Amdavad Post
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

સ્ટ્રાઇક ટૂ: ગ્લોબલ ચેસ લીગ 2026માં 42 બૉબર રજૂ કરીને જાવા ઑલ સ્ટારે વધુ એક મોટી ચાલ ખેલી

  • ભારતની પ્રથમ પર્પઝ-બિલ્ટ બૉબર અને ‘સ્ટાઇલ આઇકન ઑફ ધી યર’ વિજેતા હવે ઑલ સ્ટાર્સની સાથે મેદાનમાં ઉતરી રહી છે
  • ઑલ સ્ટાર્સના સ્વરૂપ, લક્ષણો અને સાહસિકતા જેવી વિશેષતાઓની સાથે તેની આગવી ઓળખનો અનોખો સંગમ
  • નવા ચેકર્ડ ગ્રાફિક્સ અને ઑલ સ્ટાર્સની વિશેષ ઓળખની સાથે ગ્લોબલ ચેસ લીગ 2026માં અનાવરણ થયું
  • જાવા ઑલ સ્ટાર્સ 42 બૉબર ₹2,08,942/- (એક્સ-શૉરૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે

 બેંગલુરુ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રાએ ગ્લોબલ ચેસ લીગ 2026માં જાવા ઑલ સ્ટાર્સ 42 બૉબરનું અનાવરણ કર્યું હતું, જે જાવા ઑલ સ્ટાર્સની વિકાસયાત્રાનું બીજું મોટું સીમાચિહ્ન છે.

42 બૉબર એ જૂની ઘરેડને તોડનારી જાવાની સૌથી નિર્ણાયક ચાલમાંથી એક હતી. ભારતની પ્રથમ પર્પઝ-બિલ્ટ બૉબર તરીકે, તેની આગવી કેન્ટિલિવર સીટ ડિઝાઇનને રીયર મોનો-શૉક સસ્પેન્શનનો મજબૂત સપોર્ટ મળે છે. રોડ પર સૌથી અલગ તરી આવતી 42 બૉબર પોતાની આગવી ઓળખ ધરાવતું એક સાંસ્કૃતિક પ્રતીક બની ગઈ છે. વર્ષ 2026માં તેની આગવી ડિઝાઇન, એક અલાયદી ઓળખ અને મજબૂત સાંસ્કૃતિક પ્રાસંગિકતાને બિરદાવીને તેને ‘સ્ટાઇલ આઇકન ઑફ ધી યર’નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સ્ટ્રાઇક ટૂ સાથે ભારતની સૌથી લોકપ્રિય બૉબર હવે જાવા ઑલ સ્ટાર્સના અધ્યાયનો હિસ્સો બની છે, જે તેની અજોડ લાક્ષણિકતા અને આગવા સ્વરૂપની આસપાસ રચાયેલી અભિવ્યક્તિ દ્વારા સમાન મૂલ્યોની આ પરંપરાને આગળ
ધપાવે છે.

42 બૉબરના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલી નવી ઑલ સ્ટાર્સ એડિશનમાં નવા કલરવે, આગવા ચેકર્ડ ગ્રાફિક્સ અને ઑલ સ્ટાર્સના ચિહ્નને ઉમેરવામાં આવ્યું છે, જે સ્વતંત્ર વિચારસરણી, આગવી ઓળખ અને પોતાને અભિવ્યક્ત કરવાની ભાવના સાથે આ મોટરસાઇકલના તાદાત્મ્યને દર્શાવે છે.

તેના નવા કલરવેમાં ‘ઑલ સ્ટાર્સ સિલ્વર નાઇટ’નો પણ સમાવેશ થાય છે, જે ચેકર્ડ ગ્રાફિક્સથી પ્રેરિત એક નવું રંગ-સંયોજન છે. સામાન્ય રીતે મોટરસાઇકલ અને ચેસની દુનિયામાં જોવા મળતી આ ડિઝાઇન તેની રંગછટાને બિલકુલ નોખી બનાવે છે. તે દૃઢ નિશ્ચય, સાહસ અને પોતાનો માર્ગ જાતે કંડારવાના આત્મવિશ્વાસથી ઘડાયેલી બે અલગ-અલગ દુનિયા વચ્ચેનું ખૂબ જ સાહજિક તાદાત્મ્ય સર્જે છે.

