Amdavad Post
ગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પીએમ મોદીનું નવું મિશન, 1000 કરોડ રૂપિયાનું બનાવાશે વેન્ચર કેપિટલ ફંડ, ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે

દિલ્હી 08 ઓગસ્ટ 2024: નરેન્દ્ર મોદી સરકારમાં સ્પેસ ક્ષેત્ર ભારતે અનેક સિદ્ધિઓ સર કરી છે. ત્યારે કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર આગામી 10 વર્ષ સ્પેસ સેક્ટરને પાંચ ગણો વધારવા માટે 1000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ (VC) ફંડ બનાવશે. આમાં ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આ ફંડ પ્રાઇવેટ સેક્ટરમાં સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને પ્રોત્સાહન આપશે.

આ 1 લાખ કરોડ રૂપિયાના મોટા ફંડનો ભાગ છે, જે અલગ-અલગ ઉદ્યોગોમાં પ્રાઇવેટ સેક્ટરના ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્પેસ ટેકનોલોજીમાં કામ કરનારી કંપનીઓને નેશનલ ઇન્ડિસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્વીકૃત 12 ઇન્ડસ્ટ્રિયલ પાર્કોમાં જગ્યા આપવામાં આવશે.

સ્પેસ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિયોએ આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું. ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA)ના મહાનિર્દેશક, લેફ્ટિનેંટ જનરલ એકે ભટ્ટાએ કહ્યું, આગામી દશકામાં ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થાને પાંચ ગણી વધારવાની બજેટની દ્રષ્ટિ આ ક્ષેત્ર પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.  તેમણે કહ્યું કે આ ઉપાય ભારતના સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે.

બેંગ્લોર સ્થિત દિગંતરા, જે અંતરિક્ષની મેપિંગ કરે છે અને જેને પીક XV પાર્ટનર્સ અને સિડબી જેવી કંપનીઓ પાસેથી ફંડિંગ મેળવી છે. તે કંપનીએ કહ્યું કે “અંતરિક્ષ જેવા વ્યૂહાત્મક ક્ષેત્ર માટે વધારે ઘરેલૂ ગ્રાહક હોવા મહત્વપૂર્ણ છે અને સરકાર દ્વારા પ્રાથમિક ગ્રાહકના રૂપમાં કાર્ય કરવું જરૂરી છે, જે ડિમાંડને ગતિ આપે છે અને એક મજબૂત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.”

આ જાહેરાતથી ભારતમાં 180થી વધારે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અંતરિક્ષ ટેકનોલોજી સ્ટાર્ટઅપને ફાયદો થવાની આશા છે. આ ભારતને ગ્લાબલ કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં એક મુખ્ય ખેલાડીના રૂપમાં સ્થાપિત કરવાના સરકારના પ્રયોસો ઉપર ભાર આપશે.

Related posts

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ, સ્પર્ધા નહીં.

amdavadpost_editor

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વોચ 7, ગેલેક્સી વોચ અલ્ટ્રા બડ્સ 3 સિરીઝ લોન્ચઃ આકર્ષક ઓફરો માટે હવે પ્રી- બુક કરો

amdavadpost_editor

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment