ચેન્નાઈ 06 સપ્ટેમ્બર 2024: યુવા દિયા ચિતાલે દબંગ દિલ્હી ટીટીસી માટે ગેમ ચેન્જર સાબિત થઈ, કારણ કે- તેણે બીજી સેમિફાઈનલની અંતિમ ક્ષણોમાં પોતાને શાંત રાખી ધીરજ સાથે 2018 ની યુટીટી ચેમ્પિયન ટીમ દબંગ દિલ્હીને શુક્રવારે ફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રથમ સિઝન રમી રહેલ અમદાવાદ એસજી પાઈપર્સ સામે દબંગ દિલ્હીએ 8-6ના અંતરથી જીત હાંસલ કરી હતી. શનિવારે યોજાનારી ગ્રાન્ડ ફિનેલામાં પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસીનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સથી થશે. અમદાવાદ માટે બાર્ડેટે સાથિયાનને 2-1થી હરાવી શાનદાર શરૂઆત કરી હતી. જોકે ઓરાવન પરનાંગે ફોર્મમાં રહેલ વર્લ્ડ નંબર-13 એવી બર્નાડેટ સજોક્સને 3-0 (11-7, 11-9, 11-9)થી હરાવી દિલ્હીને 4-2ની લીડ અપાવી. આ સજોક્સની સિઝનની બીજી હાર હતી અને તેની 4 મેચની જીતનો સિલસિલો અટક્યો. પરનાંગ/સાથિયાને પછી બર્નાડેટ/માનુષની જોડીને 0-3થી તથા અંતિમ મેચમાં દિયા ચિતાલે એ રીથ રિશિયાને 2-0 (11-8, 11-4)થી હરાવી દિલ્હીને જીત અપાવી હતી.