Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા સરકારી પોલિટેકનિક કોલેજમાં ‘શહીદ વન’ નું નિર્માણ

અમદાવાદ, ગુજરાત | ૨૭મી નવેમ્બર ૨૦૨૬ | ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, પાંજરાપોળ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલા શહીદ વન નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે હાજરી આપી હતી, જેઓ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના માનદ સભ્ય પણ છે.

શહીદ વનના ઉદ્દઘાટન બાદ પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી અમિત ઠાકરે જણાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થા જૂની અને નવી પેઢીને સાંકળવાનું કામ કરે છે. શહીદ વનમાં ફરવા આવનાર બાળકોને શહીદોની શહાદત અને પર્યાવરણની જાળવણીનું મહત્વ, બંને પ્રકારના જીવનના અમૂલ્ય બોધપાઠ મળશે.

પોલિટેકનિકના આચાર્ય શ્રી ભાસ્કર ઐયર જણાવ્યું કે 2023 માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના તત્કાલીન પ્રેસિડેન્ટ રોટેરિયન રાજેન્દ્ર નાગર સાથે એક મુલાકાત દરમિયાન કેમ્પસમાં આવેલું ખાલી મેદાન જોઈ બંનેના મગજમાં એ વિસ્તારમાં વૃક્ષો વાવી અને વન બનાવવાનું વિચાર બીજ સ્ફુરેલુ. ત્યારબાદ રોટેરીયન દિનેશ પટેલ અને રોટેરીયન કલ્પેશ શાહની આગેવાની હેઠળ ત્રણ વર્ષની સતત જહેમત બાદ આજે આ ઘેઘુર વૃક્ષો ઉભા છે. આવતા સપ્તાહમાં જ્યારે હું નિવૃત્ત થવા જઈ રહ્યો છું ત્યારે આ શહીદ વન ઊભું કરી શક્યાનો પૂર્ણ સંતોષ છે.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના પ્રેસિડેન્ટ રોટેરિયન નીરવ જોષી એ જણાવ્યું હતું કે શહીદ વનમાં વૃક્ષોની સાથે અમે એક “વિશ્વ શાંતિ સ્તંભ” પણ રોપેલો છે ,જેમાં વિશ્વની અનેક ભાષામાં વિશ્વ શાંતિનો સંદેશ કોતરાયેલો છે. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના પબ્લિક ઈમેજ ડાયરેક્ટર રોટેરિયન સંજય દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ક્લબના સેક્રેટરી રોટેરીયન પ્રણવ શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

== સમાપ્ત ==

Related posts

સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સ (Cinnamon Life at City of Dreams) સમગ્ર ભારતમાં રોડ શોમાં શ્રીલંકાને દક્ષિણ એશિયાના પ્રીમિયર MICE ડેસ્ટિનેશન તરીકે રજૂ કરે છે

amdavadpost_editor

ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની ભારતમાં બેસુમાર વૃદ્ધિ થઈ રહી છેઃ સેમસંગના મોબાઈલ બિઝનેસ હેડ ટી એમ રોહ

amdavadpost_editor

PixelDrive એ “Best Newcomer Award” જીત્યો, STEM Racing India નેશનલ ફાઈનલ્સમાં 95માંથી 8મો ક્રમાંક મેળવ્યો

amdavadpost_editor

Leave a Comment