અમદાવાદ 19 નવેમ્બર 2024: પ્રસિદ્ધ અભિનેતા ખુરશેદ લોયર સોની લાઈવની બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિટનાઈડ સાથે પુનરાગમન કરી રહ્યો છે. તે મહાત્મા ગાંધીના અનુયાયી અને આઝાદીની લડત દરમિયાન અંગત સચિવ તરીકે કામ કરનારા પ્યારેલાલ નૈયરની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિરીઝ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયર્સના પ્રસિદ્ધ પુસ્તક પર આધારિત ઐતિહાસિક ગાથા છે.
સિરીઝ વિશે પોતાનો અનુભવ અને પડદા પર પુનરાગમન વિશે બોલતાં અભિનેતા ખુરશેદ લોયર કહે છે, “મેં પોતાને રિચાર્જ કરતો અને મારા કામમાં ફરીથી એકાગ્રતા લાવવા માટે મદદરૂપ થતા પ્રોજેક્ટો લઉં છું અને ફ્રીડમ એટ મિડનાઈટ જેવા પ્રોડક્ટથી વિશેષ શું હોઈ શકે? પ્યારેલાલ નૈયરની ભૂમિકા અતુલનીય અનુભવ છે. આઝાદીની લડત દરમિયાન ગાંધીજીનાં આદર્શો, મૂલ્યો અને નૈતિકતાથી શ્રદ્ધાપૂર્વક જીવતા આઝાદીના સંઘર્ષમાં બહુ ઓછા જ્ઞાત ઘણાં બધાં અન્ય પાત્રમાંથી તે એક છે. પ્યારેલાલની આઝાદીની લડતમાં સમર્પિતતાએ મને તેની તરફ દોર્યો અને હું આ ઐતિહાસિક વાર્તાનો હિસ્સો બનવાથી પોતાને રોકી શકું એમ નહોતો. અનુભવ મેં અગાઉ કર્યું નહોતું તેવાં સીન્સ કરવા સાથે અદભુત રહ્યો. નિખિલ અડવાણીનું વિઝન, પ્રતિભાશાળી કલાકારો અને સોર્સ મટીરિયલના ઐતિહાસિક મહત્ત્વને લીધે આ તક અત્યંત આકર્ષક બની રહી. મને આ વાર્તા માટે દર્શકોનો હકારાત્મક પ્રતિસાદ જોવાની ખુશી છે અને વધુ ને વધુ લોકો ભારતની આઝાદી માટે લડતનો ચમત્કાર અનુભવે તેવું ચાહું છું.’’
ફ્રીડમ એટ મિડનાઈટમાં સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોહરા, રાજેન્દ્ર ચાવલા, આરીફ ઝકરિયા, મલિષ્કા મેંડોંસા, રાજેશ કુમાર, કેસી શંકર, લ્યુક મેકગિબ્ની, કોર્ડેલિયા બુગેજા, એલિસ્ટેર ફિન્લે, એન્ડ્રયુ ક્યુલમ અને રિચર્ડ તેવરસન સહિતના અનુભવી કલાકારો છે. એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્મિત આ સિરીઝ આઝાદી માટે ભારતના સંઘર્ષને રોચક રીતે દર્શાવે છે. નિખિલ અડવાણી શોરનર અને ડાયરેક્ટર છે. ફ્રીડમ એટ મિડનાઈટ દર્શકોને મંત્રમુગ્ધ કરીને રહેશે.
જોતા રહો ખુરશેદ લોયરને ફ્રીડમ એટ મિડનાઈટમાં પ્યારેલાલ નૈયર તરીકે, ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ થાય છે.