Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત 25મી ઓગસ્ટ 2024: ભારતના પૂર્વીય રાજય ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે નદીમાં પુર તેમજ જમીન ધસી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય બાપુને આ ઘટનાની જાણ થતાં તેમણે પુરને કારણે માર્યો ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૩૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સેવા ત્રિપુરા સ્થિત રામકથાના શ્રોતાઓ ( કાનુભાઈ જાલન) દ્વારા પહોંચતી કરવામાં આવશે. 
બીજી તરફ નેપાળમાં મહારાષ્ટ્રના યાત્રાળુઓની એક બસ ખીણમાં ખાબકતા ૨૭ લોકોનાં મોત નિપજયા છે. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  નેપાળમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી વિગતો મેળવીને મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને કુલ મળીને રુપિયા ૭,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. 

Related posts

ગુજરાતમાં પ્રથમવાર ઝુપડપટ્ટીના બાળકોએ ભેગા થઈ 3 રોકેટ બનાવ્યા અને સફળ પરીક્ષણ કર્યું

amdavadpost_editor

અનંત ભાઈ અંબાણીના લગ્ન: સંસ્કૃતિ અને શક્તિને જોડતી ભવ્ય ઉજવણી

amdavadpost_editor

બુધવારે ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ-2024ના ડેબ્યુટન્ટ્સના મુકાબલામાં અમદાવાદ એસજી પાઇપર્સ અને જયપુર પેટ્રિયોટ્સ ટકરાશે, બંને ટીમનું નોકઆઉટ સુધી પહોંચવાનું લક્ષ્ય

amdavadpost_editor

Leave a Comment