Amdavad Post
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભવ્ય આગમન: તાતિયાના નવ્કાનું વિશ્વસ્તરીય ‘શેહેરઝાદે આઇસ શો’ પહેલીવાર ભારતમાં, આજે થી અમદાવાદના ઈકેએ એરીના ખાતે

સફરના આમંત્રણ: પ્રેમ, સાહસિકતા અને કલા નો બેમિસાલ સમન્વય – મર્યાદિત બેઠકો, અપરિમિત રોમાંચ 

અમદાવાદ 18 ઓક્ટોબર 2024: પ્રેમ, રોમાંચ અને જાદુની દુનિયામાં પ્રવેશ માટે તૈયાર થાઓ, કારણ કે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને વિશ્વપ્રસિદ્ધ ફિગર સ્કેટર તાતિયાના નવ્કા પોતાનો જાણીતા ‘શેહેરઝાદે આઇસ શો’ પહેલીવાર ભારતમાં લઈને આવી રહી છે. આજે અમદાવાદના પ્રતિષ્ઠિત ઈકેએ એરીના ખાતે તેનો ભવ્ય પ્રીમિયર થનાર છે. શોનો મુખ્ય ભાગીદાર રોઝનેફ્ટ ઓઈલ કંપની આ શો રજૂ કરી રહી છે. ‘શેહેરઝાદે – આઇસ શો’ 20 ઓક્ટોબર 2024 સુધી ચાલશે, જેમાં વિશ્વસ્તરીય ફિગર સ્કેટિંગ, અદ્યતન ટેક્નોલોજી, મીઠું સંગીત અને ઉત્તેજક કોરિયોગ્રાફીનું મોહક મિશ્રણ જોવા મળશે. આ શો ‘અરેબિયન નાઈટ્સ’ની રહસ્યમય કથાઓમાંથી પ્રેરિત છે. તાતિયાના નવ્કા અને તેમની સ્ટાર કાસ્ટે આજે મીડિયા સાથે મુલાકાત કરી અને શોની મહત્વની વિગતો શેર કરી.

‘શેહેરઝાદે – આઇસ શો’ વિશ્વવિખ્યાત નવ્કા શો કંપની દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવ્યો છે અને ભારતની જાણીતી માર્કેટિંગ અને ઇવેન્ટ કંપનીઓમાંની એક, લક્ષ્ય મીડીયા ગ્રુપ, આ શો માટે ઇવેન્ટ ભાગીદાર તરીકે જોડાયો છે. આ એક અનોખું પ્રદર્શન છે, જે રશિયન ફિગર સ્કેટિંગની ઉત્તમતા ને કથાકથનની કળા સાથે બખૂબી જોડે છે. આ મોહક પ્રદર્શન અંતર્ગત પાંચ ખાસ શો યોજાશે, જે ભારતીય દર્શકો માટે એક ખૂબ જ દુર્લભ અને અનોખો મોકો હશે.

તાંત્યાના નવ્કાએ પોતાના શોને ભારતમાં લાવવાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “શેહેરઝાદે ફક્ત એક પ્રદર્શન નથી, તે એક અદ્દભુત અનુભવ છે, જેમાં વાર્તાઓ, કલા અને દૈહિક કૌશલ્યનું અનન્ય સમન્વય છે. ભારતીય દર્શકો વાર્તાઓ અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ ધરાવે છે, અને મને વિશ્વાસ છે કે અમારા શોનો જાદુ તેમને હૃદયપૂર્વક સ્પર્શશે. અમારા વિશ્વસ્તરીય કલાકારો અમદાવાદમાં ભુલાવી ન શકાય તેવા અનુભવ આપવા માટે તૈયાર છે.”

આ શોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિગર સ્કેટર્સ પોતાનું કૌશલ્ય દર્શાવશે, જેમાં તાતિયાના નવ્કા, સાઇસના રૂપમાં; વિક્ટોરિયા સિનિત્સિના, શેહેરઝાદેના રૂપમાં; નિકિતા કાત્સાલાપોવ, શાહરયારના રૂપમાં; પોવિલાસ વાનાગાસ, કિંગ મિર્ગલિના રૂપમાં; ઇવાન રિઘિની, જિનના રૂપમાં; અને એગોર મુરાશોવ, અલાદીનના રૂપમાં દેખાશે. આ કલાકારો બરફ પર રમૂજી સ્ટન્ટ અને નાટ્યાત્મક પ્રદર્શન કરશે, જે ભારતમાં પહેલાં ક્યારેય નહીં જોવામાં આવ્યું હોય. આ કલાકારો દ્વારા ‘અરેબિયન નાઈટ્સ’ની કથાઓને બરફ પર જીવંત જોવાનું પ્રદર્શન દર્શકો માટે એક અનોખો અનુભવ હશે.

તાંત્યાના નવ્કાએ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને જીવંત પરંપરાઓમાં પોતાની ઊંડી રસ દર્શાવી છે. ગુજરાતના ખાસ કાપડ કલા, ગરબા નૃત્ય અને પ્રખ્યાત શાકાહારી ખાવાના પ્રેરણા પામી તાંત્યાના ને કહ્યું, “ભારતની કલા અને સંસ્કૃતિની દુનિયાભરમાં પ્રશંસા થાય છે, અને ગુજરાતની સંસ્કૃતિક વૈવિધ્યતાએ અમને ખૂબ પ્રભાવિત કર્યું છે. આ પ્રદેશની ઉષ્ણતા અને સર્જનાત્મકતા અમને હૃદયપૂર્વક સ્પર્શે છે. મને ગુજરાતની પરંપરાઓમાં પોતાને શામેલ કરવાની અને ભારતીય સંસ્કૃતિની સુંદરતા અને ઊર્જાનો અનુભવ કરવાનો બેસબ્રીથી ઇંતઝાર છે.”

આ ભવ્ય પ્રોડક્શન જટિલ કોરિયોગ્રાફી, શાનદાર લાઇટિંગ અને મહાન વેશભૂષા સાથે એક ચમકદાર અનુભવ આપવાનું વચન આપે છે, જે તેને ભારતના સૌથી યાદગાર નાટ્યક પ્રદર્શનોમાંની એક બનાવશે. ભારતીય દર્શકો માટે આ દુર્લભ મોકો હશે કે તેઓ બરફ પર ફિગર સ્કેટિંગનો જાદુ જીવંત જોઈ શકે. ટિકિટો ઝડપી ગતિએ વેચાઈ રહી છે અને www.BookMyShow.com પર ઉપલબ્ધ છે. આ અદ્વિતીય અનુભવનો હિસ્સો બનવાનો મોકો ન ચૂકો!

Related posts

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ દરમિયાન નથિંગ અને સીએમએફ પ્રોડક્ટ લાઇનઅપ પર 50% થી વધુ ડિસ્કાઉન્ટ સાથે નથિંગએ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતની જાહેરાત કરી

amdavadpost_editor

ભારત અને ગુજરાતમાં પ્રથમવાર 18 મે શનિવારના રોજ અમદાવાદમાં બલૂન લા..લા નામનો બલૂન કાર્નિવલ યોજાશે

amdavadpost_editor

સેમસંગ ઈન્ડિયા દ્વારા ‘સોલ્વ ફોર ટુમોરો 2024’ માટે વિજેતાઓ જાહેરઃ ટીમ ઈકો ટેક ઈનોવેટર દ્વારા કમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ અને ટીમ મેટલ દ્વારા એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન એવોર્ડ જીત્યા

amdavadpost_editor

Leave a Comment