Amdavad Post
અપરાધગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

સત્યનો વિજય થશે જ અને કાયદાકીય વ્યવસ્થા પર અમને પુરો ભરોશો છે: દર્શન શાહ

ગરબા કાર્યક્રમના વિવાદમાં ડાયરા માફિયા કિર્તિદાન ગઢવીનું મોટું કૌભાંડ, સ્પોન્સર્સના રુપિયા ખાઇ ગયા અને વધુ પૈસા પડાવવા પોતાની વગનો દુરઉપયોગ કર્યો

ડાયરા માફિયા અને તેમના મળતીયા પોલીસ અધિકારીઓ ઘરે આવી ધમકી આપી, હત્યા જેવા કેસોમાં ફસાવવાની ધમકી, નગ્ન કરી ત્રાસ આપ્યા બાદ પણ એક જ કેસમાં બીજી ફરિયાદ

11 સપ્ટેમ્બર

ગુજરાત પોલીસ ડાયરા કલાકારના ઇશારે જ કાર્યવાહી કરતી હોવાનું સ્પષ્ટ થાય છે. કેમકે, એક જ કેસમાં પહેલા ગુજરાતના સાઇબર યુનિટ જે પાટનગર ગાંધીનગર ખાતે આવેલું છે તે પહેલા અરજી લઇ અમારા અસીલને પરેશાન કરે છે અને તેની હજુ કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે ત્યા સામે અમે પણ આ કેસમાં ક્રાઇમ બ્રાંચ અમદાવાદ ખાતે ફરિયાદ કરી છે તેમાં કોઇ કાર્યવાહી થતી નથી પરંતુ ડાયરા કલાકાર કિર્તિદાનના ઇશારે પહેલી ફરિયાદ ગાંધીનગર અને બીજી ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશન કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઇવેન્ટમાં પાશ્વ જવેલર્સના દર્શનભાઇ શાહને કોઇ જ પ્રકારે લેવા દેવા નથી તેમ છતાં તેમના નામે પોલીસે કોના ઇશારે ફરિયાદ લીધી તે એક મોટો પ્રશ્ન છે.  હાલમાં પણ સરખેજ પોલીસના ખાનગી કપડા પહેરેલા માણસો કે અન્ય માણસો પોલીસ તરીકેની ઓળખ આપી વારંવાર પોલીસ દર્શનભાઇ શાહના ઘરે જાય છે અને તેમના પરિવારને માનસીક રીતે પરેશાન કરી આસપાસના લોકોને તેઓ ચીટર છે તેવી છાપ ઉભી કરી અમારી છબી ખરડાવી રહ્યા છે.

માથાભારે કિર્તિદાન પોલીસ હાજરીમાં ધમકી આપે મોટું કૌભાંડ આચરે તેમ છતાં એક તરફી જ ફરિયાદ થાય આ આશ્ચર્ય જનક છે. કીર્તિદાને સ્પોન્સર્સના રુપિયા લઇ લીધા અને ત્યાર બાદ પણ પોલીસ સાથે મળી ગેરકાયદે પરેશાન કરે તેમ છતાં તેમના પર કોઇ કાર્યવાહી થતી નથી.

23 ફેબ્રુઆરી 2026 ( અમારી ફરિયાદ પોલીસ લેતી નથી )

નોરતા નગરી ગરબા કાર્યક્રમના આયોજનને લઈને થયેલાં નાણાકીય અને વ્યવહારીક વિવાદે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદના રહેવાસી પરમાર જયેશભાઈ નારાયણભાઈ દ્વારા ડી.સી.બી. ( અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, હાયકવાડ હવેલી )  ખાતે કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં જાણીતા ગરબા ગાયક કિર્તિદાન ગઢવી, તેમના દીકરા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે પરંતુ તેની સામે ફેબ્રુઆરીથી કરેલી ફરિયાદ આજ દીન સુધી નોધાતી નથી અને કિર્તીદાન અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવતી ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને પોલીસ વારંવાર ઘરે આવી ધમકી આપે છે. ગુજરાતમાં પોલીસ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી ડાયરા કલાકારો નક્કી કરે છે તે સ્પષ્ટ થાય છે. ક્રાઇમ બ્રાંચમાં કરેલી ફરિયાદમાં ધમકી આપવી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી, નાણાંની માંગણી, અપશબ્દો તથા જાતિવિષયક શબ્દોના ઉપયોગ સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે તેમ છતાં કોના ઇશારે કોઇ ફરિયાદ લેવામાં આવતી નથી. જયેશભાઇએ ગત ફેબ્રુઆરી મહિનામાં ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી છે તેમાં કાર્યવાહી ન થઇ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં 26 – 08-2026ના રોજ થયેલી અરજીમાં ગુનો દાખલ થઇ જાય છે.