વિશ્વના અગ્રણી ચેસ ખેલાડીઓની ઉપસ્થિતિથી વધુ ગૌરવશાળી બનેલી આ ઇવેન્ટમાં એકસમાન વિચારધારાથી જોડાયેલી બે અલગ-અલગ દુનિયા એક સાથે જોવા મળી હતી. ચેસમાં દરેક ખેલાડી એક શૅર્ડ માળખાની અંદર રમે છે, તેમ છતાં દરેક ચાલ તેની પોતાની આગવી વિચારસરણી અને દૃઢ નિશ્ચયની ઝલક આપે છે. જાવા ઑલ સ્ટાર્સને પણ આવી જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે એકસમાન મૂલ્યો ધરાવતા હોવા છતાં પોતાની આગવી ઓળખને જાળવી રાખનારા લોકોને માન્યતા આપે છે.

નવી 42 બૉબર જાવા ઑલ સ્ટાર્સના નવા અધ્યાયની આગવી ઓળખને વ્યક્ત કરતું એક વિશિષ્ટ સ્વરૂપ છે. સ્ટ્રાઇક વને નિયો-ક્લાસિક જાવાની આધુનિક અને સ્પોર્ટી રજૂઆત દ્વારા ઑલ સ્ટાર્સની વિચારધારાને નવી ઓળખ આપી હતી. ‘સ્ટ્રાઇક ટૂ’એ આ જ વિકાસયાત્રાને 42 બૉબરના માધ્યમથી આગળ વધારી છે, જેના ફેક્ટરી-કસ્ટમ કેરેક્ટર, આગવી રૂપરેખા અને સાંસ્કૃતિક પ્રાસંગિકતાએ તેને ભારતીય મોટરસાઇકલ જગતમાં એક આગવું સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

હવે 42 બૉબર અત્યંત આકર્ષક ‘ઑલ સ્ટાર્સ શૅડો બ્લેક’ કલરવેમાં પણ ઉપલબ્ધ છે. જાવા ઑલ સ્ટાર્સ શેડો બ્લેક પોતાની આગવી રંગછટાને કારણે આપોઆપ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આઇકૉનિક ફ્લોટિંગ સિંગલ-સીટ સિલુએટને ખામીરહિત, સ્ટેલ્થી મેટ-બ્લેક ફિનિશથી આવરી લઇને આ મોટરસાઇકલની અંદર છુપાયેલી અસલી તાકાતને ઉજાગર કરવા માટે કોઈ બિનજરૂરી ઘટકોનો આશરો લેવામાં આવ્યો નથી. તે જાણે પ્રોડક્શન લાઇન પરથી ઉતારવામાં આવી હોય તેમ નહીં પરંતુ કોઈ કાબેલ કારીગરની મધરાત સુધી ચાલતી વર્કશૉપમાંથી સીધી બહાર આવી હોય તેમ લાગે છે.

જાવાના આ નવા અધ્યાય ‘ઑલ સ્ટાર્સ’નો પાયો સ્વરૂપ, લક્ષણો અને સાહસિકતા જેવા મૂલ્યો પર રચાયો છે. તે એવા રાઇડર્સની આગવી ઓળખને બિરદાવે છે, જેઓ કોઈ ઘરેડમાં ફસાયા વિના નવો ચીલો ચાતરવાની હિંમત અને આત્મવિશ્વાસ ધરાવે છે.

ફક્ત એક મોટરસાઇકલ કમ્યુનિટીથી આગળ વધીને જાવા ઑલ સ્ટાર્સ એક સતત વિકસી રહેલા સબ-કલ્ચરનું પ્રતિનિધિત્વ કરે છે. તે એકસમાન ઓળખને બદલે સમાન મૂલ્યોના આધારે જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા લોકોને એકસાથે જોડે છે. અલગ-અલગ સફર. અલગ-અલગ વ્યક્તિત્વ. એકસમાન જુસ્સો. જે બાબત તેમને એકબીજાની સાથે સાંકળે છે, એ તેઓ કયા ક્ષેત્રમાંથી આવ્યાં છે, તે નહીં પરંતુ તેઓ જે મૂલ્યો માટે અડીખમ ઊભા છે, તે છે.

