Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી બોમ્બે દ્વારા ડિજિટલ, એઆઈ અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓમાં સંશોધનમાં આગેવાની કરવા માટે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા

  • પાંચ વર્ષની આ ભાગીદારીનું લક્ષ્ય ડિજિટલ હેલ્થ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં અત્યાધુનિક સંશોધન અને ભાવિ પેઢીની ટેકનોલોજીઓ વિકસાવવા પ્રેરિત કરવાનું છે.
  • આ જોડાણ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ અને ઉદ્યોગની મુખ્ય ઈનસાઈટ્સ આપીને તેમને ભાવિ ટેકનોલોજિકસલ પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરશે.
  • આઈઆઈટીબી ફેકલ્ટી દ્વારા વિશિષ્ટ તાલીમ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ સેમસંગના એન્જિનિયરોને ઊભરતી ટેકનોલોજીઓમાં ઊંડાણથી જ્ઞાન સાથે સુસજ્જ કરશે.

ગુરુગ્રામ, ભારત 21 નવેમ્બર 2024: સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા (એસઆરઆઈ- નોઈડા) દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (આઈઆઈટી બોમ્બે) સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કરીને ઉદ્યોગ- શિક્ષણ જગત વચ્ચે જોડાણ પ્રત્યે તેની કટિબદ્ધતા વધુ મજબૂત બનાવી છે.

આ સમજૂતી કરાર હેઠળ એસઆરઆઈ- નોઈડા અને આઈઆઈટી બોમ્બે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), ડિજિટલ હેલ્થ અને અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં બ્રેકથ્રુની ખોજ કરશે. પાંચ વર્ષની ભાગીદારીમાં સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટો હાથ ધરાશે, જે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સેમસંગ એન્જિનિયરો સાથે જોડાણ કરવાની તક આપશે.
આ અભિગમથી વિદ્યાર્થીઓ માટે નવી ક્ષિતિજો ખૂલવા સાથે તેમની ઉદ્યોગ સુસજ્જતા પણ બહેતર બનશે. ઉપરાંત તેનાથી સેમસંગના એન્જિનિયરો ડિજિટલ હેલ્થ અને એઆઈ જેવી ઊભરતી ટેકનોલોજીઓમાં આઈઆઈટી બોમ્બે પાસેથી વિશિષ્ટ તાલીમ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ સાથે સુસજ્જ બનશે.

સમજૂતી કરાર પર એસઆરઆઈ- નોઈડાના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુન રૂ અને આઈઆઈટી બોમ્બે ખાતે રિસર્ચ અને ડેવલપમેન્ટના આસિસ્ટન્ટ ડીન પ્રો. ઉપેન્દ્ર વી. ભંડારકર દ્વારા સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટ આઈઆઈટી બોમ્બે ખાતે હાથ ધરાયો હતો, જેમાં કેસીડીએચના હેડ પ્રો. રણજિથ પડિંહાતીરી, પ્રો. નિર્મલ પંજાબી અને ડો. રાઘવેન્દ્રન લક્ષ્મીનારાયણન સહિત કોઈતા સેન્ટર ફોર ડિજિટલ હેલ્થ (કેસીડીએચ)ના ફેકલ્ટી સભ્યોએ હાજરી આપી હતી.

“આ જોડાણ ઉદ્યોગની નિપુણતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું શક્તિશાળી સંમિશ્રણ આલેખિત કરે છે, જે રિસર્ચ, ઈનોવેશન અને પ્રતિભા વિકાસમાં આગેવાની માટે દ્વાર ખોલી નાખશે. અમે ડિજિટલ હેલ્થ. એઆઈ અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓના ક્ષેત્રમાં અર્થપૂર્ણ પ્રગતિ કરવા અને અસલ દુનિયાના પડકારોને પહોંચી વળવા સમાધાન વિકસાવવા માટે આઈઆઈટી-બીના અપવાદાત્મક ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે નિકટતાથી કામ કરવા ઉત્સુક છીએ. એકત્ર મળીને અમે જ્ઞાન આદાનપ્રદાન અને ઈનોવેશનની એવી ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માગીએ છીએ, જે અમારી સંસ્થા અને વિશાળ સમાજને પણ લાભદાયી ઠરી શકે,” એમ એસઆરઆઈ- નોઈડાના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુન રૂએ જણાવ્યું હતું.

‘’આજનો દિવસ રોમાંચક માઈલસ્ટોન છે, કારણ કે અમે એસઆરઆઈ- નોઈડા સાથે અમારી ભાગીદારીની વિધિસર બનાવી છે. આ સમજૂતી કરારથી ઈનોવેશન, જ્ઞાન આદાનપ્રદાન અને ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની અમારી સમાન કટિબદ્ધતા પ્રસ્તુત કરે છે. એકત્ર મળીને અમે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ઉદ્યોગ સાથે સહભાગી થાય, સંશોધનની તકોમાં પ્રગતિ કરે અને આપણા સમુદાયની વૃદ્ધિમાં યોગદાન આપવા સાથે તેમને માટે નવો માર્ગ કંડારી રહ્યા છીએ,’’ એમ આઈઆઈટી બોમ્બેના એસોસિયેટ ડીન (આરએન્ડડી) પ્રો. ઉપેન્દ્ર વી. ભંડારકરે જણાવ્યું હતું.’’

આ સમજૂતી કરાર સંયુક્ત સંશોધન પેપર્સના પ્રકાશનને પ્રોત્સાહન આપીને જ્ઞાન આદાનપ્રદાનને પ્રમોટ કરશે, જે ટેકનોલોજિકલ પ્રગતિ અને ઉદ્યોગ સાથે સુમેળ સાધતું ઈનોવેશન પ્રેરિત કરશે. આ ભાગીદારી થકી સેમસંગ અને આઈઆઈટી બોમ્બે નિપુણતાના સક્ષમ આદાનપ્રદાન માટે પાયો સ્થાપિત કરે છે, જે ભાવિ પેઢીની ટેકનોલોજીઓની સીમાઓને પાર કરશે અને ભાવિ બ્રેકથ્રુઝને પ્રેરિત કરશે.

સેમસંગ ન્યૂઝરૂમ ઈન્ડિયા
Samsung R&D Institute, Noida and IIT Bombay Sign MoU to Pioneer Research in Digital Health, AI and Other Emerging Technologies   – Samsung Newsroom India

Related posts

સ્વામિનારાયણ ગુરુકુલ કલોલ સંચાલિત PSM હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એનાયત થયો એવોર્ડ

amdavadpost_editor

જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું

amdavadpost_editor

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

amdavadpost_editor

Leave a Comment