Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

  • એન્થે, એઇએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઑક્ટોબર 19-27 2024 થી ઑનલાઇન અને ઑફલાઇન લેવાશે
  • ધોરણ VII-IX માં ટોચના 100 વિદ્યાર્થીઓ અને ધોરણ XI-XII માં ટોચના 50 વિદ્યાર્થીઓ માટે 100% સુધીની સ્કોલરશિપ તેમજ રોકડ પુરસ્કારો મળશે
  • પાંચ વિદ્યાર્થીઓ કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા, યુએસએની 5-દિવસના તમામ ખર્ચનીચૂકવણી ની સફર જીતશે
  • ગયા વર્ષે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે રેકોર્ડ સર્જાયો હતો.
  • ઘણાટોપર્સ (NEET UG અને JEE Main અને Advanced) ANTHE સાથેતેમનીમુસાફરીશરૂકરી
  • રજિસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. વિદ્યાર્થીઓ/પેરેન્ટ્સ કાં તો aakash.ac.in પર ઑનલાઇન અરજી કરી શકે છે અથવા તેમના શહેરમાં આકાશના નજીકના કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ, 26 જુલાઈ, 2024: તેની ફ્લેગશિપ શિષ્યવૃત્તિ પરીક્ષા એન્થે ના 15 ગૌરવપૂર્ણ વર્ષોને ચિહ્નિત કરીને, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL), ટેસ્ટ પ્રિપેરેટરી સેવાઓમાં નેશનલ લીડર, અત્યંત અપેક્ષિત આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ પરીક્ષા (ANTHE) 2024 ની લેટેસ્ટ એડિશનના પ્રારંભની ગર્વ સાથે જાહેરાત કરે છે. ANTHE 2024 ની શરૂઆત, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગામી સ્વપ્નદ્રષ્ટાઓ માટે શોધ શરૂ થાય છે.

સર જગદીશ ચંદ્ર બોઝ જેવા મહાન વૈજ્ઞાનિકો, જેમણે વનસ્પતિ વિજ્ઞાનને આગળ ધપાવ્યું; ડો.એમ.એસ. સ્વામીનાથન, ભારતની હરિત ક્રાંતિના પિતા; ડૉ. હર ગોવિંદ ખોરાના, જેમની બાયોકેમિસ્ટ્રીમાં શોધોએ જીનેટિક્સને પુનઃઆકાર આપ્યો; અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, જેમના એરોસ્પેસ અને મિસાઈલ ટેક્નોલોજીમાં દૂરદર્શી કાર્યથી દેશને પ્રેરણા મળી. આકાશ તેના વિદ્યાર્થીઓને સમર્પણ અને નવીનતા સાથે સમાન શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે.

આ વર્ષે એક રોમાચંક કાર્યક્રમમાં પાંચ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા, યુએસએમાં કેનેડી સ્પેસ સેન્ટરની 5 દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફ્લોરિડામાં સ્થિત જ્હોન એફ. કેનેડી સ્પેસ સેન્ટર એયુના ઇટેડસ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના ૧૦ફિલ્ડ સેન્ટરમાંનું એક છે.

એન્થે સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને આકાશના વ્યાપક કોચિંગ પ્રોગ્રામ્સનો લાભ મળશે, જે વિદ્યાર્થીઓને NEET, JEE, રાજ્ય CET અને NTSE અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્કોલરશિપ પરીક્ષાઓ માટે તૈયાર કરે છે

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના સીઇઓ અને એમડી શ્રી દીપક મેહરોત્રાએ કહ્યું કે, “એન્થે એ અસંખ્ય વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ અને ક્ષમતાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ANTHE 2024 સાથે, અમે ભવિષ્યના ડોકટરો અને એન્જિનિયરોને ઉછેરવા અને આગામી એપીજે અબ્દુલ કલામ, એચજી ખોરાના, એમએસ સ્વામીનાથન અને જેસી બોસવની શોધ કરવા માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ શરૂ કરી રહ્યા છીએ જેઓ અગ્રણી કાર્ય કરશે અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત  ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવશે.”

