Amdavad Post
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા બેન્કિંગ નેટવર્કની વ્યાપ્તિ વધારાઈઃ અડાજણ-પલ, સુરતમાં નવું આઉટલેટ શરૂ

આ સાથે બેન્કે ગુજરાતમાં 16 બેન્કિંગ આઉટલેટ અને દેશમાં 970 બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યાં

સુરત, ગુજરાત 22મી ઓક્ટોબર 2024 – ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (ઉત્કર્ષ એસએફબીએલ) દ્વારા આજે અડાજણ- પલ, સુરત, ગુજરાતમાં તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું. આ સાથે બન્કે ગુજરાતમાં હાજરી વધુ મજબૂત બનાવીને સ્થાનિક સમુદાયો માટે બેન્કિંગ સેવાઓ વધુ પહોંચમાં આવે તેની ખાતરી રાખી છે.

આ વિસ્તરણ પર બોલતાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, ‘‘અમને ગતિશીલ વૃદ્ધિ અને સ્વર્ણિમ સમુદાય માટે ઓળખાતા સુરત શહેરમાં અમારું બેન્કિંગ નેટવર્ક વિસ્તારવાની ખુશી છે. રાજ્યમાં અમારી હાજરી મજબૂત બનાવવા માટે આ મહત્ત્વ પૂર્ણ પગલું છે. આ બેન્કિંગ આઉટલેટનું ઉદઘાટન સ્થાનિક સમુદાયોને બેન્કિંગ સેવાઓને પહોંચ આપવામાં ટેકો આપવા સાથે સ્થાનિક સમુદાયોમાં આર્થિક વિકાસ, નાણાકીય સમાવેશકતા અને સશક્તિકરણ ફૂલેફાલે તેમાં પણ મહત્ત્વ પૂર્ણ ભૂમિકા ભજવશે.’’

બેન્ક તેના ગ્રાહકોને ઘણી બધી નાણાકીય પ્રોડક્ટો અને સેવાઓ પૂરી પાડવા સુસજ્જ છે, જેમાં બચત અને ચાલુ ખાતાં, ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને રિકરિંગ ડિપોઝિટ્સનો સમાવેશ થાય છે. ગ્રાહકોની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે બેન્ક હાઉસિંગ લોન, બિઝનેસ લોન અને લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી જેવી વિવિધ લોન યોજનાઓ ઓફર કરે છે.

બેન્કિંગ આઉટલેટના તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ બેન્કિંગ ક્ષમતાઓ અને એટીએમ નેટવર્ક સાથે બેન્ક અખંચજ ગ્રાહક સેવા ઓફર કરે છે. ઉપરાંત બેન્ક ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને કોલ સેન્ટર જેવી ઘણી બધી ચેનલો ઓફર કરે છે.

ઉત્કર્ષ એસએફબીએલનું લક્ષ્ય માઈક્રો- બેન્કિંગ લોન (જેએલજી લોન), એમએસએમઈ લોન, હાઉસિંગ લોન અને લોન અગે ઈન્સ્ટ પ્રોપર્ટી વગેરે સહિત સમાજના અન્ય વર્ગોને પહોંચી વળવા સાથે વંચિત અને પહોંચી નથી શકાયા તેવા ગ્રાહક વર્ગોને નાણાકીય સેવાઓ પૂરી પાડવાનું છે. ઉપરાંત બેન્ક ગ્રાહકોને ટેબ્લેટ આધારિત એપ્લિકેશન આસિસ્ટેડ મોડેલ ‘‘ડિજીઓન-બોર્ડિંગ’’ થકી શાખાની મુલાકાત લીધા વિના બેન્ક અકાઉન્ટ ખોલાવવા માટે ગ્રાહકોને સુવિધા પૂરી પાડે છે.

Related posts

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadpost_editor

યુએન ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદે પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત કરી

amdavadpost_editor

લેગસી બ્રાન્ડ BISSELL® અદ્યતન વેટ ક્લિનિંગ સોલ્યુશન લૉન્ચ કરવા સાથે ભારતીય બજારમાં પ્રવેશી રહી છે

amdavadpost_editor

Leave a Comment