Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ ઈનોવેશન કેમ્પસના 400 વિદ્યાર્થીઓ ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ફ્યુચર-ટેક સ્કિલ્સમાં સર્ટિફાઈડ થયા

વિદ્યાર્થીઓને સેમસંગના ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ થકી AI, IoT, બિગ ડેટા અને કોડિંગમાં નિપુણતા પ્રાપ્ત કરવાની તક મળશે. 

દરેક ડોમેનના ટોપર્સને પ્રોગ્રામની પૂર્ણાહુતિ ખાતે સેમસંગ પ્રોડક્ટો સાથે રૂ. 1 લાખના રોકડ ઈનામ પ્રાપ્ત થશે. 

ગુરુગ્રામ 18મી ઓક્ટોબર 2024 – સેમસંગ ઈન્ડિયાનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ ઈનોવેશન કેમ્પસના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના 400 વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની પૂર્ણાહુતિ થઈ, જે દેશની મજબૂત ભાગીદાર તરીકે ને દેશના યુવાનોના સ્કિલિંગના તેના ધ્યેય અને # ડિજિટલ ઈન્ડિયાના પાવર આપવાના તેના ધ્યાયમાં સરકાર સાથે કામ કરવાની બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપે છે.

વિદ્યાર્થીઓને ગૌતમ બુદ્ધ યુનિર્સિટાના વાઈસ ચાન્સેલર પ્રો. આર કે સિંહા સાથે સેમસંગ એન્ડ ધ ઈલેક્ટોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ)ના અધિકારીઓની હાજરીવાળા સન્માન સમારંભમાં સર્ટિફાઈડ કરવામાં આવ્યા હતા.

વર્ષ માટે સંપૂર્ણ પ્રોગ્રામની પૂર્ણાહુતિ ખાતે દરેક ડોમેનના ટોપર્સને રૂ. 1 લાખનું રોકડ ઈનામ અપાશે અને તેમને દિલ્હી/ એનસીઆરમાં સેમસંગનાં એકમોની મુલાકાત લેવાની તક મળશે. આ મુલાકાત દરમિયાન તેમને સેમસંગની લીડરશિપ ટીમ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળશે. આટલું જ નહીં, રાષ્ટ્રીય કોર્સના ટોપર્સને આકર્ષક સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે.

“AI, IoT, બિગ ડેટા અને કોડિંગ જેવી ફ્યુચર-ટેક સ્કિલ્સમાં રાષ્ટ્રના યુવાનોને પ્રશિક્ષિત કરવા તે રાષ્ટ્રની વૃદ્ધિની ગાથામાં યોગદાન આપવા અને ડિજિટલ ઈન્ડિયા પહેલને આગળ ધપાવવા માટે સેમસંગ ખાતે મોટી યોજનાના ભાગરૂપ છે.  સેમસંગનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની બીજી સીઝન  દેશભરના યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે તેમને મૂલ્યવાન જ્ઞાન અને તાલીમ આપીને તે દિશામાં વધુ એક પગલું લીધું છે,’’ એમસેમસંગ સાઉથ વેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસ પી ચુને જણાવ્યું હતું.

સેમસંગ ઈનોવેશન કેમ્પસ ચાર મુખ્ય ટેકનોલોજી ક્ષેત્રોમાં ઊંડાણથી તાલીમ આપે છે, જેમાં AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને કેપસ્ટોન પ્રોજેક્ટ્સ અને સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગ થકી હાથોહાથનો અનુભવ પ્રાપ્ત થશે, જેનું લક્ષ્ય તેમની રોજગારક્ષમતા વધારવાનું છે. AI કોર્સના સહભાગીઓને 270 કલાકની થિયરી તાલીમ હેઠળ પસાર થવું પડશે, જે પછી પ્રોજેક્ટ વર્કના 80 કલાક વિતાવવા પડશે, જ્યારે IoT અને બિગ ડેટા કોર્સમાં નોંધણી કરાવે તેમને 160 કલાક થિયરી તાલીમ અપાશે અને સંપૂર્ણ 80 કલાકનું પ્રોજેક્ટ વર્ક રહેશે. કોડિંગ અને પ્રોગ્રામિંગમાં સહભાગીઓને સંપૂર્ણ 80 કલાકની તાલીમ અપાશે અને હેકેથોનમાં ભાગ લઈ શકશે. સેમસંગ આ પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં 3500થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપશે.

