Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોર્પોરેટ ગિફ્ટ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ: એમેઝોન ગોલ્ડ-વાઉચર

ગુજરાત, અમદાવાદ 04 ઓક્ટોબર 2024: તહેવારોની સીઝન આવે એટલે કોર્પોરેટ ગૃહો પોતાના કર્મચારીઓ તથા બિઝનેસ-પાર્ટનરો સાથે તહેવારોનો આનંદ માણવા માટે વિચારશીલ, કીમતી અને સરળ માર્ગો ખોળતા અને અપનાવતા હોય છે. પાઇન-લેબ સાથેની ભાગીદારીમાં લૉન્ચ કરાયેલું એમેઝોન ગોલ્ડ વાઉચર એક સંપૂર્ણ (પર્ફેક્ટ) કોર્પોરેટ ગિફ્ટિંગ સૉલ્યુશન બની રહે છે, જેમાં એમેઝોન-પેની સવલત સહિત ગોલ્ડ સાથે ટાઇ-અપ થયેલું રોકાણ છે. કર્મચારીઓની ટીમને પ્રોત્સાહન આપવાનું હોય કે ક્લાયન્ટોની પ્રશંસા કે તેમના પ્રત્યે ભાવના દર્શાવવાની હોય, એમેઝોન ગોલ્ડ વાઉચર આ તહેવારોની સીઝનમાં એક મહત્ત્વનું ને અનિવાર્ય કોર્પોરેટ-ગિફ્ટિંગ બની રહે છે. એમેઝોન ગોલ્ડ વાઉચરને ઇશ્યુ અને પાવર કરનાર છે અગ્રણી ફિનટેક કંપની પાઇલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (પાઇન લેબ્સ).

વિવિધ બ્રાન્ડમાં ઉપલબ્ધ સીધી-સરળ ગોલ્ડ-ગિફ્ટિંગ:કોઈ એક જ બ્રાન્ડમાં મર્યાદિત હોય તેવી ગોલ્ડ-વાઉચરની પરંપરાગત ભેટથી અલગ એમેઝોન ગોલ્ડ વાઉચર એક તૈયાર ઇન્સ્ટ્રૂમેન્ટ છે, જેમાં તેના મેળવનાર વપરાશકારને કલ્યાણ, MMTC, તનિશ્ક અને જોયાલુક્કસ જેવી ભરોસાપાત્ર ગોલ્ડ-બ્રાન્ડની રૅન્જમાંથી પસંદગીની તક સીધેસીધી amazon.inઉપર મળી રહે છે.ગિફ્ટ મેળવનાર વપરાશકાર પોતાની રીતે પોતાની સ્ટાઇલ અને અગ્રતાક્રમ અનુસાર કોઈન (સિક્કા) અને સુવર્ણ (બુલિયન)થી માંડીને જર-ઝવેરાત (જ્વેલેરી)માંથી ગોલ્ડ-પ્રોડક્ટની પસંદગી કરી શકે છે.

દેશભરમાં કર્મચારીઓ સુધીની પહોંચ: amazon.inના મજબૂત લાસ્ટ-માઇલ ડિલિવરી નેટવર્કમાં એ બાબતની સુનિશ્ચિતતા કરવામાં આવે છે કે, ભારતભરનાં ટાયર-2 અને ટાયર-3 શહેરો સહિત 7000 જેટલાં ગામો-શહેરોમાં એમેઝોન ગોલ્ડ-વાઉચર વટાવી શકાય. ભૌગોલિક રીતે વિસ્તૃત વર્કફોર્સ ધરાવતા કોર્પોરેટ-ગૃહો માટે આ એક અત્યંત નોંધપાત્ર લાભપ્રદ બાબત છે, જેમાં કર્મચારી ગમે તે ખૂણામાં રહેતો હોય, પરંતુ તે આસાનીથી આ હાઈ-ક્વૉલિટી ગોલ્ડ-પ્રોડક્ટ સુધી પહોંચી શકે.

