- અત્યાર સુધીની કોઈ પણ રેન્જ રોવર કરતાં વધુ શાંત, વધુ પ્રતિભાવશીલ અને વધુ ટોર્ક ધરાવતી સૌપ્રથમ રેન્જ રોવર ઈલેક્ટ્રિક રેન્જ રોવરના લક્ઝરી DNA અને સંયમિત, રિડક્ટિવ ડિઝાઈનને વધુ નિખારે છે
- બે 260 kW મોટર V8 કક્ષાની તાકાત આપે છે – 405 kW સુધીની પાવર અને વધુ ટોર્ક (850 Nm), 600 કિમી સુધીની (WLTP) રેન્જ1 – સાથે સહજ, લગભગ નિ:શબ્દ પરફોર્મન્સ, સ્મૂધનેસ અને ઊર્જાક્ષમતા
- ક્રાંતિકારી ટ્રેક્શન મેનેજમેન્ટ માત્ર 50 મિલિસેકન્ડમાં પ્રતિભાવ આપે છે – પેટ્રોલ-ડીઝલ એન્જિન કરતાં 100 ગણું ઝડપી. પરિણામે કોઈ પણ સપાટી પર રેન્જ રોવરની સુપ્રસિદ્ધ ઓલ-ટેરેન ક્ષમતામાં જરાય બાંધછોડ થતી નથી; 900 મિમી સુધીના પાણીમાંથી માર્ગ કાઢવાની ક્ષમતા પણ યથાવત્
- ઉદ્યોગમાં અગ્રેસર ડબલ-સ્ટેક્ડ 118.5 kWh બેટરી, 800-વોલ્ટ ટેક્નોલોજી અને સ્પ્લિટ-ચાર્જિંગને કારણે DC ચાર્જિંગ પર 10-80 ટકા ચાર્જિંગ માત્ર 22 મિનિટમાં, જ્યારે 10 મિનિટમાં 220 કિમીની (WLTP) રેન્જ2
- ‘પહેલાં રેન્જ રોવર, પછી ઈલેક્ટ્રિક’ એ સિદ્ધાંતને અનુસરીને રેન્જ રોવર ઈલેક્ટ્રિકની અસલ અને અનન્ય રેન્જ રોવર ડિઝાઈન યથાવત્ રખાઈ છે; હાઈવે રેન્જ વધારવા માટે માત્ર એરોડાયનેમિકલી ઓપ્ટિમાઈઝ્ડ વ્હીલ્સ3 અને ખાસ તૈયાર કરેલી અન્ડરબોડી ઉમેરવામાં આવી છે
- ભૌતિક પરીક્ષણ દરમિયાન પૃથ્વીની 38 વાર પરિક્રમા જેટલું અંતર કાપ્યું, જ્યારે 2,50,000થી વધુ કલાકનાં વર્ચ્યુઅલ પરીક્ષણ થયાં – અત્યાર સુધીની કોઈ પણ રેન્જ રોવર કરતાં વધુ
- સિંગલ-પેડલ ડ્રાઈવિંગને કારણે રેન્જ રોવર ઈલેક્ટ્રિક 45 ડિગ્રી સુધીના ઢોળાવ સહજતાથી ચઢી શકે છે, જ્યારે નીચું ગુરુત્વમધ્ય અને ટ્વિન-ચેમ્બર એર સસ્પેન્શન ડ્રાઈવિંગ ડાયનેમિક્સને વધુ ધારદાર બનાવે છે
- 300 પેટન્ટ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ThermAssist™ હીટ મેનેજમેન્ટ ટેક્નોલોજી તથા JLRના યુકે સ્થિત ઈલેક્ટ્રિક પ્રોપલ્શન મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં બનતી, રેન્જ રોવરની પોતાની ડિઝાઈનની બેટરી અને મોટરનો સમાવેશ થાય છે; આ સાથે રેન્જ રોવર ઈલેક્ટ્રિક સૌથી વધુ પેટન્ટ ધરાવતી રેન્જ રોવર બનવાની અપેક્ષા છે
- માઈલ્ડ-હાઈબ્રિડ, પ્લગ-ઈન હાઈબ્રિડ અને ICE મોડલ સાથે એક જ આર્કિટેક્ચર પર ઊભી રહેતી રેન્જ રોવર ઈલેક્ટ્રિક JLRની લવચિક પ્રોપલ્શન વ્યૂહરચનાનું ઉદાહરણ છે – આ તમામ મોડલ યુકેના સોલિહલમાં તૈયાર થાય છે