પોતાના 15માં સફળ વર્ષનું સેલિબ્રેશન કરતા એન્થે પાસે ટોચની ઉપલબ્ધિઓને હાસિલ કરનારને તૈયાર કરવાનો પણ એક વિશિષ્ટ રેકોર્ડ છે. વર્ષોથી પોતાના ઘણા વિદ્યાર્થીઓએ NEET UG અને JEE  એડવાન્સ્ડમાં ટોચના રેન્ક સહિત પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ કે જેમણે એન્થે દ્વારા આકાશમાં પ્રવેશ મેળવ્યો અને ટોચના રેન્ક મેળવ્યા છે. જેમાં ઋષિશેખર શુક્લા (JEE Advanced 2024 AIR 25); ક્રિષ્ના સાંઈ શિશિર (JEE એડવાન્સ્ડ 2024 AIR 67); અભિષેક જૈન (JEE એડવાન્સ્ડ2024 AIR 78)નો સમાવેશ થાય છે. જ્યારે NEET 2023 માં અમારા ટોપ સ્કોરરમાં કૌસ્તવ બૌરી (AIR 03) ; ધ્રુવ અડવાણી (AIR 05); સૂર્ય સિદ્ધાર્થ એન (AIR 06); આદિત્યની રાજે (AIR 27) અને આકાશ ગુપ્તા (AIR 28)નો સમાવેશ થાય છે.

એન્થે 2024નું આયોજન 19-27 ઓક્ટોબર, 2024 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કરવામાં આવશે.100% સુધીની સ્કોલરશિપ ઉપરાંત ટોચના સ્કોર કરનારાઓને રોકડ પુરસ્કારો પણ પ્રાપ્ત થશે.

એન્થે ઑફલાઇન પરીક્ષાઓ 20 અને 27 ઑક્ટોબર, 2024 ના રોજ સવારે 10:30  થી 11:30 સુધી દેશભરમાં આકાશ ઇન્ટિસ્ટ્યુટના તમામ 315 થી વધુ કેન્દ્રો પર આયોજીત કરવામાં આવશે, જ્યારે ઑનલાઈન પરીક્ષાઓ ઑક્ટોબર 19 થી 27, 2024 દરમિયાન કોઈ પણ સમયે લઈ શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.

એન્થે એ એક કલાકની કસોટી હશે,જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓની ગ્રેડ અને સ્ટ્રીમ આકાંક્ષાઓના આધારે 40 મલ્ટિપલ પસંદગીના પ્રશ્નો હશે. ધોરણ VII-IX વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ,કેમેસ્ટ્રી બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી જેવા વિષયોને આવરી લેશે. મેડિકલ એજ્યુકેશન માટે મહત્વાકાંક્ષી ધોરણ10ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ,કેમેસ્ટ્રી બાયોલોજી અને મેટલ એબિલિટીને આવરી લેશે જ્યારે આ જ વર્ગના એન્જિનિયરિંગના ઉમેદવારો માટે પ્રશ્નો ફિઝિક્સ,કેમેસ્ટ્રી બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટીને આવરી લેશે. એવી જ રીતે ધોરણXI-XII ના વિદ્યાર્થીઓ માટે કે જે ઓ NEET પ્રશ્નો માટે લક્ષ્ય રાખે છે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજી ને આવરી લેશે જ્યારે એન્જિનિયરિંગના ઉમેદવારો માટે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સને આવરી લેશે.

એન્થે 2024 માટે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ઑનલાઇન પરીક્ષા શરૂ થવાના ત્રણ દિવસ પહેલા અને ઑફલાઇન પરીક્ષાના સાત દિવસ પહેલા છે. ઑફલાઇન અને ઑનલાઇન મોડ માટે પરીક્ષા ફીરૂ. 200 છે. જો વિદ્યાર્થીઓ 15મી ઓગસ્ટ 2024 પહેલાં નોંધણી કરાવે તો તેઓ રજિસ્ટ્રેશન ફી પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

એન્થે 2024નું રિઝલ્ટની વાત કરીએ તો,ધોરણ X નાવિદ્યાર્થીઓનું રિઝલ્ટ 08 નવેમ્બર, 2024,ધોરણ VII થી IX માટે 13 નવેમ્બર, 2024 અને ધોરણXI અને XII ના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ રિઝલ્ટ અમારી એન્થેની વેબસાઇટ anthe.aakash.ac.in.  પર ઉપલબ્ધ થશે.

Related posts

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

amdavadpost_editor

રિલાયન્સ રિટેલ પ્રસ્તુત કરે છે – ધ વેડિંગ કલેક્ટિવ : તમારા ડ્રીમ વેડિંગ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન

amdavadpost_editor

સોની બીબીસી અર્થના અદભુત સપ્ટેમ્બર પ્રસારણ સાથે જીવંત મહેસૂસ કરો

amdavadpost_editor

Leave a Comment