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું, ‘ગ્લોબલ ચેસ લીગે દર્શાવ્યું છે કે, કેવી રીતે આગવી ઓળખ અને સામૂહિક ઉદ્દેશ એકસાથે અસ્તિત્વમાં રહી શકે છે. દરેક ખેલાડી પોતાની આગવી શૈલી સાથે ચેસ રમવા આવે છે, તેમ છતાં તે પોતાના કરતાં પણ વિશાળ એવી એક સામૂહિક ભાવનામાં પોતાનું યોગદાન આપે છે. નવી જાવા ઑલ સ્ટાર્સ 42 બૉબર પણ આવી જ વિચારધારાનું પ્રતિબિંબ છે. તે એવા લોકોની આગવી ઓળખને બિરદાવે છે, જેઓ પોતાની પસંદગીઓ અંગે આત્મવિશ્વાસ ધરાવે છે અને સમજે છે કે, ચેસબોર્ડ હોય કે રસ્તો, દરેક સાર્થક ચાલની શરૂઆત દૃઢ ઇરાદાથી થાય છે.’

જાવા ઑલ સ્ટાર્સ 42 બૉબરની પ્રારંભિક કિંમત ₹2,08,942/- છે અને તે સમગ્ર ભારતમાં જાવા યઝદી ડીલરશિપ્સ ખાતે 6 આગવા કલરવેમાં ઉપલબ્ધ રહેશે:

Jawa All Stars 42 Bobber Ex Showroom (New Delhi)
All Stars Black Mirror ₹ 2,19,942
All Stars Shadow Black ₹ 2,17,942
All Stars Silver Knight
All Stars Jasper Red ₹ 2,15,942
All Stars Mystic Copper ₹ 2,08,942

 

Technical Specifications;

PARAMETER JAWA 42 BOBBER
CAPACITY 334 CC
ENGINE TYPE SINGLE CYLINDER, 4 STROKE, LIQUID COOLED, DOHC
MAX POWER 29.9 PS @ 7500 R/MIN
MAX TORQUE 30.01 NM @ 5500RPM
FUEL SYSTEM ELECTRONIC FUEL INJECTION
COMPRESSION RATIO 11:1
BORE STROKE 81 MM X 65 MM
EXHAUST TWIN EXHAUST
WEIGHT 177 KG
FUEL TANK CAPACITY 12.5 L
WHEELBASE 1485 MM
SEAT HEIGHT 740 MM
GEAR BOX CONSTANT MESH, 6 SPEED
FRAME DOUBLE CRADLE
FRONT SUSPENSION TELESCOPIC FORKS, Ø 35 MM
REAR SUSPENSION MONO SHOCK ABSORBER, GAS FILLED WITH 7-STEP ADJUSTABLE PRE-LOAD
FRONT BRAKE TYPE DISC WITH DUAL CHANNEL ABS
REAR BRAKE TYPE DISC WITH DUAL CHANNEL ABS
FRONT DISC SIZE 280 MM
REAR DISC SIZE 240 MM
FRONT TYRE 100/90-18, 56H
REAR TYRE 140/70 R17, 66H
GROUND CLEARANCE 145 MM

 

ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામઃ

જાવા યેઝદી મોટરસાયકલ્સ ઉદ્યોગમાં સૌપ્રથમ ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ સાથે આગળ વધે છે, જે ગ્રાહક સંતોષ અને મુશ્કેલી-મુક્ત માલિકીને પ્રાથમિકતા આપે છે. તેમાં સામેલ છે:

  • 4-વર્ષ/50,000-કિમી સ્ટાન્ડર્ડ વોરંટી*
  • 6 વર્ષ સુધી વિસ્તૃત વોરંટી વિકલ્પો*
  • 8 વર્ષ સુધી રોડસાઇડ આસિસ્ટન્સ*
  • દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધી AMC*
  • દેશવ્યાપી 450+ સેલ્સ એન્ડ સર્વિસ ટચપોઇન્ટ પર વ્યાપક માલિકી લાભો ઉપલબ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂજ્ય મોરારીબાપુના સાધુવાદ

amdavadpost_editor

સેમસંગએ તહેવારની સિઝન માટે 4 કલાકમાં ઇન્સ્ટોલેશન અને ડેમો સર્વિસ શરૂ કરી

amdavadpost_editor

વધુ ઉડાણ કરો, વધુ કમાણી કરોઃ કોટક અને ઈન્ડિગો દ્વારા ઈન્ડિગો બ્લુચિપ્સ દ્વારા પાવર્ડ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસ રિલોન્ચ કરાયાં

amdavadpost_editor

Leave a Comment