Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વાડીલાલ અને પાર્લેની અનોખી ભાગીદારી સાથે “વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ

અમદાવાદ, ગુજરાત | ૧૩ જૂન ૨૦૨૬ | ભારતની અગ્રણી આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ અને લોકપ્રિય ટોફી બ્રાન્ડ પાર્લે મેલોડીના વિશેષ સહયોગથી તૈયાર કરાયેલી નવી *”વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”* નું ભવ્ય લોન્ચિંગ અમદાવાદના દર્પણ સર્કલ પાસે આવેલા વાડીલાલ હેંગઆઉટ ખાતે ઉત્સાહભેર યોજાયું હતું.

આ અનોખા લોન્ચિંગ કાર્યક્રમને અમદાવાદવાસીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં આઈસ્ક્રીમપ્રેમીઓ અને મેલોડીના ચાહકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતાની બાળપણની મીઠી યાદોને ફરી એકવાર તાજી કરી હતી.

નવા વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમનો સ્વાદ માણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. લોન્ચિંગ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી અને નવા આઈસ્ક્રીમનો ટેસ્ટ ચાખવા આતુરતાપૂર્વક પોતાની વારીની રાહ જોતા જોવા મળ્યા હતા. પરિવારો, યુવાનો અને બાળકો સહિત તમામ વયજૂથોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર વાતાવરણ ખુશી, ઉમંગ અને સ્વીટ નોસ્ટેલ્જિયાથી છલકાઈ ઊઠ્યું હતું.

વાડીલાલ અને પાર્લેની આ અનોખી પહેલ દ્વારા ગ્રાહકોને પરંપરાગત સ્વાદ અને નવીનતાનું અદ્ભુત સંયોજન અનુભવવાનો અવસર મળ્યો હતો. આ સમગ્ર કેમ્પેઇનમાં 7P ડિજિટલ એ ક્રિએટિવ પાર્ટનર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બાળપણની યાદોને તાજી કરતી આ નવી પ્રોડક્ટ માટે ગ્રાહકો તરફથી મળેલો સકારાત્મક પ્રતિસાદ વાડીલાલ અને પાર્લે બંને માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થયો છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર દ્વારા કર્માટકની પ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસનું ઉદઘાટન

amdavadpost_editor

કોસ્ટા કોફી કારમેલ નટક્રેકર રેન્જના લોન્ચ સાથે ભારતમાં રજાઓની ભાવના લાવી

amdavadpost_editor

ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સંપત્તિ સર્જન બજારોમાંની એકમાં નેક્સેજ કેપિટલ હાજરી મજબૂત બનાવે છે

amdavadpost_editor

Leave a Comment