પ્રોગ્રામ ચાર રાજ્યોમાં આઠ શૈક્ષણિક સંસ્થાઓને આવરી લે છે. ઉત્તરીય પ્રદેશમાં તાલીમ કેન્દ્રો લખનૌ અને ગોરખપુરમાં સ્થાપવામાં આવ્યાં છે. ઉપરાંત બે દિલ્હી એનસીઆરમાં છે. દક્ષિણીય પ્રદેશમાં તામિલનાડુ અને કર્ણાટક તાલીમ કેન્દ્રો ચેન્નાઈ અને શ્રીપેરુમ્બુદુરમાં છે, જ્યારે બે બેન્ગલુરુમાં છે.

પ્રોગ્રામ દરમિયાન સહભાગીઓને દેશભરમાં ઈએસએસસીઆઈની માન્ય તાલીમ અને શૈક્ષણિક ભાગીદારો થકી ઈન્સ્ટ્રક્ટર પ્રેરિત સંમિશ્રિત ક્લાસરૂમ અને ઓનલાઈન તાલીમ પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે. પ્રોગ્રામ માટે નોંધણી કરાવનારા યુવાનો ક્લાસરૂમ અને ઓનલાઈન તાલીમ હેઠળ પસાર થશે અને AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં તેમનાં ચુનંદાં ટેકનોલોજી ક્ષેત્રોમાં હાથોહાથના કેપસ્ટોન પ્રોજેક્ટ પૂર્ણ કરશે.

તેમને તેમની રોજગારક્ષમતા વધારવા માટે સોફ્ટ સ્કિલ્સ તાલીમ પણ અપાશે. સહભાગીઓને ભારતભરના ઈએસએસસીઆઈના તાલીમ અને શૈક્ષણિક ભાગીદારો થકી એકત્રિત કરાશે. આ અભિગમમાં ઓફફલાઈન અને ઓનલાઈન અભ્યાસ, રોમાંચક હેકેથોન અને કેપસ્ટોન પ્રોજેક્ટ તેમ જ સેમસંગ કર્મચારીઓ દ્વારા પૂરી પડાતી એક્સપર્ટ મેન્ટરશિપનું સંયોજન સમાવિષ્ટ રહેશે.

2023માં સેમસંગ ઈનોવશન કેમ્પસે ફ્યુચર-ટેક કોર્સીસમાં 3000 વિદ્યાર્થીઓને સફળતાથી તાલીમબદ્ધ કર્યા હતા. સેમસંગનો આ પહેલમાં સહભાગ ભારતમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) થકી રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે તેની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. તે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સહિત સેમસંગના અન્ય સીએસઆર પ્રયાસોને શુભેચ્છા આપે છે. આ પહેલી થકી સેમસંગે ભારતના ભાવિ આગેવાનોનવે અર્થપૂર્ણ પરિવર્તન પ્રેરિત કરવા માટે જરૂરી શિક્ષણ અને કુશળતા પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

એસએનઆઈ લિંકઃ https://news.samsung.com/in/400-students-of-samsung-innovation-campus-certified-in-future-tech-skills-at-gautam-buddha-university

Related posts

મેરેન્ગો CIMS હોસ્પિટલ્સ દ્વારા આયોજિત વર્લ્ડ હાર્ટ ડે મેરેથોનમાં હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા

amdavadpost_editor

મલેશિયામાં રજાઓનું આયોજન કરી રહ્યાં છો? અહીં 5 શહેરો છે જે તમારી મુસાફરીની ઇચ્છા સૂચિમાં હોવા જોઈએ

amdavadpost_editor

એસ્સિલૉરે વિરાટ કોહલીની સાથે ‘ન્યૂ વેરિલક્સ કેમ્પેઇન’નો પ્રારંભ કર્યો

amdavadpost_editor

Leave a Comment