Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બધી જ વિદ્યા ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન કરો તો ઉત્તર મળશે,પણ પોકારશો તો રબ મળશે.

આપણે મોરારી બાપુનાં સમકાલીન છીએ એ આપણું સદભાગ્ય છે:શરદભાઇ વ્યાસ.

પરમ સત્યને સુરક્ષિત રાખવા માટે સત્યને છોડવું પડે તો છોડી દેવું જોઈએ.

ગુરુપ્રસાદથી શાસ્ત્રના રહસ્યો ખુલવા માંડે છે.

ગુરુનો અનુરાગ-પ્રસાદ છે.

ગુરુજ્ઞાન,ગુરુનું વચન-પ્રસાદ છે.

ગુરુનો ગ્રંથ,ગુરુસેવા,ગુરુદ્રષ્ટિ અને ગુરુમંત્ર-પ્રસાદ છે.

વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં જેની ગણના થાય છે એ અમેરીકાની હાર્વર્ડ યુનિવર્સિટીનાં ઐતિહાસિક સેન્ડર્સ થિયેટર હોલમાં રામકથા જ્યારે સાતમા દિવસમાં પહોંચી ,વિશેષ વક્તવ્યોની શ્રેણીમાં ભાગવત કથાકાર શરદભાઇ વ્યાસે જણાવ્યું કે હાર્વર્ડમાં જાણે કુંભમેળો લાગ્યો હોય એવું લાગે છે. આટલી સંખ્યામાં વિદેશમાં સંતો-મહંતોને એક સાથે બાપુ જ ભેગા કરી શકે.ભા ગવતમાં ગજરાજ કહે છે ભગવાનનો સ્વભાવ આશ્ચર્યચકિત કરે એવો છે. બાપુનો પણ એ જ સ્વભાવ છે. અનેક પ્રકારનાં કામ બાપુએ એવા કર્યા છે જે માનવથી વિશેષ હોય. આપણે મોરારી બાપુનાં સમકાલીન આવ્યા એ આપણું સદભાગ્ય છે.ભાગવતની કથામાં ભાગવતીઓની કથાઓ છે અને બાપુ જેવા ભાગવતી કોણ!

બાપુએ કહ્યું કે:આ યુનિવર્સિટીનો લોગો ‘સત્ય’ છે. વિનમ્રતાથી કહું તો ભારતનું પરમ સત્ય,પરમપ્રેમ, અને પરમ કરુણા અહીંનાં સત્યને મળવા આવ્યા છે ભાગવતકાર કહે છે:સત્યં પરમ ધીમહિ.પૂર્વની મનીષા કહે છે પરમ સત્યને સુરક્ષિત રાખવા માટે સત્યને છોડવું પડે તો છોડી દેવું જોઈએ.નંદ રાજાએ કંસને વચન આપેલું કે દરેક બાળક કંસને સોંપવામાં આવશે,પણ આઠમુ બાળક ન સોપ્યું.વચન પૂરું ન કર્યું.પરમ સત્ય(શ્રીકૃષ્ણ)ને રાખવા માટે સત્યને છોડવું પડ્યું છે.દશરથજી સત્ય(પ્રતિજ્ઞા)પકડી રાખી પરમ સત્ય-રામને વનમાં મોકલે છે. બુદ્ધ ભગવાન શિષ્યને કહે છે કે જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિ નામના પર્વતો આપણી ઉપર પડે છે.

મૃત્યુ પછી વૈતરણી પાર કરવી પડે,પણ જીવતે જીવ ચાર પ્રકારની વૈતરણી દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદજીએ બતાવી જેમાં:કજોડું, નિ:સંતાનપણાની પીડા,કુપુત્ર અને અત્યંત દરિદ્રતા-વૈતરણી છે.સુભાષ ભટ્ટે કવિતા લખીને કહ્યું કે પ્રશ્ન કરો તો ઉત્તર મળશે,પણ પોકાર કરશો તો રબ મળશે.માનસ એવી વિદ્યા છે જ્યાં બધી જ સમસ્યાનો ઉકેલ મળે છે. માનસ સૂત્રગ્રંથ છે. આમાં સૂત્ર જ સૂત્ર છે. રામચરિત શ્રેષ્ઠ સૂત્ર(ધાગો)છે.તુલસી રામ ચરિત્ર બર તાગ-એવું કહે છે.

વિશ્વામિત્રનાં યજ્ઞની રક્ષા કરીને રામ લક્ષ્મણ બધી જ વિદ્યા મેળવે છે.

રમણ મહર્ષિ એ કહ્યું ‘હું કોણ છું’ હનુમાનજી કહે છે આપ કોણ છો.તમે મને પૂછી શકો કે મારા ગુરુ કોણ છે?મારા ગુરુ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, મિથિલા, ચિત્રકૂટ, અવધ, વૃંદાવન, કાશી છે. આ વિદ્યા કઈ? વેદવિદ્યા, યોગવિદ્યા,અધ્યાત્મવિદ્યા,બ્રહ્મવિદ્યા,લોકવિદ્યા,મંત્ર વિદ્યા,તંત્રવિદ્યા-બધી જ ગુરુકૃપા,ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.એ માટે મખ રખવારી એટલે કે જીવન યજ્ઞને સંભાળવો પડશે.

સંક્ષિપ્તમાં રામ વિવાહ,સીતાજી સહિત કન્યા વિદાય બાદ અયોધ્યામાંથી વિશ્વામિત્રની વિદાય સાથે બાલકાંડનું સમાપન થયું.

કથા-વિશેષ:

ગુરુનો પ્રસાદ એટલે…

ગુરુપ્રસાદથી શાસ્ત્રના રહસ્યો ખુલવા માંડે છે.

ગુરુનો અનુરાગ-પ્રસાદ છે.ગુરુજ્ઞાન-પ્રસાદ છે.ગુરુનું વચન પ્રસાદ છે.પ્રવચન જાહેરમાં અને વચન એકાંતમાં કરેલું પ્રસાદ વિતરણ છે.ગુરુનો ગ્રંથ પ્રસાદ છે.ગુરુસેવા,ગુરુદ્રષ્ટિ અને ગુરુમંત્ર પ્રસાદ છે.

== સમાપ્ત ==

Related posts

અકસ્માતમાં માર્યા ગયેલા ગુજરાત પોલીસના જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

જ્યારે પીઠનો દુખાવો ફક્ત દુખાવા કરતાં વધુ હોય છે: કરોડરજ્જુના વિકારના ચેતવણી ચિહ્નો

amdavadpost_editor

સ્કોડા ઓટો ઇન્ડિયા સતત વૃદ્ધિ જાળવી રાખે છે; Q1 2026 માં અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો રેકોર્ડ નોંધ્યો

amdavadpost_editor

Leave a Comment