Amdavad Post
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ગાંધીનગર, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ, સાંજે 7:00 વાગ્યે ઇન્ફોસિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે *’રાગ રાજ 2.0’* માં આ વખતે દર્શકો માટે એક ખાસ નવી સરપ્રાઈઝ લોકગીતની રજૂઆત કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. સાથે જ યુવા પેઢી માટે ગુજરાતી લોકસંગીતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કોન્સર્ટ નું પ્લાનિંગ “સન ઑફ જમાદાર” ઇવેન્ટ્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ રિંજય ઇવેન્ટસ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે.

રાજ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ સાથે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત લોકસંગીતને આધુનિક સંગીતના રંગ સાથે રજૂ કરીને દરેક વયના સંગીતપ્રેમીઓને એક યાદગાર અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

બાટા ઇન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા – સતત ત્રીજા ક્વાર્ટરમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી

amdavadpost_editor

સેન્ટર ફ્રેશ એ “આગે બઢ”ની સાથે પોતાને રિફ્રેશ કર્યું : વરુણ ધવનના રૂપમાં બ્રાન્ડ એમ્બેસેડરની સાથે એક નવું અભિયાન

amdavadpost_editor

અમદાવાદમાં કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ એક્સપિરિયન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું

amdavadpost_editor

Leave a Comment