Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એના સ્થાનેથી સાહસ કરીને બોલું છું: શસ્ત્ર વેંચવાના બંધ કરી દો ને!: મોરારીબાપુ

શસ્ત્રથી ક્યારેય શાંતિ નહીં આવે,શસ્ત્રની જગ્યાએ શાસ્ત્રોની સ્થાપના કરવી પડશે.
જે વિશ્વ શાંતિની વાતો કરે છે એ જ શસ્ત્રો વેંચે છે! મૂળમાં આ જ ખોટ છે.
બુદ્ધિમાં બુદ્ધત્વ પ્રગટે તો શાંતિ આવે.

વિશ્વના વડામથકની કગાર પર વહી રહેલી કથાધારામાં આજે સાતમા દિવસની કથામાં પ્રવેશ કરતા કહ્યું કે હું માત્ર તમને સંભળાવવા નથી આવ્યો.તમે તો નિરંતર મને સાંભળી રહ્યા છો.હું અહીના આકાશને,જળ તત્વને,આ ભૂમિને,આ વાયુ મંડળને અને જ્યાં પ્રેમાગ્નિને બદલે વૈરાગ્નિ સળગી રહ્યો છે એ સળગાવનાર અગ્નિ તત્વને સંભળાવવા આવ્યો છું.

ખાસ કરીને આ કથા માટે મારા શ્રોતાઓ પંચતત્વ છે.ભગવાન કરે ને અહીં આ ગાયન પહોંચે!

આ બધું થવા છતાં શાંતિ કેમ નથી આવતી?

બાપુએ કહ્યું કે ત્રણ વાત મને સમજાય છે:એક- શસ્ત્રથી ક્યારેય શાંતિ નહીં આવે,શસ્ત્રની જગ્યાએ શાસ્ત્રોની સ્થાપના કરવી પડશે.શસ્ત્રથી કેમ થશે, કારણ કે જે વિશ્વ શાંતિની વાતો કરે છે એ જ શસ્ત્રો વેંચે છે! મૂળમાં આ જ ખોટ છે.ગુજરાતીમાં કહેવત છે ખાટલે મોટી ખોડ.

સાથે-સાથે એ પણ કહ્યું કે શાસ્ત્ર ઉતરે છે, મનીષીઓની મનીષા ઊતરે ત્યારે હૃદયમાં થઈને દિમાગમાં આવે છે.જે શાસ્ત્ર વાયા હૃદય નથી આવતું એ શાસ્ત્ર પણ શસ્ત્ર બની જાય છે.

મહાભારતમાં શસ્ત્ર ઉઠયું છે,પણ યુદ્ધના મેદાનમાં ભગવત ગીતા આવી છે.રામાયણમાં ધર્મરથ આવ્યો છે.એટલે લટકણિયા મુક્ત વિશેષ શાસ્ત્રની સ્થાપના કરવી પડશે.બીજું-આપણી બુદ્ધિમાં જ્યાં સુધી બેવકૂફી હશે ત્યાં સુધી શાંતિ નહીં આવે.બુદ્ધિમાં બુદ્ધત્વ પ્રગટે તો શાંતિ આવે.

આપણે બેહોશીમાં છીએ ત્યારે કોઈ પણ પ્રહાર કરી લે છે.બુધ્ધપુરૂષનાં છ લક્ષણો બાપુએ બતાવ્યા:

એક-ઔદાર્ય-ઉદારતા.સહન ન કરી શકીએ એટલી ઉદારતા.

બે-જેમાં સૌંદર્ય હોય એટલે કે સુંદરતા.

ત્રણ-જેનામાં માધુર્ય હોય-મધુરતા

ચાર-જેનામાં ગાંભીર્ય હોય-ગંભીરતા

પાંચ-જેમાં ધૈર્ય હોય-ધીરતા.

છ-જેમાં શૌર્ય હોય-શૂરવીરતા હોય.

બાપુએ કહ્યું કે કોઈ કહે છે કે હું જીતીશ તો યુદ્ધ બીજા જ દિવસે બંધ થઈ જશે અને હું નહીં આવું તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે.

હું સાહસ કરીને એના સ્થાનેથી બોલું છું:શસ્ત્ર વેંચવાના બંધ કરી દો ને!

