Amdavad Post
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ માટે જાગૃતિ અને ચેરીટીરેઈઝ કરવાનો છે, આ રકમ જરૂરીયાતમંદમહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે.

ઈવેન્ટ દ્વારા સાયકલિંગઉત્સાહીઓ, ફિટનેસ ઉત્સાહીઓ અને કન્યા કેળવણી પ્રત્યે_ઉત્સાહી કોઈ પણને સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે. એનજીઓની વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની વિગત ઉપલબ્ધ છે. નોંધણી અને ચેરીટી માટે 8401281256 તથા usfvadodara@udayancare.org સંપર્ક કરી શકાશે. પેડલિંગ કરીને જરૂરીયાતમંદ દિકરીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે રીવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ કરશે.

Related posts

તનાવ-2માં સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ સાથે કબીર ફારૂકીનું પુનરાગમનઃ 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ કરાશે

amdavadpost_editor

પરમપૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિ નિમિતે અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી

amdavadpost_editor

સેમસંગ દ્વારા આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

amdavadpost_editor

Leave a Comment