- ક્યુરેટેડ ફર્સ્ટ એડિશન વૈભવી સ્પેસિફિકેશન સાથે ઉપલબ્ધ – બેલ્ગ્રેવિયા ગ્રીન, સેન્ટોરિની બ્લેક કે વારેસિન બ્લૂ રંગમાં અને નવા રજૂ થયેલા લાઈટ ક્લાઉડ Ultrafabrics™ PU તથા Kvadrat™ ઈન્ટીરિયર સાથે
- રેન્જ રોવર ઈલેક્ટ્રિક માટે ભારતમાં હવે ઓર્ડર સ્વીકારવાનું શરૂ
મુંબઈ, ભારત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | ઓરિજિનલ લક્ઝરી SUV એવી રેન્જ રોવર હવે ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સાથે ઉપલબ્ધ બની છે, જે વધુ પરિષ્કૃતતા અને ક્ષમતાના નવા યુગનો સંકેત આપે છે. 1970થી રેન્જ રોવરનું ઘર રહેલા સોલિહલમાં તૈયાર થયેલી આ સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેન્જ રોવર બ્રાન્ડ માટે એક મહત્ત્વનો સીમાચિહ્નરૂપ પડાવ છે.
અત્યાર સુધીની કોઈ પણ રેન્જ રોવર કરતાં વધુ શાંત, વધુ સહજ, વધુ પ્રતિભાવશીલ અને વધુ ટોર્ક ધરાવતી રેન્જ રોવર ઈલેક્ટ્રિક અદ્વિતીય ડિઝાઈન, અસાધારણ પરિષ્કૃતતા અને શ્વાસ થંભાવી દેતી આધુનિકતાનો સંગમ રચે છે. ઈલેક્ટ્રિક પ્રોપલ્શન કેબિનનો અવાજ ઘટાડવાની સાથે રેન્જ રોવરની સહજ કામગીરી, કાલાતીત લક્ઝરી અને બાંધછોડ વગરની ક્ષમતા જેવી મૂળભૂત ખાસિયતોને વધુ ઉજાગર કરે છે.
શરૂઆતથી જ ઈલેક્ટ્રિક પ્રોપલ્શન માટે તૈયાર કરાયેલા લવચિક આર્કિટેક્ચરમાં તેને સહજતાથી સમાવીને રેન્જ રોવર ઈલેક્ટ્રિકમાં બે પરમેનન્ટ મેગ્નેટ 260 kW ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 405 kW સુધીની પાવર અને 850 Nm ટોર્ક પેદા કરે છે. 600 કિમી સુધીની (WLTP) રેન્જ1 અને 535 કિમી સુધીની રિયલ-વર્લ્ડ રેન્જ4ને કારણે મોટા ભાગના રેન્જ રોવર ગ્રાહકો પોતાની રોજિંદી મુસાફરી ફરી ચાર્જ કર્યા વગર પૂરી કરી શકશે.
માર્ટિન લિમ્પર્ટ, મેનેજિંગ ડિરેક્ટર, રેન્જ રોવર, એ જણાવ્યું: “રેન્જ રોવર ઈલેક્ટ્રિક એ એક દાયકાની વિચારપૂર્વકની એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી વિકાસનું પરિણામ છે, જેણે ઓરિજિનલ લક્ઝરી SUV માટે નવો માપદંડ સ્થાપ્યો છે. રેન્જ રોવરની ઉત્કૃષ્ટ પરિષ્કૃતતા સાથે ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સંપૂર્ણપણે બંધબેસે છે અને પ્રવાસીઓ માટે શાંતિ તથા એકાંતના અનુભવને વધુ ગાઢ બનાવે છે.