ફરિયાદમાં દર્શાવાયેલા આરોપીઓ

  1. કિર્તિદાન ગઢવી
  2. કિર્તિદાન ગઢવી – એએઆઇ ઇવેન્ટના ભાગીદાર
  3. અર્જુન ગગુભાઈ ભૂતિયા ( ઇસ્કોન પ્લેટીનીયમ બોપલ) ભાગીદાર
  4. જીગર વસંતલાલ ચૌહાણ ભાગીદાર
  5. ઉમંગ – ટિકિટ ડિસ્ટ્રિબ્યુટર
  6. પીઆઇ બી એમ ચૌધરી
  7. અન્ય પોલીસ અધિકારીઓ (રાજદીપસિંહ ઝાલા ) અને જેને જોઇ ઓળખીયે છીએ તેવા

સમગ્ર ઘટનાક્રમ – તારીખ સાથે

26 ઓગસ્ટ 2024 – ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું

ફરિયાદી એએઆઇ ઇવેન્ટ સાથે સંકળાયેલા હતા અને કામના તહોમતદાર/આયોજકો સાથે મળીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.તમામ ભાગીદારોની જવાબદારી નક્કી કરી દેવામાં આવી હતી. જેમાં ટિકિટ ડિસ્ટ્રિબ્યુશન સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી.જે ટિકિટ વેચાણ કરી આવક થઇ તે તમામ પૈસા ઇવેન્ટના અલગ અલગ વ્યવસ્થાને લગતા લોકોને પૈસા ચુકવવામાં આવ્યા હતા. જોકે સ્પોન્સર્સની જવાબદારી ડાયરા કલાકાર કિર્તીદાને લીધી હતી જેમાં સ્પોન્સર્સે પૈસા આપ્યા નહિ કે પછી તેનો હિશાબ આજદીન સુધી આપવામાં આવ્યો નથી. આ બાબતે વાતચીત થઇ દરમિયાન કિર્તીદાન ગઢવી અને તેમના મળતીયાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતી અને તે બબાતે તેમણે ગાંધીનગર ખાતે ફરિયાદ કરી અમને માર માર્યો નગ્ન કરાવ્યા અને ગેરકાયદે ગોંધી રાખ્યા હતા. જેમાં પણ સાઇબર ક્રાઇમના એસપી રાજદીપ સિંહ અને તેમના પીઆઇ બી એમ ચૌધરી દ્વારા અણદાવાદ સ્થિત મકાનથી જયેશભાઇનું ગેરકાયદે અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે આ બાબતે કોર્ટમાં અને ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ દ્વારા આ અંગે કોઇ જ કાર્યવાહી કોના ઇશારે ન કરી. ફરિયાદમાં CCTV ફૂટેજ, પોલીસ  સ્ટેશનના રેકોર્ડ, ડિજિટલ પુરાવા તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.

આરબી ટ્રેશનની નોટીસ બાદ પણ કિર્તિદાન સહિતના લોકો હાજર થતાં નથી

આ કેસમાં ફરિયાદી જયેશ પરમારે આરબી ટ્રેશનમાં ફરીયાદ કરી છે કે, આ ઇવેન્ટમાં કોઇ યોગ્ય હિશાબ થઇ રહ્યો નથી તેથી કોર્ટે તેમા દરમિયાનગીરી કરી તેનો યોગ્ય નિકાલ કરી આપવો જોઇએ. જેમા્ં કોર્ટે આ ઇવેન્ટ કંપનીના ભાગીદારોને વારંવાર નોટીસ આપ્યા બાદ પણ તેઓ હાજર થતાં નથી અને બીજી તરફ સરખેજ પોલીસ સ્ટેશનમાં આ કેસમાં ચીટીંગની ફરિયાદ નોંધાય છે.

ઊભા થતાં સવાલ

  1. આ એક જ કેસની બે ફરિયાદો પોલીસે લીધી કેવી રીતે ( પહેલા ગાંધીનગર અને બાદમાં સરખેજ પોલીસ સ્ટેશન)
  2. પોલીસ એક ડાયરા કલાકારની એટલી હમદર્દ છે કે તેમની વારંવાર એક જ કેસમાં થતી ફરિયાદો થઇ જાય છે ( સામાન્ય વ્યક્તિની ફરિયાદો થતાં સમય લાગે, અમારા અસલીની ફરિયાદ ફેબ્રુઆરી 2026માં આપી હજુ તેમાં ગુનો નોધાતો નથી )
  3. પોલીસના વિરુધ્ધની ફરિયાદની સમિતિ બનાવી છે પરંતુ અમને ખોટી રીતે ગોંધી રાખ્યા નગ્ન કરી માર માર્યાની ફરિયાદમાં પોલીસ સામે આક્ષેપો હોવાથી લેવાતી નથી, અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે.
  4. સ્પોન્સર્સે અમારા ઇવેન્ટમાં એડ કરી અને અમને પૈસા ન આપ્યા, કિર્તિદાનને આપ્યા તેથી તેમના પર પણ ચિટીંગની ફરિયાદ પોલીસે લેવી જોઇએ

== સમાપ્ત ==

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: હરમીત દેસાઈ એ રોમાંચક મેચમાં જી.સાથિયાનને હરાવ્યો, જોકે- દબંગ દિલ્હી એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને કમબેકની તક ના આપી

amdavadpost_editor

ટેલી સોલ્યુશન્સએ SME માટે કનેક્ટેડ બેન્કિંગ સાથે ક્રાંતિકારી નાણાંકીય કામગીરી માટે ટેલી પ્રાઇમ 6.0 લોન્ચ કર્યુ

amdavadpost_editor

અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન 6 ના પ્રારંભ માટે તૈયાર : દબંગ દિલ્હી જયપુર પેટ્રિઓટ્સ સામે ટકરાશે

amdavadpost_editor

Leave a Comment