Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સિમ્બાયોસિસ એમબીએમાં એડમિશન હવે SNAP ટેસ્ટ 2024ના માધ્યમથી ઓપન થયું

ઇન્ડિયા, 9મીઓગસ્ટ 2024: સિમ્બાયોસિસ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SNAP) 2024ના માધ્યમથી ‘સિમ્બાયોસિસ MBA’ પ્રોગ્રામ્સ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.  ભારતમાં આ અત્યંત પ્રતિષ્ઠિત એન્ટ્રસ એક્ઝામ એ 5 ઓગસ્ટ 2024ના રોજ પોતાની રજીસ્ટ્રેશન વિન્ડો ઓપન કરી દીધી છે.

અરજદારોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા, એલિજિબિલિટી ક્રાઈટેરિયા અને અન્ય આવશ્યક માહિતીની વ્યાપક વિગતો માટે સત્તાવાર SNAP વેબસાઇટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ટેસ્ટસિટી અને ટેસ્ટ તારીખની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

2024 માટે SNAP કમ્પ્યુટર-આધારિતટેસ્ટ (CBT) ત્રણઅલગ-અલગતારીખો 8 ડિસેમ્બર 2024 (રવિવાર), 15 ડિસેમ્બર 2024 (રવિવાર) અને 21 ડિસેમ્બર 2024 (શનિવાર) માટે નિર્ધારિત કરવામાં આવી છે. SNAP 2024 પરીક્ષાનાપરિણામોની અત્યંત અપેક્ષિત જાહેરાત 8 જાન્યુઆરી, 2025 (બુધવાર)ના રોજ યોજાશે.

આગામી કસોટી મહત્વાકાંક્ષી ઉમેદવારોને સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડયુનિવર્સિટી) અંતર્ગતની 17 સંસ્થાઓમાં એક જ અરજી ફોર્મ સાથે 27 કાર્યક્રમોમાં અરજી કરવાનો અવસર આપે છે.

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડયુનિવર્સિટી)ના વાઇસ ચાન્સેલર ડો. રામકૃષ્ણ નરમને કહ્યું કે,  “સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં અમે ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો કે જેઓ નવીન અને શ્રેષ્ઠ સમસ્યા ઉકેલનારા છે, તેમના વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ. SNAP એ એવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેનું ગેટવે છે, જ્યાં મેનેજમેન્ટમાં લાભદાયી કારકિર્દીની તક સાથે મહત્વપુર્ણ શિક્ષણ શક્ય છે. અમે મહત્વાકાંક્ષીઓને પ્રોત્સાહિત કરીએ છીએ.  વિદ્યાર્થીઓ આ તકનો લાભ ઉઠાવે અને અમારી સાથે તેમની શ્રેષ્ઠતાની સફર શરૂ કરે”

આ એક્ઝામ ભારતભરના 80 શહેરોમાં લેવામાં આવશે અને ઉમેદવારો આ એક્ઝામને ત્રણ વખત આપી શકશે.  “ત્રણમાંથી શ્રેષ્ઠ” અભિગમને અનુસરીને આ પ્રયાસોમાંથી સૌથી વધુ સ્કોર ગણવામાં આવશે.  દરેક પ્રયાસ માટેની રજીસ્ટ્રેશન ફી રૂ. 2250 છે, જેમાં કાર્યક્રમ દીઠ રૂ.1000 નીવધારાની ફી લાગુ કરવામાં આવી છે.

સિમ્બાયોસિસ નેશનલ એપ્ટિટ્યુડટેસ્ટ (SNAP) માટેની પાત્રતા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% ગુણ (અનુસૂચિતજાતિ / અનુસૂચિત જનજાતિ માટે 45%) સાથે સ્નાતકની ડિગ્રી ધરાવવી જરૂરી છે.  અંતિમ વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, જો તેઓ તેમની અંતિમ પરીક્ષાઓમાં જરૂરી લઘુત્તમ ગુણ મેળવે. ફોરેન યુનિવર્સિટીઓમાંથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) પાસેથી સમકક્ષ પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે.

SNAP સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) સાથે જોડાયેલી અસંખ્ય પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાઓના ગેટવેના રૂપમાં સેવા આપે છે, જે MBA પ્રોગ્રામ્સની વાઈડ રેન્જમાં પ્રવેશ પ્રદાન કરે છે.  SNAPના માધ્યમ થકી ઉમેદવારોને આવકારતી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એસઆઈબીએમ પુણે, એસઆઈસીએસઆર, એસઆઈએમસી, એસઆઇઆઇબી, એસસીએમએચઆરડી, એસઆઈએમએસ, એસઆઈડીટીએમ, એસસીઆઈટી, એસઆઈઓએમ, એસઆઈએચએસ, એસઆઈબીએમબેંગલુરુ, એસએસબીએફ, એસઆઇબીએમ હૈદરાબાદ, એસએસએસએસ, એસઆઈબીએ, એસ.આઈ.બી.એમનાગપુર, એસઆઈબીએમ નોયેડા, અનેસીબન્સ સ્કેનનો સમાવેશ થાય છે.  આ પરીક્ષણ મહત્વાકાંક્ષી વ્યાવસાયિકોને વ્યવસાયઅને સંચાલનમાં કારકિર્દી તરફનો માર્ગ પ્રદાન કરે છે.

50થી વધુ વર્ષની વિરાસત સાથે સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ગર્વથી પ્રતિષ્ઠિત NAAC A++ માન્યતાધરાવે છે.  NIRF 2023 રેન્કિંગમાં આ યુનિવર્સિટી કેટેગરીમાં 32મા ક્રમે હતી. વૈશ્વિક સ્તરે આ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા 641-650 રેન્જમાં ક્રમાંકિત છે અને નોકરીદાતાની પ્રતિષ્ઠા માટે વિશ્વભરમાં 31મું સ્થાન ધરાવે છે અને તેને આ શ્રેણીમાં ભારતની ટોચની યુનિવર્સિટી બનાવે છે.  વધુમાં સિમ્બાયોસિસને QS ઇન્ડિયા રેન્કિંગમાં ભારતની બીજી શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે.

પુણે, હૈદરાબાદ, નાગપુર, નાસિક, નોઈડા અને બેંગલુરુમાં કેમ્પસ સાથે સંસ્થા ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સર્વગ્રાહી વિકાસની તકો પૂરી પાડીને ભાવિ લીડર્સને વિકસિત કરવા માટે સમર્પિત છે.

સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી)ભવિષ્યના લીડર્સને વિશ્વ કક્ષાનું શિક્ષણ અને સર્વગ્રાહી વિકાસ માટેની તકો પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે

SNAP 2024 વિશે વધુ માહિતી માટે અને તમારું રજીસ્ટ્રેશન શરૂ કરવામાટે https://www.snaptest.org/ ની મુલાકાત લો.

 

Related posts

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

amdavadpost_editor

બ્યુટી ગેરેજ પ્રોફેશનલ વાળની સંભાળમાં ભારતીય નવીનતાઓનું અનાવરણ કરતા આકાર એક્સ્પોમાં અગ્રેસર

amdavadpost_editor

લાઇફસ્ટાઇલના નવા કલેક્શનની સાથે તમારા તહેવારની સ્ટાઇલ ઉજવો

amdavadpost_editor

Leave a Comment