“સાથે જ શક્તિશાળી, અનુકૂલનક્ષમ ઈલેક્ટ્રિક પાવરટ્રેન અને અદ્યતન ચેસિસ ટેક્નોલોજીના સંયોજનને કારણે રેન્જ રોવરની ક્ષમતાના વ્યાપમાં કોઈ બાંધછોડ થઈ નથી – આ જ ખાસિયતો દરેક રેન્જ રોવરને અદ્વિતીય, નિપુણ અને ઈચ્છનીય બનાવે છે. રેન્જ રોવર ઈલેક્ટ્રિક ખરા અર્થમાં અત્યાર સુધીની સૌથી નિપુણ રેન્જ રોવર બને તે માટે અમે અમારા પરીક્ષણ અને વિકાસ કાર્યક્રમોને મૂળ આયોજન કરતાં પણ આગળ લઈ ગયા.”
નવી ટેક્નોલોજી દરેક પરિસ્થિતિમાં ચોકસાઈભર્યું નિયંત્રણ શક્ય બનાવે છે. તેમાં ઈન્ટેલિજન્ટ ડ્રાઈવલાઈન ડાયનેમિક્સ (IDD)નો સમાવેશ થાય છે, જે ટ્રેક્શન ગુમાવવાનું ટાળવા પાછળનો ટોર્ક 100 ટકાથી શૂન્ય ટકા સુધી વહેંચે છે; તથા ઈન્ટિગ્રેટેડ ટ્રેક્શન મેનેજમેન્ટ (ITM), જે 50 મિલિસેકન્ડની અંદર મોટરની ઝડપ નિયંત્રિત કરે છે અને ICE વાહનની સરખામણીએ 100 ગણી ઝડપથી સ્લિપનું સંચાલન કરે છે.
ઈન્ટિગ્રેટેડ ટ્રેક્શન મેનેજમેન્ટ નવા સિંગલ પેડલ મોડ સાથે મળીને કામ કરે છે, જેથી બ્લેક-ડાયમંડ સ્કી ઢોળાવ જેટલા તીવ્ર એટલે કે 33 ડિગ્રી સુધીના ચઢાણ પર પણ વાહન સહજતાથી અને સરળતાથી આગળ વધારી શકાય છે, જ્યારે રોલિંગ ક્લાઈમ્બમાં 45 ડિગ્રી સુધીના ઢોળાવ ચઢી શકાય છે.
મેટ બેકર, વ્હીકલ એન્જિનિયરિંગ ડિરેક્ટર, JLR, એ જણાવ્યું: “દરેક સપાટી પર સહજ આરામ અને પરિષ્કૃતતા સાથે કામગીરી કરવાની ક્ષમતા એ જ રેન્જ રોવર ઈલેક્ટ્રિકની નિર્ણાયક ખાસિયત છે. આ ગુણો જળવાઈ રહે તે માટે અમે અથાગ મહેનત કરી છે. ઓછી પકડવાળા અને કઠિન ભૂપ્રદેશથી માંડીને સુંવાળા, હાઈ-સ્પીડ રસ્તા સુધી તે અદ્ભુત રીતે સંયમિત અને પરિષ્કૃત રહે છે અને નિયંત્રણ તથા આત્મવિશ્વાસનો સાચો અહેસાસ આપે છે. ઈલેક્ટ્રિક પ્રોપલ્શનથી શક્ય બનેલી નવી ડ્રાઈવલાઈન કન્ટ્રોલ સિસ્ટમની પ્રતિભાવશીલતા અને ચોકસાઈ તેને પૂરેપૂરો ટેકો આપે છે. આ પરિણામનું અમને ખૂબ ગૌરવ છે.”
ઘરની બહાર ચાર્જિંગની વાત કરીએ તો, ઉપલબ્ધ સૌથી ઝડપી 350 kW રેપિડ DC જાહેર ચાર્જરનો ઉપયોગ કરીને રેન્જ રોવર ઈલેક્ટ્રિક આશરે 22 મિનિટમાં 10થી 80 ટકા ચાર્જ થાય છે, જ્યારે મહત્તમ ચાર્જ રેટ પર ચાર્જ થતી વખતે 10 મિનિટમાં 220 કિમીની (WLTP) રેન્જ ઉમેરે છે.
સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેન્જ રોવરમાં 344 પ્રિઝમેટિક સેલ ધરાવતી, ઉપયોગમાં લઈ શકાય તેવી 118.5 kWh લિથિયમ-આયન ડબલ-સ્ટેક બેટરી છે, જે ઉત્કૃષ્ટ એનર્જી ડેન્સિટી આપે છે. અદ્યતન 800-વોલ્ટ આર્કિટેક્ચર ઝડપી અને અનુકૂલનક્ષમ સ્પ્લિટ-ચાર્જિંગ ક્ષમતા પૂરી પાડે છે.
બે પરમેનન્ટ મેગ્નેટ 260 kW ઈલેક્ટ્રિક મોટર સમાન કદની અન્ય મોટર કરતાં 20 ટકા વધુ ટોર્ક પેદા કરે છે અને તેમાં સિલિકોન કાર્બાઈડ સેમિકન્ડક્ટર છે, જે માઈક્રોસેકન્ડમાં મપાતી નોંધપાત્ર સ્વિચિંગ સ્પીડ શક્ય બનાવે છે તથા દરેક સપાટી પર કાર્યક્ષમતા અને અસાધારણ પરફોર્મન્સ વચ્ચે સંતુલન સાધે છે.
રેન્જ રોવર ઈલેક્ટ્રિક 0-100 કિમી/કલાકની ઝડપ માત્ર 4.5 સેકન્ડમાં પકડે છે, જ્યારે ઓવરટેકિંગ માટે 80-120 કિમી/કલાકની ઝડપ માત્ર 2.7 સેકન્ડમાં હાંસલ કરે છે.
હંમેશાં કનેક્ટેડ
વાહનથી દૂર હોય ત્યારે પણ ગ્રાહકો નવી રેન્જ રોવર એપ મારફતે પોતાની રેન્જ રોવર ઈલેક્ટ્રિક સાથે જોડાયેલા રહી શકે છે. હાથવગી ઉપયોગી સુવિધાઓની શ્રેણી સાથે ગ્રાહકો કેબિન પ્યુરિફિકેશન કે હીટેડ સ્ટિયરિંગ વ્હીલ ચાલુ કરી શકે છે, વાહન લોક છે કે નહીં તે ચકાસી શકે છે, તેનું લાઈવ લોકેશન જોઈ શકે છે તથા વર્તમાન ચાર્જ સ્થિતિ અને અંદાજિત ડ્રાઈવિંગ રેન્જ જાણી શકે છે.
ઈનોવેશનની કસોટી
રેન્જ રોવરનો પરંપરાગત અનુભવ જળવાઈ રહે તે માટે રેન્જ રોવર ઈલેક્ટ્રિક પર વિશ્વભરમાં સઘન વર્ચ્યુઅલ અને ભૌતિક પરીક્ષણ તથા વિકાસકાર્ય કરવામાં આવ્યું છે. સ્વીડનના આર્યેપ્લોગમાં માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં, દુબઈના રણની ગરમીમાં અને યુકેમાં JLRની પોતાની ઈસ્ટનોર કેસલ સુવિધામાં પરીક્ષણ કરાયેલી રેન્જ રોવર ઈલેક્ટ્રિકે વર્ચ્યુઅલ અને ભૌતિક જગતમાં 15 લાખ કિલોમીટરથી વધુ અંતર અને અઢી લાખથી વધુ કલાકનું પરીક્ષણ પૂરું કર્યું છે.
નવી ટેક્નોલોજી તેની ઈલેક્ટ્રિક ક્ષમતાને મહત્તમ સ્તરે લઈ જાય છે – જેમાં નવીન રેન્જ પ્રિડિક્શન ફીચર્સ અને અદ્યતન ThermAssist™ હીટ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ડ્રાઈવિંગ રેન્જ, ચાર્જિંગ સ્પીડ, બેટરીની આવરદા અને આકરા તાપમાનમાં પરફોર્મન્સને શ્રેષ્ઠ બનાવે છે, જેનાથી 40 કિમી સુધીની વધારાની રેન્જ મળે છે અને હીટિંગ માટેનો ઊર્જા વપરાશ 40 ટકા ઘટે છે. રેન્જ રોવર ઈલેક્ટ્રિક માટે 300થી વધુ પેટન્ટ અરજી દાખલ કરવામાં આવી છે – બ્રાન્ડના ઈતિહાસમાં એક જ વાહન માટેની આ સૌથી વધુ સંખ્યા છે.
