Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ‘ ફળિયું ગામઠી ગરબા’ ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

એસજી હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન

નવરાત્રી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓ અને ગરબાના આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારથી ખૈલૈયાઓમાં નવરાત્રીને લઈ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ દ્વારા બજારમાં અવનવા ટ્રેડીશનલ ડ્રેસની પણ ખરીદી શરૂ કરી દીધી છે. આવામાં દરેક ખેલૈયાનો મનમાં એક સવાલ જરૂરથી થાય છે કે, આ વખતે ગરબા રમવા ક્યાં જઈશું ? તો આ સવાલનો જવાબ તમને અમદાવાદમાં આયોજિત ‘ફળિયું ગામઠી’ ગરબામાં જ મળશે.

આ વર્ષે વાઈટ ટાઈગર એન્ટરટેનમેન્ટ દ્વારા એસજી હાઇવે પર જગુઆર શોરૂમ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ફળિયુ ગામઠી ગરબામાં નવ દિવસ નવ સેલિબ્રિટી ખેલૈયાઓને ગરબા રમાડશે. આ સેલિબ્રિટીમાં સિંગર તારીકા જોશી, રીધ્ધી વ્યાસ, માનસી કુમાવત, દિવ્યા ઠાકોર, નેહા સુથાર, ધરતી સોલંકી, રૂપલ બા ડાભી, હેતલ સાધુ, મયુરી સોનીનો સમાવેશ થાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે,  ફળિયું ગામઠી ગરબા એ એક  જીવંત ઉત્સવ છે, જે નવરાત્રીના સારને પોતાના સૌથી પરંપરાગત અને આનંદી સ્વરૂપમાં એકસાથે લાવે છે. શેરી ગરબા એ આપણા સાંસ્કૃતિક વારસો છે,  જ્યાં જીવનના તમામ ક્ષેત્રના લોકો નવરાત્રિની ઉત્સવમાં તલ્લીન થઈ જાય છે. અમારું મિશન અમારા સહભાગીઓમાં એકતા, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપતા ગરબા અને રાસની સમૃદ્ધ પરંપરાઓને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવાનું છે.

તેમને ફળિયું ગામઠી ગરબા શું જોવા મળશે ?  સૌ કોઈ ખેલૈયાઓને ફળિયુ ગામઠી ગરબામાં સૌ પ્રથમ સાંસ્કૃતિક વારસાની વિશેષતા જોવા મળશે, જેમાં આયોજકો દ્વારા પરંપરાગત ગરબા રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને યુવા પેઢી તેમના મૂળ સાથે જોડાયેલી રહે અને રાસ જીવંત બને એ ઉદ્દેશ છે. આ સાથે કોમ્યુનિટી બોન્ડિંગ થકી ફળિયું ગામઠી ગરબા પરિવારો અને મિત્રોને એકસાથે લાવવા, ઉજવણી કરવા અને કાયમી યાદો બનાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ઉપરાંત ઉત્સવનો માહોલમાં ડેકોરેટિવ પ્લેસ, લાઈવ મ્યુઝિક  અને વાઇબ્રન્ટ કોસ્ચ્યુમ સાથે ફળિયું એ શેરી ગરબાને એક  ઉત્સવનું વાતાવરણ બનાવે છે, જે બધાને મોહિત કરે છે.

 

Related posts

ન્યૂ એરા: સ્કોડા ઓટો ઈન્ડિયાએ નવી ‘કાયલાક’ લોન્ચ કરી

amdavadpost_editor

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadpost_editor

મેટા અને આયુષમાન ખુરાનાએ ઓનલાઇન છેતરપીંડીઓ સામે લોકોને સશક્ત કરવા હાથ મિલાવ્યા

amdavadpost_editor

Leave a Comment