Amdavad Post
ગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીય

કોકા-કોલાએ અસલ જોડાણના ઉત્સાહને પુનર્જીવીત કરતા #BenchPeBaat સાથે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી

~ #BenchPeBaat ટકાઉ બેન્ચીઝને દર્શાવે છે, જે પ્રત્યેક આઇસીસી વર્લ્ડ કપ 2023 દરમિયાન એકત્રિત કરાયેલ 50 કિલોના રિસાયકલ્ડ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલ છે~
~ બેન્ચીઝને ભારતભરના 10 શહેરોની શળાઓ, કોલેજો, જાહેર બગીચાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસોમાં સ્થાપિત કરવામાં આવી છે ~

નવી દિલ્હી, 7 જૂન, 2024: વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં કોકા-કોલા ઇન્ડિયાએ #BenchPeBaat કેમ્પેન લોન્ચ કરી છે જેનો હેતુ લોકોમાં સાચા જોડાણો અને વાતચીતના ઉત્સાહને પુનર્જીવીત કરવાનો છે. સર્ક્યુલર અર્થતંત્ર દ્વારા અને ભારતભરમાં સમુદાયોમાં અર્થપૂર્ણ ઇન્ટરેક્શન્સનું સંવર્ધન કરીને કચરામુક્ત વિશ્વનું સર્જન કરવા માટે કોકા-કોલાની પ્રતિબદ્ધતાની ઉજવણી છે. કોકા–કોલા ઇન્ડિયાએ પોતાના ફાઉન્ડેશન આનંદાના દ્વારા યુનાઇટેડ વે મુંબઇ સાથેની ભાગીદારીમાં ભારતના 10 શહેરોમાં 380 જેટલી ટકાઉ બેન્ચીઝને સ્થાપિત કરી છે. આ રિપર્પઝ બેન્ચીઝને આઇસીસી વર્લ્ડ કપ 2023 દરમિયાન એકત્રિત કરાયેલ રિસાયકલ્ડ પ્લાસ્ટિક વેસ્ટમાં બનાવવામાં આવી છે, જેનો હેતુ એક જ સમયે એક જ વાતચીત એટલે કે તાજગીદાયક તફાવત લાવવાનો છે.

પ્રત્યેક બેન્ચ આશરે 50 કિલોના રિસાયકલ્ડ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલ છે. આ ઇકો-ફ્રેન્ડલી બેન્ચીઝને ભારતના 10 શહેરોની શાળાઓ, જાહેર બગીચાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસોમાં સ્થાપિત કરવામાં આવી છે, આ શહેરોમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, બેંગલોર, હૈદરાબાદ, અમદાવાદ, પૂણે, ધરમશાળા અને લખનૌ સહિતનો સમાવેશ થાય છે.

કેમ્પેન વિશે બોલતા કોકા-કોલા ઇન્ડિયાના સીએસઆર અને સસ્ટેનેબિલીટી અને સાઉથઇસ્ટ એશિયા (INSWA)ના સિનીયર ડિરેક્ટર રાજેશ અયપિલાએ જણાવ્યું હતુ કે, “કોકા-કોલા ખાતે અમે કચરામુક્ત વિશ્વની અમારી વૈશ્વિક વ્યૂહરચના તરફેની અમારી પ્રતિબદ્ધતા કે જે પેકેજિંગના સર્ક્યુલર અર્થતંત્ર મારફતે પદ્ધતિસરના પરિવર્તનને આગળ ધપાવે છે તેમાં અડગ છીએ. અમારી #BenchPeBaat કેમ્પેન ટકાઉતા તરફેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, કેમ કે અમે કચરાને અર્થપૂર્ણ સામુદાયિક મિલકતમાં પરિવર્તિત કરીએ છીએ. ટકાઉ બેન્ચીઝ પર્યાવરણીય અસરને ઘટાડવા માટેના અમારા પ્રયત્નોનું પ્રતીક છે.” 