બેટરીની સલામતી અને ગુણવત્તા મહત્તમ રાખવા માટે JLRની નવી બેટરી ટેસ્ટિંગ લેબોરેટરીમાં જીવંત બેટરીઓને માઈનસ 40થી પ્લસ 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં આકરા મલ્ટી-એક્સિસ વાઈબ્રેશન અને શોક ટેસ્ટમાંથી પસાર કરવામાં આવે છે. આ પરીક્ષણો તથા ઉચ્ચ ક્ષમતાના એલ્યુમિનિયમ એન્ક્લોઝરને કારણે રેન્જ રોવર ઈલેક્ટ્રિક જોરદાર આંચકા અને ઝટકા સહન કરવા સક્ષમ છે, જ્યારે તેની અદ્યતન સલામતી ખાસિયતો ઉદ્યોગનાં ધોરણોથી પણ આગળ છે.
સર્વિસ અને જાળવણી માટે દરેક રેન્જ રોવર ઈલેક્ટ્રિક સાથે બેટરી ડિજિટલ ટ્વિન આપવામાં આવે છે, જે 900થી વધુ ડાયગ્નોસ્ટિક ડેટા પોઈન્ટ પૂરા પાડે છે. JLRની અગ્રેસર સોફ્ટવેર ઓવર ધ એર ક્ષમતા6 સાથે મળીને તે રેન્જ રોવરને ગ્રાહકોનાં વાહનોની આગોતરી જાળવણી કરવા સક્ષમ બનાવે છે. રેન્જ રોવર ઈલેક્ટ્રિકના અદ્યતન પ્રોપલ્શન પર આઠ વર્ષ અથવા 1,60,000 કિમીની વોરંટી7 મળે છે.
સોલિહલમાં નિર્માણ
રેન્જ રોવર ઈલેક્ટ્રિકના ઉત્પાદન માટે JLRએ પોતાની સોલિહલ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું રૂપાંતર કર્યું છે, જેમાં અદ્યતન ઉત્પાદન પદ્ધતિ, ડિજિટલ ટેક્નોલોજી અને વિદ્યુતીકરણ કૌશલ્યમાં મોટા રોકાણનો સમન્વય છે. આ પરિવર્તનને બળ આપવા સોલિહલના 9,000 ઉત્પાદન કર્મચારીઓને વિદ્યુતીકરણ માટે અદ્યતન તાલીમ અપાઈ છે, જ્યારે JLRના વ્યાપક વેસ્ટ મિડલેન્ડ્સ કાર્યક્ષેત્રમાં વધુ 1,500 સાથીઓને પણ તાલીમ આપવામાં આવી છે.
નાઈજેલ બ્લેન્કિન્સોપ, ચીફ ઓપરેશન્સ ઓફિસર, JLR, એ જણાવ્યું: “સોલિહલમાં રેન્જ રોવર ઈલેક્ટ્રિકનું ઉત્પાદન પાંચ દાયકાથી વધુના રેન્જ રોવર ઉત્પાદન અનુભવને નવીનતમ વિદ્યુતીકરણ અને અદ્યતન ઉત્પાદન ટેક્નોલોજી સાથે જોડે છે. “રેન્જ રોવર સમગ્ર યુકે અને યુરોપમાં નોંધપાત્ર મૂલ્યનું સર્જન કરે છે. સોલિહલમાં તેનું ઉત્પાદન હજારો વ્યવસાયોને ટેકો આપે છે અને સપ્લાયર પાછળના બે તૃતીયાંશથી વધુ ખર્ચ યુકે તથા યુરોપીય સપ્લાયર્સ તરફ વળે છે.”
વુલ્વરહેમ્પ્ટન સ્થિત ઈલેક્ટ્રિક પ્રોપલ્શન મેન્યુફેક્ચરિંગ સેન્ટર8 સહિત JLRનું વ્યાપક ઉત્પાદન નેટવર્ક રેન્જ રોવર ઈલેક્ટ્રિકના ઉત્પાદનને ટેકો આપશે. આ સ્થળે હવે ઈન્ટરનલ કમ્બશન એન્જિનની સાથોસાથ બેટરી પેક અને ઈલેક્ટ્રિક ડ્રાઈવ યુનિટનું પણ ઉત્પાદન થાય છે, જેના કારણે તે યુકેની સૌથી મોટી ઈન્ટરનલ કમ્બશન એન્જિન અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન ઉત્પાદન સુવિધા બની છે.
