Amdavad Post
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

38 વર્ષીયપ્રોફેશનલ સારાહને બે વર્ષ પૂર્વે મેટાસ્ટાટિક સ્તન કેન્સરનું નિદાન થયું. દેખીતી રીતે જ તેના ભાવનાત્મક અને શારીરિક પ્રવાસનો ઉતાર ચઢાવ ત્યાંથી શરૂ થયો. ડોક્ટરો સાથે કન્સલ્ટેશનમાં ઉપચારના વિકલ્પો અને જીવનની ગુણવત્તા સુધારવા માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા થઈ, જેમાં સારાહને કસરતનું મહત્ત્વ સમજાયું. તેણે જિમમાં શારીરિક ફિટનેસની પાર નિયોજનબદ્ધ કસરત કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેની માનસિક શક્તિ અને સ્થિતિ સ્થાપકતા કેળવાયા, જેણે મેટાસ્ટાટિક સ્તન કેન્સર સાથે જીવવાની કડવી વાસ્તવિકતાનો સામનો કરવો માટે તેને સક્ષમ બનાવી દીધી છે.

સારાહનો આ અનુભવ સુચારુ ઉપચાર અને કસરતનું નિયોજન એડવાન્સ્ડ સ્તન કેન્સરનો ઉપચાર કરાવ્યો હોય તેવી મહિલાઓના જીવનની ગુણવત્તા નોંધપાત્ર રીતે સુધારે છે તેનો મજબૂત પુરાવો આલેખિત કરે છે. સક્રિય રહેવાથી મેટાસ્ટાટિક સ્તન કેન્સરના ઉપચારમાં પૂરક બને છે, જે શારીરિક શક્તિ વધારે છે, થાક ઓછો કરે છે અને મૂડ સારો બનાવે છે. પારંપરિક ઉપચાર પદ્ધતિઓ સાથે કસરત ઉત્તમસાથી તરીકે ઊભરી આવી છે, જે રોગના શારીરિક અને માનસિક પ્રભાવનું ધ્યાન રાખવા માટે વ્યાપક અભિગમ પ્રદાન કરે છે. જો કે તમારા ઓન્કોલોજિસ્ટની સલાહથી તમારી કસરતોનું નિયોજન કરવાનું મહત્ત્વપૂર્ણ છે.

સંભાળ માટે સર્વ સમાવિષ્ટ અભિગમ અપનાવવાનું મહત્ત્વ

મેટાસ્ટાટિક સ્તન કેન્સરના મુશ્કેલ માર્ગ પરથી પસાર થવા સમયે સંભાળનો સર્વ સમાવિષ્ટ અભિગમ અપનાવવાનું જરૂરી બની જા. છે.

ઈલાઈટ હેમાટોઓન્કો કેર સેન્ટર એન્ડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. કૌશલ પટેલ કહે છે: “મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળ તબીબી ઉપચાર સાથે મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે શારીરિક પ્રવૃત્તિ સાથે જોડવાનું જરૂરી છેય નિયમિત કસરતો શારીરિક શક્તિ સુધારવા, થાક ઓછો કરવા અને મૂડ સારો બનાવવા માટે થેરપીઓને પૂરક બને છે. તે ઊર્જાનો સ્તર વધારીને અને બેચેની તથા દર્દ જેવી આડ અસરો ખાળીને દર્દીને મદદરૂપ થઈને ઉપચારનાં પરિણામો બહેતર બનાવે છે. પર્સનલાઈઝ્ડ કેર પ્લાનમાં કસરતો સમાવવાથી દર્દી તેમના સ્વાસ્થ્ય પર ફરીથી નિયંત્રણ મેળવી શકે છે, તેમના ઉપચારના પ્રવાસમાં તેમની શારીરિક અને માનસિક સ્થિતિસ્થાપકતા સુધારે છે.”

તમારા મેટાસ્ટાટિક સ્તન કેન્સરના ઉપચારના નિયોજનને બહેતર બનાવવા માટે શારીરિક પ્રવૃત્તિની ભૂમિકા

