Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

AM/NS ઇન્ડિયાએ ભારતના રિન્યુએબલ એનર્જી સંક્રાંતિને ટેકો આપવા માટે વિશિષ્ટ આયાત પૂરક Magnelis®લોન્ચ કરી

· આયાત નિર્ભરતા ઘટાડે છે, ડિલીવરી સમયમાં ઘટાડો કરે છે અને આત્મનિર્ભર ભારતને ટેકો આપે છે
· ભારતના સોલાર ક્ષેત્રને સેવા આપે છે; AM/NS ઇન્ડિયા 50%થી વધુ બજાર હિસ્સાનો ટાર્ગેટ રાખે છે 

મુંબઇ 18 સપ્ટેમ્બર 2024: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્લેસર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ અસમાંતરીત કાટ પ્રતિકારકતા ધરાવતી અને સેલ્ફ-હીલીંગ (પોતાની જાતે જ સુધરતી) ગુણધર્મો સાથે વૈશ્વિક સ્તરે સ્વીકૃત્ત સ્ટીલ બ્રાન્ડMagnelis® લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે.

નવીન સ્ટીલ બ્રાન્ડનું અનાવરણ મુંબઇમાં યોજાયેલી એક ભવ્ય ઇવેન્ટમાં કરવામાં આવ્યુ હતુ. Magnelis® – કે જે આર્સેલરમિત્તલની પેટન્ટ ધરાવતી બ્રાન્ડ છે તેનું હવે ઉત્પાદન અને ભારતભરમાં વિતરણ કરવામાં આવી રહ્યુ છે, તે રીતે વ્યૂહાત્મક રીતે અગત્યની છે જે રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોના પુરવઠા કાર્યક્ષમતામાં વધારો કરે છે, તેની સાથે દેશની આયાતી સ્પેસિયાલિટી સ્ટીલ પ્રોડક્ટસ પરની નિર્ભરતામાં ઘટાડો કરે છે.

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS INDIA)ના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી દિલીપ ઉમ્મેનએ જણાવ્યુ હતુ કેભારતમાં Magnelis®નું લોન્ચ એ આત્મનિર્ભર ભારતના વિઝનમાં યોગદાન આપવાની સાથે હાઇ-પર્ફોમન્સ સ્ટીલ માટે વધી રહેલી રાષ્ટ્રની માંગ પૂરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આવી વૈશ્વિક કક્ષાની, આયાત પૂરક સ્ટીલનું ઉત્પાદન કરીને અમે ફક્ત ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉકેલો જ પ્રદાન કરતા નથી પરંતુ ભારતની ક્લિન એનર્જી સંક્રાતિને વેગ આપવામાં પણ યોગદાન આપીએ છીએ. Magnelis® એ ટકાઉ સામગ્રીનું ભવિષ્ય છે અને તેની રજૂઆત રાષ્ટ્રના વૈશ્વિક સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા તરફેના મહત્ત્વના પગલાંને અંકિત કરે છે.”

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS INDIA)ના સેલ્સ અને માર્કેટિંગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ શ્રી રંજન ધારએ જણાવ્યું હતુ કેભારતમાંMagnelis®નુ લોન્ચીંગ એ અમારા માટે અગત્યની ક્ષણ છે કેમ કે આ વિશિષ્ટ ઉકેલે વૈશ્વિક સોલાર પ્રોજેક્ટ્સમાં સ્થાપિત ક્ષમતાના 50 GWનું યોગદાન આપીને તેના પર્ફોમન્સને સાબિત કર્યુ છે. નવી ઓફરિંગનું ઉત્પાદન ડિલીવરી સમયમાં ઘટાડો કરે છે અને હેરફેર (લોજિસ્ટિક)ના ખર્ચને નોંધપાત્ર રીતે નીચુ લાવે છે, તે રીતે ગ્રાહકોને તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો માટે ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉકેલ સાથે ઘરેલુ ગ્રાહકોને પૂરું પાડે છે કેમ કે ભારત હવે રાષ્ટ્ર-નિર્માણના પ્રત્યનોમાં ડગ માંડી રહ્યુ છે. અમારા અંતિમ વપરાશકારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ક્રેશ બેરિયર્સ), કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ગ્રેઇન સિલોસ, કૃષિ સાધનો) અને બાંધકામ (પ્રિ-એન્જિનીયર્ડ બિલ્ડીંગ સ્ટ્રક્ચર્સ)નો સમાવેશ થાય છે.

Magnelis® એ એડવાન્સ્ડ એલોય કોટેડ સ્ટીલ બ્રાન્ડ છે જેમાં જસત, એલ્યુમિનીયમ અને મેગ્નેશિયમનું વિશિષ્ટ મિશ્રણ છે જે અપવાદરૂપ કાટ પ્રતિરોધકતા અને સેલ્ફ-હીલીંગ ગુણધર્મો પ્રદાન કરે છે. અગાઉ ઊંચા મૂલ્યવર્ધિત સ્ટીલની મુખ્યત્વે કોરિયા, જાપાન અને ચીનથી આયાત કરવામાં આવતી હતી જેની ડિલીવરીમાં મહિનાઓ લાગતા હતા.

AM/NS ઇન્ડિયાએ ગુજરાતમાં હજીરા ખાતે વાર્ષિક 5 લાખ ટનની ક્ષમતા સાથે Magnelis®ની પ્રોડક્શન લાઇન સ્થાપવા માટે આશરે રૂ. 1000 કરોડનું રોકાણ કર્યુ છે. AM/NS ઇન્ડિયા સોલાર પ્રોજેક્ટ માટે પૂરા પાડવામાં આવતા સ્ટીલ માટે ઘરેલુ બજાર હિસ્સામાં 50%થી વધુનો હિસ્સો ઝડપી લેવા ધારે છે. વિપરીત પર્યાવરણમા સાબિત થયેલ પ્રોડક્ટસના પર્ફોમન્સ તેને સોલાર પેનલ માઉન્ટીંગ અને અન્ય રિન્યુએબલ એનર્જી ઉપયોગીતાઓ માટે ઉમદા બનાવે છે, જે ભારતના એનર્જી સંક્રાંતિને ટેકો આપવામાં એક આંતરિક ભાગ રહેશે. AM/NS ઇન્ડિયા પહેલેથી Magnelis®ના સપ્લાય માટે ભારતના રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના મહત્ત્વના ખેલાડીઓ સાથે વાટાઘાટ કરી રહી છે જેમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. આ પ્રકારની ભાગીદારી એ વાતની ખાતરી કરશે કેMagnelis®એ દેશભરમાં રિન્યુએબલ પ્રોજેક્ટ્સની નેક્સ્ટ જનરેશનનું નિર્માણ કરવામાં અગત્યનું પરિબળ છે.

Related posts

કોટક દ્વારા યુએઈના પ્રવાસીઓ માટે ખાસ ફાલ્કન ફોરેક્સ કાર્ડ રજૂ કરાયું

amdavadpost_editor

એસકે સુરત મેરેથોન બીબ એક્સ્પો આવતીકાલે

amdavadpost_editor

ચિત્તનું ધ્યાન રાખવું કારણકે પરમાત્મા ચિત્તમાં નિવાસ કરે છે

amdavadpost_editor

Leave a Comment