હેરાનગતિ વિનાના અનુભવ માટેની સીધી-સરળ ડિજિટલ ડિલિવરી: એમેઝોન ગોલ્ડ-વાઉચરનો ઉપયોગ કરીને કોર્પોરેટ-ગૃહો સરળતાથી ઇ-મેઇલ કે SMS જેવી ડિજિટલ ચૅનલો અથવા તો જે-તે રેસિપિયન્ટ (ભેટ મેળવનાર)ના એમેઝોન એકાઉન્ટમાં સીધેસીધા જ પહોંચાડી શકે છે. આ પદ્ધતિના કારણે, વ્યાપારી ગૃહોને ખાસ કરીને મોટાં સંસ્થાનોને પોતાના કર્મચારીગણને સ્થૂળ રીતે ગોલ્ડ કે ગિફ્ટ-કાર્ડ આપવાની કે હેરફેર કરવાની પળોજણમાંથી મુક્તિ મળે છે અને ગિફ્ટિંગ-પ્રક્રિયા પણ વધારે અસરકારક બની રહે છે. ગ્રાહક પોતાના વાઉચરને એમેઝોન-પે એકાઉન્ટમાં અન્ય ગિફ્ટ-કાર્ડની જેમ જ જમા કરાવી શકે છે. તેમાંથી યોગ્ય વાઉચરને પોતે શોપિંગ કરે તે વખતે આંશિક રીતે સુધ્ધાં વટાવી શકે છે. સાથોસાથ પોતે તેના વપરાશનો ટ્રૅક તેમજ વાઉચરની એક્સપાયરી પણ એમેઝોન એપ અને વેબ પરથી જાણી શકે છે.

તકરાર વિનાનું કોર્પોરેટ ગિફ્ટિંગ સૉલ્યુશન: ઘણી વાર કોર્પોરેટ-ગૃહો ગોલ્ડની ભેટ આપવાની બાબતમાં તે સામે છેડે મળશે કે કેમ તેની પ્રાપ્તિ, ડિલિવરી અને સલામતીના મુદ્દે પડકારજનક સ્થિતિનો અનુભવ કરતાં હોય છે.  પરંતુ એમેઝોન ગોલ્ડ વાઉચર સોનું સ્થૂળ રીતે (ફિઝિકલી) આપ્યા વિનાની વ્યવસ્થા કરીને આ બધી જ સમસ્યાઓ ઉકેલી નાખે છે. પ્રાપ્તકર્તા વ્યક્તિ કે કર્મચારી ટોપ-બ્રાન્ડમાંથી પોતે જ પસંદગી કરી શકે છે અને પોતાના ઘરના દરવાજે જે-તે પ્રોડક્ટને સલામત રીતે મેળવી શકે છે. Amazon Payનો એક અનુકૂળ અને રિવૉર્ડિંગ અનુભવ છે આ!

એમેઝોન ગોલ્ડ વાઉચરમાં ફ્લેક્સિબિલિટી, સલામતી અને વપરાશની સરળતા હોવાથી તે કોર્પોરેટ-ગિફ્ટિંગ માટે ગેમ-ચેન્જર બની રહે છે. કર્મચારીગણને રિવૉર્ડ આપવાનો હોય કે ક્લાયન્ટોને પ્રભાવિત કરવાના હોય ત્યારે આ વાઉચરો હાઈ-વેલ્યુ ગિફ્ટને સરળ, સલામત અને અનુકૂળ બનાવી દે છે, જે તેના વપરાશકારની પસંદગી મુજબ વાપરી શકાય એવી હોય છે.

 

 

 

Related posts

ચોમાસામાં ગીર અને આશિયાટિક સિંહ – ડૉ. કરીમ કડીવાર

amdavadpost_editor

મોબિક્વીકએ બજાર હિસ્સામાં વધારો કર્યો, સૌથી મોટી વોલેટ ખેલાડી તરીકે ઉભરી આવી

amdavadpost_editor

કાઈનેટિક ગ્રીન દ્વારા નવી ડીલરશિપનું ઉદઘાટન કરીને રાજકોટમાં ઈવી હાજરી વધુ મજબૂત બનાવી

amdavadpost_editor

Leave a Comment