Amdavad Post
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે “માં” ની લાગણી અને વ્હાલને દર્શાવતા “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન થયું

છેલ્લા  ૨૫ – ૩૦ વર્ષથી અજીત પટેલ સમાજમાં માતાના મહત્વને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક રીતે કાર્યક્રમો કરતા આવ્યા છે

અમદાવાદની ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે  “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત મયુર દવે દ્વારા રજૂ કરાયું હતું તથા ગાયક કલાકોરો તરીકે હિમાંશુ ત્રિવેદી, પ્રહર વોરા, દર્શના ગાંધી, ડોક્ટર પાયલ વખારીયા, તેમજ દેવાંગ શાહ સહીતના જાણીતા કલાકારોએ પણ સંગીતની પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં રસદર્શન લીપી ઓઝા દ્વારા કરાવવામાં આવ્યુ હતું.  કોરિયોગ્રાફર હની દાંડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધી ઓરિએન્ટ ક્લબ  અને કેતન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

“માં હી મંદિર”, માતાના સંબંધને સાચા અર્થમાં સ્વીકારી સંગીતમય તાલ સાથે ગીતોના સ્વરૂપમાં રજૂ થયેલા હૃદયસ્પર્શી સ્ટેજ શોને માણવા માટે આવેલા શ્રોતાઓ પણ આ કાર્યક્રમથી ભાવતરબોળ બન્યા હતા.
 
આ કાર્યક્રમ અંગે વાત કરતા અજિત પટેલે જણાવ્યું હતું કે, “મધર્સ ડે છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી અમે ઉજવીએ છીએ. અમે જાતે ગીતો લખી આ પ્રકારે નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન  કરીએ છીએ. સમાજમાં માતા પિતા ઘરડા ઘર સુધી ના જાય અને આ મુલ્ય લોકોને સમજાય તે મારો હેતું છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જો ભગવાની શ્રી ક્રિષ્નને સમજવા હોય તો પ્રથમ ભગવાન શ્રી રામને સમજવા પડે અને શ્રી રામને સમજવા હોય તો આપણી માતાને સમજવી પડે, આ મારો એક આસય છે. માતાને ભગવાન તરીકે માનવા જોઈએ. મારા માતાનું મંદિર છે અને માતા જ આપણા માટે ભગવાન છે એવો સંદેશો આપવાનો પ્રયાસ સમાજને કર્યો છે.

“માં” ના પ્રેમ વાત્સલ્ય અને બલીદાનને દર્શાવતા આ ગીતોના કાર્યક્રમ થકી આ સંદેશો આપ્યો હતો. માતાને સંતાનો હંમેશા જીવનપર્યત માન સમ્માનની સાથે સાથે સુખ આપે તેમને આદર્શ માને તેવા આસય સાથે સંદેશો આપવા આ કાર્યક્રમ આયોજિત કરતો આવ્યો છું.

પહેલાનો જમાનો હોય કે અત્યારનો આધુનિક યુગ, જમાનો ભલે બદલાય પરંતુ માતા સંતાનોનું હંમેશા જીવનપર્યત હિત અને સુખ જ ઈચ્છે છે. પહેલાની માતાઓ ઘરની બહાર ના નિકળવું. સવારથી સાંજ સુધી કામ કરવું સંતાનો માટે જીવન ખપાવી નાખવું પરંતુ આધુનિક યુગને જોતા જમાનો ગમે તેટલો બદલાય પરંતુ આ સમયમાં પણ માતાનું બલિદાન અને લાગણી સંતાનો માટે ક્યારેય બદલાતા નથી.”

આ કાર્યક્રમમાં આર.બી.ત્રિવેદી, હિતેન્દ્રસિંહ ઝાલા, અમરીષભાઈ શાહ, રાકેશ પરીખ, પ્રતીક દેસાઈ,  વિજય મહેતા, સ્નેહલ શાહ, દેવાંગ શાહ તથા ઓરિએન્ટ કલબ ગ્રૂપનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related posts

કોટક દ્વારા યુએઈના પ્રવાસીઓ માટે ખાસ ફાલ્કન ફોરેક્સ કાર્ડ રજૂ કરાયું

amdavadpost_editor

ફિલ્મ કહાં શુરુ કહાં ખતમના ગીત ‘એક લડકી ભીગી ભાગીસી’ ને રિક્રિએટ કરવા અંગે લક્ષ્મણ ઉતેકર કહે છે – અમને એક વધારાનું પ્રમોશનલ ગીત જોઈતું હતું

amdavadpost_editor

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કને ફોરેન એક્સચેન્જ સેવાઓ માટે આરબીઆઈની મંજૂરી

amdavadpost_editor

Leave a Comment