પુનર્વિકાસનો પ્રથમ તબક્કો 40,000 ચોરસ મીટરમાં ફેલાયેલો છે અને તેમાં ચાર વર્ષ દરમિયાન આયોજન, એન્જિનિયરિંગ, બાંધકામ તથા કમિશનિંગના વીસ લાખથી વધુ કલાક લાગ્યા છે. આ રૂપાંતરણથી બેટરી અને ઈલેક્ટ્રિક ડ્રાઈવ યુનિટની 13 ઉત્પાદન લાઈન ઉમેરાઈ છે, જેને નવ કિલોમીટરના કન્વેયર અને 182 કિલોમીટરના પાવર તથા ડેટા કેબલિંગનો ટેકો છે – આ લંબાઈ થેમ્સ નદી કરતાં પણ વધુ છે.
ઈલેક્ટ્રિક ડ્રાઈવ યુનિટના ઉત્પાદન દરમિયાન ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં અદ્યતન AI-સક્ષમ સ્કેનિંગ કેમેરા સામેલ કરાયા છે, જેથી મહત્ત્વના ઘટકો ચોકસાઈથી બેસે અને રેન્જ રોવર ઈલેક્ટ્રિકના કડક પરિષ્કૃતતા ધોરણોને પૂરાં કરે. આ ઉપરાંત, બેટરી પેકમાં મૂકતાં પહેલાં દરેક બેટરી સેલનું પરફોર્મન્સ ચકાસાય છે અને સોલિહલમાં રેન્જ રોવર ઈલેક્ટ્રિકમાં ફિટ કરતાં પહેલાં એ પેકની એસેમ્બલી ઈન્ટિગ્રિટી અને પરફોર્મન્સનું ફરી એક વાર મૂલ્યાંકન થાય છે.
ઓર્ડર હવે શરૂ
આ નવા યુગ માટે રેન્જ રોવરના રિટેલર્સ પણ એટલા જ સજ્જ થયા છે અને ગ્રાહકોને તેમની રેન્જ રોવર ઈલેક્ટ્રિક સફરના આગામી તબક્કામાં માર્ગદર્શન આપવા તૈયાર છે. રેન્જ રોવર ઈલેક્ટ્રિક માટે ઓર્ડર બુક હવે ખૂલી ગઈ છે, જેમાં સ્ટાન્ડર્ડ વ્હીલબેઝમાં ઓટોબાયોગ્રાફી તથા લોંગ-વ્હીલબેઝ9 બોડી ડિઝાઈનમાં SV, SV અલ્ટ્રા અને SV બ્લેક3 વિકલ્પ ઉપલબ્ધ છે. બેલ્ગ્રેવિયા ગ્રીન, સેન્ટોરિની બ્લેક કે વારેસિન બ્લૂ રંગમાં તથા નવા રજૂ થયેલા લાઈટ ક્લાઉડ Ultrafabrics™ PU અને Kvadrat™ ઈન્ટીરિયર સાથેનું ક્યુરેટેડ સ્ટાન્ડર્ડ વ્હીલબેઝ ફર્સ્ટ એડિશન પણ ઉપલબ્ધ છે.
ખરા અર્થમાં પોતાની આગવી રેન્જ રોવર ઈલેક્ટ્રિક તૈયાર કરવા ઈચ્છતા ગ્રાહકો માટે રેન્જ રોવર બિસ્પોક કમિશનિંગ સેવા ઉપલબ્ધ છે, જેમાં લગભગ અમર્યાદ પેઈન્ટ રંગો અને ફિનિશ, ઉચ્ચ કક્ષાની સામગ્રી, ખાસ રંગસંયોજન તથા યુનિક એમ્બ્રોઈડરી જેવી પર્સનલાઈઝેશન વિગતોની વિસ્તૃત પસંદગી મળે છે.
== સમાપ્ત ==

