Amdavad Post
અવેરનેસગુજરાતધાર્મિકમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, ગુજરાત | ૩૦ માર્ચ ૨૦૨૬ શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી તેવી મહિલાઓએ પોતાના સોળ સંસ્કાર દ્વારા આ કાર્યક્રમને જીવંત કર્યો હતો. તમને જણાવીએ કે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ “ત્રિવેણી સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કૃતિ ઉત્સવ સંસ્કાર, અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદભૂત સંગમ બન્યો હતો. “ત્રિવેણી સંગમ” કાર્યક્રમ એ માત્ર બ્રહ્મસમાજ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સનાતન હિંદુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભવો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર, પરમ પૂજ્ય શ્રી અખીલેશ્વરદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, અને પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ, ગાંધીનગર, દસ્ક્રોઇ (જેતલપુર), ધોળકા, મોરબી, વઢવાણ, સુરેન્દ્રનગર, ભરૂચ, નવસારી, અંકલેશ્વર, સુરત, પાલનપુર, ગોધરા, અંબાજી, નડિયાદ, કપડવંજ, ખેડા, કઠલાલ અને સિદ્ધપુર સહિત ચારેય ઝોનના શહેરોના સહયોગથી આ આયોજન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું હતું. “ત્રિવેણી સંગમ” કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં “સોળ વૈદિક સંસ્કારોનું જીવંત અને શાસ્ત્રીય પ્રદર્શન” (મહિલા શક્તિ દ્વારા સંસ્કાર અને અભિવ્યક્તિનો વિશેષ કાર્યક્રમ), “બ્રહ્મ મહા મહેરામણ”, અને “કોફી સે મિલન તક” (રિશ્તો કી બેઠક) અને 16 સંસ્કારની વિધિ ઉજાગર કરતી માહિતી સભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને સમાજને પ્રેરણા મળી રહે તેવા વિશીષ્ટ કાર્યક્રમો અહીં યોજવામાં આવ્યા હતા. શનિવારના રોજ શહેરના પંડિત દિન દયાલ હોલમાં યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મહિલા પ્રમુખ ડો. ધારિણીબેન અનિલકુમાર શુકલ, તેમજ ગુજરાત પ્રદેશની સમગ્ર મહિલા પાંખ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ પિનાકીનભાઈ રાવલ, મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા મહામંત્રી સ્મિતા બેન જોશી, ખજાનચી સોનલબેન જાની તેમજ અમદાવાદ શહેર અને ગાંધીનગરના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના માર્ગદર્શન અને સાથ સહકાર હેઠળ યોજાયું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના તમામ ભાઈ-બહેનો અને સનાતન ધર્મપ્રેમી પરિવારો પરિવાર સાથે ઉપસ્થિત રહયા હતા અને આ સાંસ્કૃતિક મહોત્સવને સફળ બનાવ્યો હતો.

Related posts

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયા 2025: ઇલેક્ટ્રોનિક્સમાં ભારતનો પાવરપ્લે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના ભવિષ્યને આગળ ધપાવશે

amdavadpost_editor

OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ સાથે પ્રથમ A સિરીઝ ગેલેક્સી A16 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરાશે

amdavadpost_editor

દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

amdavadpost_editor

Leave a Comment