Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૭ જુલાઈ ૨૦૨૬ | દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો. મહારાષ્ટ્રમાં પણ એકધારો વરસાદ વરસી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ નજીક માનખૂરદની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશયી થતાં ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. મહારાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં ૭ લોકોનાં મોત થયાં છે. આમ કુલ મળીને ૧૩ લોકો નિર્વાણ પામ્યા છે.

પૂજ્ય બાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૯૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

ગુલાબી સાડી ગાયક સંજુ રાઠોડનું નવું ગીત “શેકી” રિલીઝ – બિગ બોસ ફેમ ઈશા માલવિયા સાથે જોવા મળી અદ્ભુત કેમેસ્ટ્રી

amdavadpost_editor

મોબિક્વિક દ્વારા ડેલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાન રજૂ કરાયો

amdavadpost_editor

રણજીત ઇનરવેરે લોન્ચ કર્યું ‘જનહિતમાં રણજીત’ કેમ્પેઈન, આયુષ્માન ખુરાના બન્યા બ્રાન્ડ ફેસ

amdavadpost_editor

Leave a Comment