આ કેમ્પેન ફિલ્મની કલ્પના હવાસ પીપલ ઇન્ડિયા – ટેલેન્ટ કોમ્યુનિકેશન એન્ડ એમ્પ્લોયર બ્રાન્ડીંગ એજન્સી હવાસ, ઇન્ડિયા, દ્વારા કરવામાં આવી છે, જેમાં નવીન AI-ઉત્પાદિત વિઝ્યૂલ્સનું સંયોજન દર્શાવે છે જે તેના સંદેશાના સારને સુંદર રીતે ઝડપે છે. દર્શકો સાથે ઊંડે સુધી પડઘો પાડતી હ્રદયસ્પર્શી અને રંગીન કલ્પના દ્વારા, વાર્તાલાપની શરૂઆત તરીકે ટકાઉ બેન્ચની વાર્તામાં દર્શકોને તરબોળ કરી દેવા આ ફિલ્મની કાળજીપૂર્વક રચવામાં આવી છે.

કેમ્પેન બાબતે હવાસ પીપલ ઇન્ડિયા – ટેલેન્ટ કોમ્યુનિકેશન એન્ડ એમ્પ્લોયર બ્રાન્ડીંગ એજન્સી હવાસ, ઇન્ડિયાના એમડી અરીન્દન સેનગુપ્તાએ જણાવ્યું હતુ કે અમને કોકા-કોલા ઈન્ડિયા સાથે આસધારણ #BenchPeBaat કેમ્પેનમાં ભાગીદાર થવા પર ગર્વ છે, જે ટકાઉપણું પ્રત્યે જાગૃતિ અને સમર્પણને પ્રજ્વલિત કરે છે. સાથે મળીને, અમે અર્થપૂર્ણ પર્યાવરણીય ભાગીદાર બનાવવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને, કચરાને ઇકો-ફ્રેન્ડલી કોલેટરલમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. સહયોગ પરિવર્તનને પ્રેરિત કરે છે અને આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ, વધુ ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપે છે, જે દર્શાવે છે કે કેવી રીતે અમે વિઝનને જીવનમાં લાવ્યા અને વાસ્તવિક ફેરફાર કર્યો છે.”

યુનાઈટેડ વે મુંબઈના સીઈઓ જ્યોર્જ આઈકરાએ જણાવ્યું હતું કે, “અમે #BenchPeBaat અભિયાનમાં કોકા-કોલા ઈન્ડિયા સાથે સહયોગ કરવા માટે રોમાંચિત છીએ. ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન એકત્ર થયેલા પ્લાસ્ટિકના કચરાને પર્યાવરણને અનુકૂળ બેંચમાં પરિવર્તિત કરીને, અમે માત્ર કચરાની સમસ્યાને નહીં પરંતુ નવીન સ્ટ્રીટ ફર્નિચરથી અમારા સમુદાયોને સમૃદ્ધ બનાવી રહ્યા છીએ, વાઇબ્રન્ટ સામાજિક જગ્યાઓ બનાવી રહ્યા છીએ. પહેલ ટકાઉ પ્રથાઓનું ઉદાહરણ આપે છે, પર્યાવરણીય જાગરૂકતાને પ્રોત્સાહન આપે છે, જ્યારે બેન્ચ સમુદાયના જોડાણ માટે કેન્દ્રબિંદુ તરીકે કામ કરે છે.”

ગયા વર્ષે, કોકા-કોલા ઈન્ડિયાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને યુનાઈટેડ વે મુંબઈ સાથે મળીને 10 યજમાન શહેરોમાં સ્ટેડિયમ ટચપોઈન્ટ્સ અને ICC હોસ્પિટાલિટી ઝોનમાં વ્યૂહાત્મક રીતે રિવર્સ વેન્ડિંગ મશીનો અને કલેક્શન ડબ્બા મૂક્યા હતા. ત્યારબાદ એકત્ર કરાયેલા રિસાયકલ પ્લાસ્ટિકના કચરાને લગભગ 380 ટકાઉ બેન્ચમાં પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો હતો જે ભારતના 10 શહેરોમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. 

Related posts

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં આવી

amdavadpost_editor

હ્રદયસ્પર્શી કૌટુંબિક ફિલ્મ “બિન્ની એન્ડ ફેમિલી” દર્શકોને અંદરથી ઝણઝણાવી દે છે

amdavadpost_editor

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજાયો

amdavadpost_editor

Leave a Comment