Amdavad Post
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ટ્રેલર રજૂ કરાયું: શો 15મી નવેમ્બરે રિલીઝ થશે

અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪:  ફ્રીડમ એટ મિડનાઈટનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરાયું છે. એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્માણ કરેલી ફ્રીડમ એટ મિડનાઈટમાં પડદા પાછળની ટીમ અદભુત છે. આ પ્રોડેક્ટના શોરનર અને ડાયરેક્ટર તરીકે નિખિલ અડવાણીએ સૂત્રો સંભાળ્યા છે ત્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રેવંતા સારાભાઈ અને ઈથેન ટેલર સહિતની પ્રતિભાશાળી ટીમે લખી છે.

લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરના પુસ્તક પર આધારિત આ સિરીઝમાં ભારતના આઝાદી માટેના સંઘર્ષ આસપાસની ઊથલપાછળ મચાવી દેનારી ઘટનાઓમાં ઊંડાણથી ડોકિયું કરવામાં આવ્યું છે.

સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા જવાહરલાલ નેહરુ તરીકે, ચિરાગ વોહરા મહાત્મા ગાંધી તરીકે, રાજેન્દ્ર ચાવલા સરદાર વલ્લભાઈ પટેલ, આરીફ ઝકરિયા મહંમદ અલી ઝીણા, ઈરા દુબે ફાતિમા ઝીણા, મલિશ્કા મેંડોંસા સરોજિની નાયડુ, રાજેશ કુમાર લિયાકત અલી ખાન, કેસી શંકર વી.પી. મેનન, લ્યુક મેકગિબ્ની લોર્ડ લુઈસ માઉન્ટબેટન, કોર્ડેલિયા બુગેજા લેડી એડવિના માઉન્ટબટન, અલીસ્ટેર ફિનલે આર્ચિબાલ્ડ વેવેલ, એન્ડ્રયુ ક્યુલમ ક્લેમેન્ટ એટલી અને રિચર્જ તેવરસન સિરિલ રેડક્લિફફ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

તો અગાઉ ક્યારેય નહીં તે રીતે ફ્રીડમ એટ મિડનાઈટ સાથે ઈતિહાસને ઉજાગર થતો જોવા માટે તૈયાર રહો, 15મી નવેમ્બરથી પ્રસારિત થશે, ફક્ત સોની લાઈવ પર!

ટ્રેલરની લિંકઃ

https://youtu.be/Pc3Qhwoi8-Y

 

Related posts

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadpost_editor

કોટક એક્ટિવમની દ્વારા રણવીર સિંહ સાથે #સેલરીકોજગાઓ કેમ્પેઈન રજૂ

amdavadpost_editor

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો

amdavadpost_editor

Leave a Comment