડિયા પોતાના નવા યુગના ભાગરૂપે ન્યૂ કોર્પોરેટ આઇડેન્ટિટી લાગું કરી

amdavadpost_editor

Leave a Comment