Amdavad Post
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પ્રતિક ગાંધી, હંસલ મહેતા અને જાનકી બોડીવાલાએ ‘રફ એન્ડ ટફ કન્યા’ના ટ્રેલરને આપ્યો પ્રેમ

અમદાવાદ, ગુજરાત | ૦૬ નવેમ્બર ૨૦૨૬ | એક મજેદાર અને તહેવારોની મસ્તીથી ભરપૂર કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’નું ટ્રેલર ગઈકાલથી જ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યું છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મની ચર્ચા એટલી વધી છે કે ગઈકાલથી જ પ્રતિક ગાંધી, યશ સોની, હંસલ મહેતા, જાનકી બોડીવાલા, હેલી શાહ, ધર્મેશ, આરોહી પટેલ, કુશલ મિસ્ત્રી અને દિવ્યાંગ ઠક્કર જેવા જાણીતા ગુજરાતી કલાકારો ફિલ્મના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે ‘રફ એન્ડ ટફ કન્યા’ને બોક્સ ઓફિસ પર સફળતા મેળવનારી ફિલ્મ ગણાવી છે.

યશ વૈષ્ણવના દિગ્દર્શનમાં બનેલી આ ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ બિરલા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં બે મસ્તીખોર ગુજરાતી પરિવારો વચ્ચેની રમૂજી ટક્કર જોવા મળશે. ફિલ્મની કહાની શિવ પંડિત (પ્રસિદ્ધ અભિનેતા હિતેન કુમાર) નામના એક એવા પિતાની આસપાસ ફરે છે, જે પોતાની દીકરી છવિના લગ્ન કરીને ઘર છોડીને જવાના વિચારને પણ સહન કરી શકતા નથી. પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે છવિએ પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે તેમની મુશ્કેલીઓ શરૂ થાય છે.

દીકરીના લગ્ન રોકવા માટે પિતા અનેક પ્રયાસો કરે છે અને આ દરમિયાન બંને વિચિત્ર ગુજરાતી પરિવારો વચ્ચે એવી ટક્કર શરૂ થાય છે, જે દર્શકોને હસવા માટે મજબૂર કરી દેશે.

‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્તિ રાંડેરિયા અને નીલમ પંચાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=Ih-WZcVQ7Co

== સમાપ્ત ==

Related posts

સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે

amdavadpost_editor

શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી જંક્શન ખાતે ‘શિવાલિક વેવ’નું અનાવરણ કર્યું

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ લાવ્યો છે ‘દિવાળી એડિશન’ આકર્ષક ડીલ્સ અને વધારાની બચત

amdavadpost_editor

Leave a Comment