Amdavad Post
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પ્રાઇમ ડે આ જુલાઇમાં ભારતમાં પાછો આવશે

રાષ્ટ્રીય | ૦૧ મે ૨૦૨૬ | એમેઝોને આજે જાહેર કર્યું છે કે પ્રાઇમ ડે જુલાઇ 2026માં ભારતમાં આવી રહ્યો છે. પ્રાઇમ સભ્યો ભારતમાં પ્રાઇમ ડેની આ દસમી આવૃત્તિમાં શ્રેષ્ઠ ડીલ્સ, બચતો, નવા લોન્ચ, બ્લોકબસ્ટર મનોરંજન અને ઘણું બધું મેળવી શકે છે, જેમાં કેટલીક લોકપ્રિય બ્રાન્ડ્સ, ટ્રેન્ડિંગ પ્રોડક્ટ્સ, નવા લોન્ચ સામેલ હશે, જે સભ્યો માટે આ વર્ષને વધુ મૂલ્યવાન બનાવશે. પ્રાઇમ સભ્યો ઇલેક્ટ્રોનિક્સ, કિચન, બ્યુટી, ફેશન, તાજા કરિયાણાં અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની સાથે સાથે ઘણા બધા પર શ્રેષ્ઠ ઓફર્સનો લાભ લઈ શકશે.

પ્રાઇમ ડે 2026 જૂનમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, કોલમ્બિયા, ઇજિપ્ત, ફ્રાંસ, જર્મની, ઇટાલી, આયરલેન્ડ, લક્ઝમબર્ગ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, પોર્ટુગલ, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્પેન, સ્વીડન, તુર્કી, યુનાઇટેડ આરબ અમિરાત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવશે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જાપાન અને ભારતમાં પ્રાઇમ સભ્યો જુલાઇમાં પ્રાઇમ ડે ડીલ્સની ખરીદી કરી શકશે.

વર્ષ2025માં, એમેઝોન ઈન્ડિયાએ પ્રાઇમ સભ્યો માટે તેમની સૌથી ઝડપી ડિલિવરી સ્પીડ જાહેર કરી હતી, જેમાં 55 કરોડથી પણ વધુ પ્રોડક્ટ્સને એ જ દિવસે કે પછીના દિવસે ડિલિવર કરવામાં આવી હતી – જે વાર્ષિક ધોરણે 40%નો વધારો દર્શાવે છે. ભારતમાં પણ પ્રાઇમ સભ્યોએ વર્ષ 2025માં વાર્ષિક પ્રાઇમ મેમ્બરશીપના ખર્ચ કરતા સરેરાશ બે ગણાથી વધુ બચત કરી હતી, જે દેશભરમાં ગ્રાહકોને પ્રાઇમ દ્વારા આપવામાં આવતા મૂલ્ય પર ભાર
મૂકે છે.

ભારતમાં, સભ્યોને એમેઝોન નાઉ પર પસંદગીનાં શહેરોમાં થોડી મિનિટોમાં ડિલિવરી, 10 લાખ પ્રોડક્ટ્સ પર નિઃશુલ્ક સેમ-ડે (સમાન દિવસે) અમર્યાદિત ડિલિવરી, 40 લાખ પ્રોડક્ટ્સ પર નેક્ટ-ડે (આગામી દિવસે) ડિલિવરી અને 40,000થી વધુ ટોચનું વેચાણ થતી પ્રોડક્ટ્સ પર 4-કલાકની ડિલિવરી પ્રાપ્ત થાય છે. એમેઝોન નાઉ પર ખરીદી કરવા પર પ્રાઇમ સભ્યોને ખાસ ઓફર પ્રાપ્ત થાય છે, જેવી કે રૂ. 99ની ખરીદી પર ફ્રી ડિલિવરી અને રૂ. 1,399થી વધુની ખરીદી પર રૂ. 200નું વધારાનું કેશબેક. તેમને વિશેષ ડીલ્સ, પ્રાઇમ ડેનો વિશેષ એક્સેસ અને પ્રાઇમ વિડિયો તથા એમેઝોન મ્યુઝિકનો એક્સેસ સહિત ઘણું બધું મળે છે. પ્રાઇમ સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in પર તમામ ખરીદી પર અમર્યાદિત 5%નું કેશબેક પણ મેળવી શકે છે.

અત્યારે જ પ્રાઇમમાં જોડાઓ

ભારતમાં કોઇ પણ વ્યક્તિ પ્રાઇમમાં, વાર્ષિક પ્રાઇમ મેમ્બરશીપ માટે સંપૂર્ણ ખરીદી અને મનોરંજનના પ્રાઇમ લાભની સાથે રૂ. 1499 પર; સંપૂર્ણ ખરીદીના લાભ અને મર્યાદિત પ્રાઇમ વિડિયો લાભ સાથે પ્રાઇમ લાઇટ માટે રૂ. 799 પર અથવા માત્ર શિપિંગ અને ખરીદીના લાભ શોધી રહેલા ગ્રાહકો માટે વિશેષ રીતે તૈયાર કરેલી પ્રાઇમ શોપિંગ એડિશન, જેમાં એમેઝોન વિડિયો અથવા એમેઝોન મ્યુઝિક જેવા કોઇ ડિજિટલ અથવા મનોરંજનના લાભ સામેલ નથી, તેના માટે રૂ. 399 પર જોડાઇ શકે છે. અત્યારે જ પ્રાઇમમાં જોડાવા માટે amazon.in/primeની મુલાકાત લો.

Related posts

અથક ભારત: ગ્રામીણ સશક્તિકરણ પહેલ EDII અને ONGC તરફથી, સતત વિકાસ માટે ગ્રામીણ ભારતને સશક્ત બનાવવું

amdavadpost_editor

વર્લ્ડ કેન્સર ડે પર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટએ કેન્સરગ્રસ્ત બાળકોમાં વહેંચી ખુશી

amdavadpost_editor

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ઉત્સાહીઓ માટે ફાઉન્ડેશન K9 ઓબેડીયન્સ અને પ્રોટેક્શન પર તેનો પ્રથમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.

amdavadpost_editor

Leave a Comment