Amdavad Post
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ સોમવાર, 25 નવેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 320-335

  • એન્કર બુક શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને ઇશ્યૂ બુધવાર, 27 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે
  • આઇપીઓમાં પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના 27.9 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા બુક-બિલ્ડિંગ રૂટથી 20 લાખ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે
  • આરપીએસએલ આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કેબલ આઇડેન્ટિફિકેશન, ટેસ્ટિંગ અને ફોલ્ટ લોકેશન ઇક્વિપમેન્ટની ખરીદી માટે, 1300 KWની ક્ષમતા ધરાવતો ડીસી સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઇન-હાઉસ ટેક્નિકલ કુશળતા વિકસાવવા અને ઇલેક્ટ્રોલાઇઝર્સ જેવાં ઉપકરણો માટેનો ઉદ્દેશ્ય ધરાવે છે. બાકીની રકમ કાર્યકારી મૂડીની જરૂરિયાત અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
  • અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન)ના કોન્ટ્રાક્ટિંગના બિઝનેસમાં છે તથા પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટી/પીએસયુ/ ખાનગી કંપનીઓને દાયકાઓથી ટર્નકી સેવાઓ પૂરી પાડે છે
  • આઇએસકે એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે
 

IPO details – Rajesh Power Services Limited

 

Fresh Issue 27,90,000 Equity Shares
OFS 20,00,000 Equity Shares
Total Issue 47,90,000 Equity Shares
Issue Size 160.5 Crore (At the Upper Band)
Issue Type Fresh Issue & Offer for Sale
Issue Price (Rs.) 320-335
Issue Opens on Monday, November 25, 2024
Anchor Book opens on Friday, November 22, 2024
Issue closes on Wednesday, November 27, 2024
Anchor book 13,36,000 Equity Shares
Reservation for Market Maker 2,44,000 Equity Shares
Reservation for non-institutional 6,91,200 Equity Shares
Reservation for QIBs (Net) 9,13,600 Equity Shares
Reservation for Retail 16,04,800 Equity Shares
Lot Size 400 Equity Shares
Book Running Lead Manager ISK Advisors Private Limited
Registrar to the issue Bigshare Services Private Limited

 

અમદાવાદ 19 નવેમ્બર 2024: પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડ (“આરપીએસએલ” અથવા “કંપની”)એ જાહેર કર્યું છે કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સોમવાર, 25 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને ઇશ્યૂ બુધવાર, 27 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે. કંપની આઇપીઓ દ્વારા રૂ. 160.5 કરોડ એકત્ર કરવાનો તથા બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 320-335 નિર્ધારિત કરાયો છે અને લોટ સાઇઝ 400 ઇક્વિટી શેર્સનો રહેશે.

આઇએસકે એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

આઇપીઓમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 27.9 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા 20 લાખ ઇક્વિટી શેર્સ સુધીનો ઓફર ફોર સેલ સામેલ છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે 13,36,000 ઇક્વિટી શેર્સ, માર્કેટ મેકર માટે 2,44,000 ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ પોર્શન માટે 6,91,200 ઇક્વિટી શેર્સ, નેટ ક્યુઆઇબી માટે 9,13,600 ઇક્વિટી શેર્સ અને રિટેઇલ (આરઆઇઆઇ) પોર્શન માટે 16,04,800 ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.