બુદ્ધત્વનો મતલબ છે:જાગૃતિ,સાવધાની.

જ્યારે હું ‘બુદ્ધપુરુષ’ બોલું છું તો ઘણા પૂછે છે કે આપની બુદ્ધપુરુષની પરિભાષા શું છે? મેં ઘણા બુદ્ધ પુરુષોને સાંભળ્યા છે,જોયા છે,જાણ્યા છે,ત્રિભોવન દાદાને જોયા છે ત્યારે મારા મનમાં એક વ્યાખ્યા બની છે.બાપુએ બુધ્ધપુરૂષનાં છ લક્ષણોને વિસ્તારથી સમજાવ્યા.રામચરિતમાનસનાં લંકાકાંડમાં ધર્મરથની વાત આવી છે-યુધ્ધ દરમિયાન,મહાભારતમાં હજી યુધ્ધ શરુ થવા-થવામાં છે ત્યારે ભગવદ ગીતા આવી છે.ધર્મરથની પંક્તિઓને ગાઇને એના પર બાપુએ સંવાદ રચ્યો.

અને ત્રીજું-તિરસ્કારથી વસુધૈવકુટુંબકમ નહી થાય,સ્વિકારથી થશે.પોતાનો સ્વભાવ થોડો સુધારો,વિપત્તિઓને પ્રભુનો પ્રસાદ સમજીને સત્કાર કરતા શીખો.

મહાવીર સ્વામીએ કહ્યું છે કે:ઉદ્યોગથી પણ હિંસા ન થવી જોઇએ અને આજે હિંસાના ઉદ્યોગો ચાલુ થયા છે!

એક કુટુંબ સાથે સાત વસ્તુઓ જોડાયેલી છે:કૂળ,વંશ,જાતિ,દેશ,કાળ,સ્વભાવ.

કથા પ્રવાહમાં ધનુષ્ય ભંગ,સિતારામ વિવાહ અને પરશુરામનું આગમન-ગમન વર્ણવાયુ.કન્યા વિદાય બાદ બાલકાંડનાં અંતમાં વિશ્વામિત્રની વિદાય સાથે બાલકાંડનું સમાપન થયું.

*શ્રી તુલસી જન્મોત્સવ-૨૦૨૪નાં કાર્યક્રમો તેમજ જીવંત પ્રસારણનું સમય પત્રક:*

*પરમ વંદનીય ગ્રંથ શ્રી રામચરિતમાનસનાં રચયિતા ગોસ્વામિ શ્રી તુલસીદાસજીનો પાવન જન્મોત્સવ દર વરસે ચિત્રકૂટધામ-તલગાજરડામાં મોરારિબાપુના સાંન્નિધ્યમાં અગ્રણી વિદ્વાનો, સાહિત્યકારો, કથાકારોની ગરિમામય ઉપસ્થિતિમાં ઉજવાય છે.*

*તે નિમિત્તે આ વરસે તુલસી જન્મોત્સવ કૈલાસ ગુરૂકૂળ-મહૂવા ખાતે ૭ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધી સાહિત્ય સંગોષ્ઠી તેમજ વિવિધ એવોર્ડ અર્પણવિધિ યોજાશે.*

*તા-૭ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી સાહિત્ય સંગોષ્ઠી દરરોજ સવારે ૯:૩૦થી ૧૨:૩૦ અને સાંજે ૪થી ૭:૦૦ વાગ્યા સુધી.*

*રત્નાવલી,તુલસી,વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ સમારંભ ૧૧ ઓગસ્ટ સવારે ૯:૩૦થી ૧૨:૩૦ દરમિયાન યોજાશે.*

*સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ આ જ સમયે આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તથા સંગીતની દુનિયા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.*

 

Related posts

સેમસંગના ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સાથે Samsung.com પર અને સેમસંગ એક્સ્ક્લુઝિવ સ્ટોર્સમાં સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર આકર્ષક ઓફરોનું પુનરાગમન

amdavadpost_editor

સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)એ કેન્દ્રિય બજેટ 2025માં માળખાકીય વિકાસ અને ડિકાર્બનાઇઝેશનની પહેલોનું સ્વાગત કર્યું

amdavadpost_editor

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

amdavadpost_editor

Leave a Comment