Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે શ્રી કર્દમઋષિ ગુરુકુળના નૂતન ભવન નિર્માણના પ્રથમ સોપાન રૂપે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, ગુજરાત | ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ | શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬ ને સોમવારે દિનાંક: શ્રાવણ શુક્લ દ્વાદશી તેમજ વૈષણવોના પવિત્ર તહેવાર “પવિત્રા એકાદશી”ના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રી વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ શ્રી કર્દમઋષિ ગુરુકુળના નૂતન ભવન નિર્માણના પ્રથમ સોપાન રૂપે ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો. જેમાં પરમભાગવદીય સંતશ્રી માધવપ્રિયદાસજી, એસ.જી.વી.પી. છારોડી, મહંતશ્રી કૃષ્ણદાસજી, સંતરામ મંદિર, નડીયાદ, પૂજ્ય મોરારીદાસજી, સંતરામ મંદિર, કરમસદ, પૂજ્ય મહાદેવપ્રસાદબાપુ, હાથીજણ, પૂ.સતીશભાઈ અને ગૌતમદાસજી અનુપમ મિશન, મોગરી જેવા સંતો-મહંતોની પરમ ઉપસ્થિતિમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

સંપૂર્ણ કાર્યક્રમ પૂજ્ય શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી ની પ્રેરણાથી શ્રી ભાગવત ઋષિ શાસ્ત્રીજી, મેનેજીંગ ટ્રસ્ટીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો, શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા. ડો. ચિંતનકુમાર દવે દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. સંસ્થાના વહીવટદાર શ્રીનાથભાઈ મોદી તેમજ શ્રીપતભાઈ મોદી, મહાવિદ્યાલયના ઇન્ચાર્જ પ્રધાનાચાર્ય શ્રી ઉત્સવભાઈ જોષી સાથે તમામ ગુરુજનો, સંસ્થાના તમામ કર્મચારીઓ, વાલીઓ અને પ્રાચ્યછાત્રોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવ્યો.

== સમાપ્ત ==

Related posts

પંઢરપુરનો ગજર હવે દેશભરમાં; રાહુલ દેશપાંડેની ‘અભંગવારી ૨૦૨૬’

amdavadpost_editor

મારુતિ સુઝુકીએ 30 લાખ કુલ નિકાસ કરી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપ્યું

amdavadpost_editor

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadpost_editor

Leave a Comment