મેટાસ્ટાટિક સ્તન કેન્સર ઉપચાર નિયોજનમાં નિયમિત શારીરિક પ્રવૃત્તિઓને જોડવાથી ઘણા બધા લાભો મળે છે. અમુક તાજેતરનાં અધ્યયનો દર્શાવે છે કે નિયમિત કસરતો મેટાસ્ટાટિક સ્તનકેન્સર સાથે સંકળાયેલાં થાક, દર્દ અને બેચેની જેવાં સામાન્ય લક્ષણો દૂર કરવામાં મદદ રૂપ થઈ શકે છે. ઉપરાંત પુરાવા દર્શાવે છે કે ઉપચા રહેઠળ પસાર થવા સમયે નિયમિત કસરતોથી દર્દીની ઊંઘની ગુણવત્તા સુધરે છે અને એકંદર કાર્યશીલતા સુધરે છે. પાંચ યુરોપિયન દેશો અને ઓસ્ટ્રેલિયામાં હાથ ધરાયેલા ભાવિમાં ડોકિયું કરાવતા, અડસટ્ટે પરીક્ષણ- પ્રીફરેબલ- ઈફેક્ટ સ્ટડીમાં એવું બહાર આવ્યું હતું કે 9 મહિના સુધી મધ્યમથી ઉચ્ચસઘન દેખરેખ હેઠળની કસરતનો કાર્યક્રમ મેટાસ્ટાટિક સ્તન કેન્સર1 સાથે સંઘર્ષ કરતા દર્દીઓમાં કેન્સર સંબંધી થાક પર હકારાત્મક પ્રભાવ પાડે છે અને દર્દીના જીવનની ગુણવત્તા સુધારે છે.

ઉપરાંત કસરત કેન્સરના નિદાન સાથે સામાન્ય રીતે જોડાયેલા માનસિકતાણને ઓછો કરવા માટે લાભદાયી સાધનનું પણ કામ કરે છે. એન્ડોર્ફિન્સનું રિલીઝ અને સ્ટ્રેસહોર્મોન્સના ઘટાડા થકી શારીરિક પ્રવૃત્તિસ શક્તિકરણ અને સ્થિતિસ્થાપકતાની લાગણી કેળવે છે. આ આશાવાદી વિચારધારા અને સુધારિત ભાવનાત્મક સ્થિતિ દર્દીને તેમના એકંદર સંભાળના નિયોજનનું વ્યવસ્થાપન કરવામાં વધુ હકારાત્મક ભૂમિકા અપનાવવા માટે પ્રોત્સાહન આપી શકે છે.

ઉપરાંત અધ્યયન એ પણ તમારા ઓન્કોલોજિસ્ટ સાથે સલાહમસલત કરીને વિકસિત દર્દીલક્ષી ઉપચાર નિયોજન અને દર્દીલક્ષી કસરતના નિત્યક્રમને સંતુલિત રીતે જોડવાનું મહત્ત્વ આલેખિત કરે છે. એરોબિક કસરતો, સ્ટ્રેન્ગ્થ ટ્રેનિંગ હોય કે યોગા તથા ધ્યાન જેવા મન- શરીરના વ્યવહારો હોય, સક્ષમ અને આનંદદાયક ફિટનેસ નિત્યક્રમની જાળવણીની ગોપનીયતા દરેક દર્દીની અગ્રતાઓ અને ક્ષમતાઓ સાથે સુમેળ સાધતી પ્રવૃત્તિઓ ઓળખવામાં રહેલી છે.

મેટાસ્ટાટિક સ્તન કેન્સરના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પ્રગતિએ નવો આકાર આપવાનું ચાલુ રાખ્યો છે ત્યારે સર્વ સમાવિષ્ટ સંભાળ વ્યૂહરચનામાં કસરતો સમાવવાથી નોંધપાત્ર લાભ મળી શકે છે.

સારાહનો અનુભવ કસરતના પરિવર્તનકારી પ્રભાવનો દાખલો છે, જે સ્થિતિસ્થાપકતા, શક્તિ અને શાંતિના પ્રવાસ પર પ્રકાશ પાડે છે. અત્યાધુનિક ઉપચાર વિકલ્પો અને દર્દીલક્ષી ફિટનેસ નિત્યક્રમનો સમાવેશ ધરાવતો પરિપૂર્ણ અભિગમ અપનાવીને મેટાસ્ટાટિક સ્તન કેન્સરનું નિદાન થયેલી મહિલાઓને સક્રિય અને સમૃદ્ધ જીવન જીવવાની તક મળે છે.

 

Related posts

ઑલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે નિમણૂંક બાબત

amdavadpost_editor

‘મીશો મેગા બ્લોકબસ્ટર સેલ’ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, રિફંડ માત્ર 5 મિનિટમાં તરત જ ઉપલબ્ધ થશે

amdavadpost_editor

આ લગ્નસરામાં ઝિપ્પો સાથે આધુનિક મિનિમાલીઝમ અનુભવો

amdavadpost_editor

Leave a Comment