આરએચપી મૂજબ આરપીએસએલ આઇપીઓમાંથી પ્રાપ્ત કુલ ભંડોળના રૂ. 25.10 કરોડનો ઉપયોગ કેબલ આઇડેન્ટિફિકેશન, ટેસ્ટિંગ અને ફોલ્ટ લોકેશન ઇક્વિપમેન્ટ (રૂ. 17.94 કરોડ) વગેરેની ખરીદી માટે, 1300 KWની ક્ષમતા ધરાવતો ડીસી સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા (રૂ. 4.16 કરોડ) તેમજ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઇન-હાઉસ ટેક્નિકલ કુશળતા વિકસાવવા અને ઇલેક્ટ્રોલાઇઝર્સ જેવાં ઉપકરણો માટે (રૂ. 3 કરોડ)નો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપની વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે રૂ. 30 કરોડ તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટિંગ તથા યુટિલિટી/પીએસયુ/પ્રાઇવેટ કંપનીઓને પાવર ટ્રાન્સમીશન માટે ટર્નકી સર્વિસિસ પૂરી પાડવાના બિઝનેસમાં દાયકાઓથી કાર્યરત છે. રિન્યૂએબલ સેક્ટરમાં કંપની સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કરવા માટે ટેક્નિકલ સેવાઓ ઓફર કરે છે તેમજ સોલર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણી માટે ટર્નકી ધોરણે કામ પણ કરે છે. નોન-રિન્યૂએબલ પાવર સેક્ટરમાં કંપની એક્સ્ટ્રા હાઇ વોલ્ટેજ (ઇએચવી) સબસ્ટેશન સ્થાપિત કરવા, અન્ડરગ્રાઉન્ડ પાવર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની ડિઝાઇન અને અમલીકરણ જેવાં ટર્નકી પ્રોજેક્ટ્સના અમલીકરણ સહિતની સેવાઓ પ્રદાન કરે છે. તે ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ સેવાઓ પણ ઓફર કરે છે, જેમાં સોલર પાવર પ્લાન્ટ્સ અને ઇએચવી સબસ્ટેશનનું સંચાલન અને મેન્ટેનન્સ સામેલ છે.

હાલમાં કંપની કેન્દ્ર સરકારના રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (આરડીએસએસ) અને ગુજરાત સરકાર ડિસ્કોમની રોબસ્ટ નેટવર્ક સ્કીમ હેઠળ મોટા પ્રોજેક્ટ્સને અમલમાં મૂકી રહી છે. આરપીએસએલ પાસે રૂ. 2358.17 કરોડની મજબૂત ઓર્ડર બુક છે, જેને આગામી ત્રણ નાણાકીય વર્ષમાં અમલમાં મૂકવામાં આવશે. કંપનીના મુખ્ય ક્લાયન્ટ્સમાં અગ્રણી સરકારી અને ખાનગી કંપનીઓ જેમકે જેટકો અને બીજી જીયુવીએનએલ કંપનીઓ, ટોરેન્ટ પાવર, અદાણી ઇલેક્ટ્રિસિટી વગેરે સામેલ છે.

શ્રી કુરાંગ પંચાલ અને શ્રી રાજેન્દ્ર બલદેવભાઇ પટેલના નેતૃત્વ અને વિઝન હેઠળ રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડ વર્ષ 2012માં ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે 1 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના સાથે સોલર પાવર ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2012માં લોંચ કરાયેલી પ્રથમ સોલર સ્કીમ હેઠળ સોલર પ્લાન્ટ સ્થાપિત કરાયો હતો. આ સોલર પ્લાન્ટ હાલમાં કાર્યરત છે તથા તેમાંથી ઉત્પાદિત વીજળી પીજીવીસીએલ ડિસ્કોમને સપ્લાય કરાય છે.

કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં કામગીરીમાંથી રૂ. 313.05 કરોડની આવક અને રૂ. 27.68 કરોડ પીએટી નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2024માં સમાન સમયગાળામાં કામગીરીમાંથી આવક રૂ. 284.96 કરોડ અને પીએટી રૂ. 26.02 કરોડ હતો.

For more information, please visit: www.rajeshpower.com

 

Related posts

અલ્ગો ભારતે ભારતમાં બ્લોકચેન ડેવલપને વેગ આપવાની પહેલ સાથે રોડ ટુ ઇમ્પેક્ટની સેકન્ડ એડિશનનો પ્રારંભ કર્યો

amdavadpost_editor

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

amdavadpost_editor

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z Fold 6 અને Z Flip 6 પર સૌથી મોટી ફેસ્ટિવ ઓફર્સ જાહેર

amdavadpost_editor

Leave a Comment