Amdavad Post
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ઉત્સાહીઓ માટે ફાઉન્ડેશન K9 ઓબેડીયન્સ અને પ્રોટેક્શન પર તેનો પ્રથમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.

અમદાવાદ: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણની અગ્રેસર યુનિવર્સિટીએ K9 ટ્રેનર્સ અને પાળતુ પ્રાણીની સંભાળ રાખનારા માતાપિતાને તેમની કુશળતા અને જ્ઞાન વધારવામાં મદદ કરવા માટે તૈયાર કરેલ કોર્સ પૂર્ણ કર્યો છે. આ કોર્સ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ (SPICSM) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

“જેમ કે આપણે જાણીએ છીએ, કેનાઇન્સ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદ કરીને રાષ્ટ્રીય સુરક્ષામાં ભૂમિકા દ્વારા અદ્રશ્ય પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૂતરાઓને પાળતુ પ્રાણી તરીકે દત્તક લેતા પરિવારોની સંખ્યા પણ વધી રહી છે. અમારો નવો કોર્સ ખાસ કરીને K9 ટ્રેનર્સ અને પાળતુ પ્રાણીની સંભાળ રાખનાર માતા-પિતા માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેઓને પાલતુ પ્રાણીઓ સાથે વધુ સારી રીતે વ્યવહાર કરવામાં મદદ કરશે,” નિમેશ દવે, સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટના ડિરેક્ટરે જણાવ્યું હતું.

આગળ જતાં, યુનિવર્સિટી અભ્યાસક્રમમાં મૂળભૂત ઓબેડીયન્સ ટ્રેનિંગ, સૂંઘવાની ટેક્નિક્સ, એજીલીટી એક્સરસાઇઝ અને ડોગ્સ દ્વારા સંપત્તિના રક્ષણની પદ્ધતિઓ સંબંધિત મોડ્યુલ પણ રજૂ કરશે. આ અભ્યાસક્રમો સમગ્ર વર્ષ દરમિયાન ઓફર કરવામાં આવશે અને વાર્ષિક ધોરણે પરીક્ષા લેવામાં આવશે. જેઓ પરીક્ષા પાસ કરશે તેઓને કેન્દ્ર સરકારની યુનિવર્સિટી દ્વારા ‘સર્ટિફાઇડ K9 ટ્રેનર’ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે, એમ વધુમાં જણાવ્યું હતું.

આ ફાઉન્ડેશન K9 ઓબેડીયન્સ એન્ડ પ્રોટેક્શન કોર્સમાં, સહભાગીઓએ ટ્રેનર સ્તવન મહેતા દ્વારા પ્રસ્તુત ડોગ ટ્રેઈનીંગના મહત્વના આધુનિક સમયના સિદ્ધાંતો વિશે શીખ્યા; અને ક્લાસિકલ કન્ડીશનીંગ અને ઓપરેટ કન્ડીશનીંગ અનુભવી ટ્રેનર બિષ્ણુ નંદી દ્વારા શીખવવામાં આવ્યું હતું. હાલ માર્કેટમાં પર્સનલ પ્રોટેક્શન ડોગ્સ ની ડિમાન્ડ છે અને આ કોર્સમાં આ હેતુ માટે તાલીમ આપવામાં આવે છે. વધુમાં, સહભાગીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ડોગ ઈવેન્ટ્સ અને સ્પોર્ટ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યવહારિક અભિગમો પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, SPICSM ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષણવિદો, પ્રખ્યાત પ્રેક્ટિશનરો, ઉદ્યોગ નિષ્ણાતો અને લીડર્સનો સમાવેશ કરતી ફેકલ્ટી ધરાવે છે. શાળા ખાનગી અને કોર્પોરેટ સુરક્ષા કર્મચારીઓના રી-સ્કીલિંગ અને અપ- સ્કીલિંગની તકો પણ આપે છે.          

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વૈશ્વિક અને રાષ્ટ્રીય હિસ્સેદારો માટે જ્ઞાનનું અગ્રણી કેન્દ્ર છે અને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વ વ્યવસ્થામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેનું ફોકસ તેની 11 વિશિષ્ટ શાળાઓમાં શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પહેલોના સતત વૃદ્ધિ અને વિકાસ દ્વારા રાષ્ટ્રીય વ્યૂહાત્મક, સુરક્ષા અને પોલીસ ક્લચરના સ્ટેટક્રાફ્ટને વિકસાવવામાં આવેલું છે.

 

Related posts

તનાવ-2માં સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ સાથે કબીર ફારૂકીનું પુનરાગમનઃ 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ કરાશે

amdavadpost_editor

અભય પ્રભાવના મ્યુઝિયમનો પુણેમાં શુભારંભઃ જૈન પરંપરાના માધ્યમથી ભારતીય મૂલ્યોને શ્રદ્ધાંજલિ

amdavadpost_editor

“સોની લાઈવ પર ઓરિજિનલ માનવત મર્ડર્સમાં પ્રસિદ્ધ ડિટેક્ટિવ રમાકાંત એસ. કુલકર્ણીની ભૂમિકામાં આશુતોષ ગોવારીકર ચર્ચાનો વિષય બન્યા છે “

amdavadpost_editor

Leave a Comment