Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તમામ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મોટી રાહત, સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટદીઠ 60 પૈસાની છૂટ

પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને દર મહિને એનર્જી ચાર્જ પર વધુ 3%ની છૂટ મળશે

ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | હવે સ્માર્ટ મીટર ગ્રાહકોને વીજ બિલમાં બચતનો લાભ મળશે. ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા તમામ સ્માર્ટ મીટર ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી રહી છે. GERC દ્વારા ‘ટાઈમ ઓફ ડે’ એટલે કે ToD ટેરિફ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર ગ્રાહકોને યુનિટદીઠ 60 પૈસાની છૂટ મળશે. આ યોજના દિવસ દરમિયાન વીજ વપરાશ વધારવા અને Peak Time દરમિયાન લોડ ઓછો કરવા માટે અમલમાં મૂકાઈ રહી છે.

તે ઉપરાંત પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને દર મહિને એનર્જી ચાર્જ પર વધુ 3%ની છૂટ આપવામાં આવી રહી છે. સ્માર્ટ મીટરથી બિલિંગ વ્યવસ્થા વધુ સચોટ બનશે અને ગ્રાહકોને સીધો આર્થિક લાભ મળશે.

દેશભરમાં અત્યાર સુધી 6 કરોડથી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ 50 લાખથી વધુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જ્યારે એમજીવીસીએલના વિસ્તારમાં પણ 13 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટી (CEA) ની ગાઇડલાઇન મુજબ દેશભરમાં જૂના વીજ મીટરોને સ્માર્ટ મીટર થકી બદલવામાં આવી રહ્યા છે.

સ્માર્ટ મીટરથી ગ્રાહકોને શું લાભ મળશે?

▪️ મોબાઇલ એપ દ્વારા પોતાનો દરરોજનો વીજ વપરાશ જોઈ શકાશે

▪️ પોતાના વીજ વપરાશની પેટર્ન જાણીને વપરાશ કંટ્રોલ કરી શકાશે

▪️ ઓનલાઇન બિલ પેમેન્ટ અને ફરિયાદ કરવી સરળ બનશે

▪️ ડેઈલી વપરાશને મોનિટર કરીને વીજળીની બચતનું આયોજન કરી શકાશે

▪️ સેફ્ટી, પ્લાન્ડ પાવર સપ્લાઈ આઉટેઝ અને અનિયમિત વપરાશ જાણી શકાશે

▪️ ગ્રાહકને પોતાના વીજ વપરાશ-બિલિંગ અંગેની માહિતીની આધુનિક ડિજિટલ સેવા મળશે

▪️ ખોટા બિલની શક્યતા ઘટશે

▪️ ફરિયાદ નોંધાવવી અને ટ્રેક કરવી સર

== સમાપ્ત ==

Related posts

નમિત મલ્હોત્રાની રામાયણ — દુનિયાની સૌથી મહાન મહાકાવ્ય રચના ની દિશામાં — ‘The Introduction’થી થયો ખુલાસો: એક અનોખી દૃષ્ટિ, પૂર્વ અને પશ્ચિમના યુગાંતકારી સહકાર સાથે

amdavadpost_editor

ઓપ્પો ઇન્ડિયાએ એફ31 5જી સિરીઝ લોન્ચ કરી : ડ્યુરેબિલીટી સાથે સ્મૂથ અને પાવરફુલ પર્ફોર્મન્સ માટેનો શ્રેષ્ઠ સ્માર્ટફોન

amdavadpost_editor

ડિફેન્ડર ઓક્ટા બ્લેક: ધ ટફ લક્ઝરી 4X4 રોક સ્ટાર

amdavadpost_editor

Leave a Comment