Amdavad Post
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓ માટે કમ્પ્યુટર કૌશલ્ય તાલીમનું આયોજન કરાયું

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જૂન ૨૦૨૬ | અમદાવાદ શહેર પોલીસ, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન(YIRF)ના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મચારીઓ માટે 10 દિવસીય કમ્પ્યુટર કૌશલ્ય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં પ્રથમ બેચના 115 પોલીસ કર્મચારીઓને બેઝિક કમ્પ્યુટર, એમ.એસ. ઓફિસ, ગુજરાતી-અંગ્રેજી ટાઇપિંગ, ઇન્ટરનેટ, ઈ-મેઇલ, મેઇલ મર્જ સહિત રોજિંદા વહીવટી કાર્યમાં ઉપયોગી વિષયોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મેદાનમાં ફરજ બજાવતા અને દૈનિક રીતે કમ્પ્યુટરનો ઓછો ઉપયોગ કરતા કર્મચારીઓ માટે આ તાલીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી.

આ પહેલ અમદાવાદ શહેર પોલીસને ડિજિટલ અને આધુનિક કાર્યપદ્ધતિ તરફ આગળ વધારતું મહત્વપૂર્ણ પગલું છે. તાલીમ પ્રાપ્ત કર્મચારીઓએ આ આયોજન બદલ અમદાવાદ શહેર પોલીસ, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની તાલીમથી પોલીસ તંત્ર વધુ કાર્યક્ષમ, ટેક્નોલોજી-સક્ષમ અને આધુનિક ભારતની દિશામાં અગ્રેસર બનશે.

== સમાપ્ત ==

Related posts

દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે LG ઇલેક્ટ્રોનિક્સે તેનું સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવર લૉન્ચ કર્યું

amdavadpost_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ

amdavadpost_editor

લેવિટેયર: મેનિક અમદાવાદના રાત્રિના આકાશમાં ઇમર્સિવ એરિયલ થિયેટર લાવ્યું

amdavadpost_editor

Leave a Comment