Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે LG ઇલેક્ટ્રોનિક્સે તેનું સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવર લૉન્ચ કર્યું

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર, 2024: ભારતમાં સક્રિય ટોચની કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેના સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે દ્રષ્ટિની ખામી ધરાવતા લોકને મદદરૂપ થવા માટેની એક અભૂતપૂર્વ પહેલ છે. આ નવીનીકરણને પગલે દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો LG એર કન્ડિશનર્સનું સંચાલન સ્વતંત્ર રીતે કરી શકશે, જે તેમનો યુઝર એક્સપીરિયેન્સ વધારશે અને સમાવેશીતાને પ્રોત્સાહન આપશે.

નેશનલ એસોસિયેશન ફૉર ધી બ્લાઇન્ડ (NAB)ના પ્રતિનિધિઓ અને LGના અગ્રણીઓ સહિત પ્રતિષ્ઠિત મહેમાનોએ આ લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. બ્રેઇલ AC રીમોટ કવરનું જીવંત નિદર્શન એ આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર હતું, જેમાં આ ઉત્પાદન કેવી રીતે દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોની LG એર કન્ડિશનર્સનું સંચાલન કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દેશે તેને રજૂ કરવામાં આવ્યું હતું.

છેલ્લાં 27 વર્ષથી LG ગ્રાહકોની વિકસતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટે અત્યાધુનિક હૉમ એપ્લાયેન્સિસ અને એન્ટરટેઇન્મેન્ટ સોલ્યુશનોનું સર્જન કરી રહી છે. આ અદ્યતન પહેલે સમાજના તમામ વર્ગોને ટેકનોલોજી સુલભ બનાવવાની LGની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે.

આ પ્રસંગે વાત કરતાં LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના હોમ એપ્લાયન્સીસ અને એર કંડિશનરના ડાયરેક્ટર યંગમીન હવાંગએ જણાવ્યું હતું કે, ‘‘LGમાં અમારો ઉદ્દેશ્ય અમારા નવીન ઉત્પાદનો અને ટેકનોલોજીના માધ્યમથી લોકોના જીવનને વધુ સગવડભર્યું બનાવવાનો છે. ACના આ રીમોટની રચના દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે કરવામાં આવી છે, જે એ બાબતની ખાતરી કરે છે કે, તમામ લોકો ખૂબ જ સરળતાથી તેમની સુખ-સગવડોને માણી શકે. બ્રેઇલને સામેલ કરીને અમે અમારા તમામ ગ્રાહકો માટે સમાવેશીતા અને સુલભતાની દિશામાં વધુ એક ડગલું માંડ્યું છે.’’

આ લૉન્ચ અંગે વાત કરતાં LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના હૉમ એપ્લાયેન્સિસ અને એર કન્ડિશનરના સીનિયર VP શ્રી સંજય ચિત્કારાએ જણાવ્યું હતું કે, ‘‘LGમાં અમારું માનવું છે કે, નવીનીકરણનો લાભ સૌ કોઈને મળવો જોઇએ. બ્રેઇલ AC રીમોટ કવર લૉન્ચ કરવું એ દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોનું સશક્તિકરણ કરવાની દિશામાં લેવામાં આવેલું એક ઉમદા ડગલું છે, જેથી કરીને એ વાતની ખાતરી કરી શકાય કે તેઓ પણ અન્ય સૌની જેમ LGના ઉત્પાદનોની આરામદાયકતા અને સગવડને માણી શકે. અવરોધોને દૂર કરવાનો અમારો સમર્પણભાવ સમાવેશી ટેકનોલોજીના માધ્યમથી લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના અમારા મિશનના મૂળમાં રહેલો છે.’’

આ પહેલ અંગે ટિપ્પણી કરતાં નેશનલ એસોસિયેશન ફૉર ધી બ્લાઇન્ડના ડાયરેક્ટર, પ્રોગ્રામ એન્ડ પાર્ટનરશીપ મીનાક્ષી ચંદવાણીએ જણાવ્યું હતું કે, ‘‘બ્રેઇલ AC રીમોટ કવર એ સમાવેશીતાની દિશામાં લેવામાં આવેલું એક અનોખું પગલું છે. તેની મદદથી દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો જેનું સંચાલન કરવાનું મુશ્કેલ હોય તેવા ઉપકરણોને સ્વતંત્ર રીતે સંચાલિત કરી શકશે. અમે સુલભતા પ્રત્યે કટિબદ્ધતા દાખવવા બદલ LGને બિરદાવીએ છીએ અને અમને આશા છે કે તે વિકલાંગોનું સશક્તિકરણ કરવા માટે હજુ વધુ નવીનીકરણો કરશે અને સમાજમાં સમાવેશીતાને વધુ પ્રોત્સાહન આપશે.’’

બ્રેઇલ AC રીમોટ કવર એ ટેકનોલોજીથી સમાજના તમામ વર્ગોનું જીવન સુધરવું જોઇએ એ મુજબની કંપનીની માન્યતાને સુદ્રઢ બનાવવાની સાથે વિવિધ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરનારા ઉકેલોની રચના કરવાના LGના વ્યાપક પ્રયાસોનો એક હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, LG વિશ્વને વધુ સમાવેશી અને સુલભ બનાવવાના તેના વિઝનને પ્રતિબિંબિત કરનારા આ પ્રકારના નવીનીકરણોમાં રોકાણ કરવાનું ચાલું રાખશે.

બ્રેઇલ રીમોટ અનેક શહેરોમાં પસંદગીની બ્રાન્ડ શોપ્સમાં ઉપલબ્ધ છે. કોઈપણ જરૂરિયાત માટે, અમારા સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો serviceindia@lge.com.

Related posts

ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી એમ્પિયર ડીલરશિપ માટે ઈલેક્ટ્રિક ક્રાંતિમાં જોડાવા ડીલરોને આમંત્રિત કરે છે

amdavadpost_editor

TAVI: એઓર્ટિક સ્ટેનોસિસની સારવાર માટે સેફ અને ગ્લોબલ રીતે ચકાસાયેલી પ્રક્રિયા – ડૉ. પ્રિયાંક મોદી

amdavadpost_editor

વર્ક પ્લેસ પર મેન્ટલ હેલ્થની જાણવણીની જવાબદારી એમ્પ્લોયર અને એમ્પ્લોઈની સામૂહિક છે : સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યા

amdavadpost_editor

Leave a Comment