Amdavad Post
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન

પેડલ ફોર એજ્યુકેટ નામની ચેરીટી ઈવેન્ટમાંથી જે રકમ આવશે તે એનજીઓ દ્વારા અંડર પ્રીવિલેજ મહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે

અમદાવાદ 08 ડિસેમ્બર 2024: ડીસેમ્બર મહિનાની શરુઆતથી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ માહોલની વચ્ચે લોકોને ફિટનેસનો મેસેજ આપવાની સાથે સામાજિક પ્રવૃત્તિ હેતુસર કોચરબ રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ચેરીટી સાયક્લોથન પેડલ ટૂ એજ્યુકેશન 2024નું અદભૂત આયોજન 8 ડિસેમ્બર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. સવારે 6 કલાકે ફૂલગુલાબી ઠંડી અને સાબરમતીના આ રમણીય માહોલમાં સાયકલિંગ ઈવેન્ટનું ફ્લેગઓફ કરાયું હતું. જેમાં અંદાજે 150 જેટલા ઉત્સાહી સાકલિસ્ટોએ ભાગ લીધો હતો. જેમને 10 કિલોમીટર અને 12 કિલોમીટર એમ બે કેટેગરીની સાયકલિંગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. સૌથી સારી વાત એ છે કે, ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા યાજાયલ આ સાયક્લોથોનનો ઉદ્દેશ્ય જરૂરીયાતમંદ દિકરીઓના શિક્ષણ માટે અને તેમના કરીયરની જાગૃતિ અંગે ભંડોળ એકત્ર કરવાનો છે, તેમને શસક્ત બનાવી ભવિષ્યમાં પગભર કરવાનો છે. લોકોની ભાગીદારી એ વંચિત કન્યાઓના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપશે.

આ અંગે વધુમાં જણાવતા ઉદયન કેરના કન્વીનર મોનલ શાહે કહ્યું હતું કે, સાયક્લોથનની ઈવેન્ટ અમે અવાર નવાર દર વર્ષે યોજતા રહીએ છીએ. આ પ્રકારની ચેરીટી ઈવેન્ટ થકી જરૂરીયાતમંદ દીકરીઓના એજ્યુકેશનમાં મદદ તો મળે જ છે પરંતુ આ સિવાય મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ, કરીયર પ્લાનિંગ,ફાયનાન્સ પ્લાનિંગને લગતા વર્કશોપ વગેરે પણ યોજીએ છીએ અને તેમને માર્ગદર્શન આપી મદદ કરી પગભર કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. અમારા આ પ્રકારના પ્રયત્નોથી ઘણીબધી મહિલાઓને મદદ મળી છે ત્યારે ફરીથી અમે આ ઈવેન્ટનું આયોજન ભણવા માગતી દિકરીઓના ઉજવળ ભવિષ્યને વેગ આપવા માટે કર્યું છે.

વિજય પટેલ કે જેમણે શરૂઆતમાં સાઇકલિંગ કર્યું હતું અને 60 દિકરીઓ માટે ફંડ એકઠું કર્યું છે. હવે અમદાવાદ ચેપ્ટર 240 છોકરીઓને શિષ્યવૃત્તિ અને કૌશલ્ય નિર્માણ માટે મદદ કરી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સામાજિક સેવાની સાથે સાથે લોકોને હેલ્ધી રહેવાનો પણ સંદેશો અમે આપીએ છીએ કેમ કે, ફિટનેસ પણ લોકો માટે ખૂબ જ જરૂરી છે.

સાયકલિંગના ઉત્સાહીઓ, ફિટનેસ ઉત્સાહીઓ અને કન્યા કેળવણી પ્રત્યે સજાગ લોકોએ સાયક્લોથોનની આ ઈવેન્ટમાં હોંશભેર ભાગ લીધો હતો. એનજીઓની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવીને લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. આ રજીસ્ટ્રેશન લોકો માટે ઓપન પર ઓલ રાખવામાં આવતા મોટો ઉત્સાહી પાર્ટીસિપેન્ટ્સ વહેલી સવારથી જોવા મળ્યા હતા. જે ખરા અર્થમાં લોકોની જાગૃતતાને દર્શાવે છે.

Related posts

હાયર ઈન્ડિયાએ તેની ડાયરેક્ટ કૂલ રેન્જ ફોનિક્સ સાથે મોર્ડન ડિઝાઇન રેફ્રિજરેટર્સની પ્રીમિયમ ગ્લાસ ડોર સિરીઝ લોન્ચ કરી

amdavadpost_editor

કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.

amdavadpost_editor

ટાટા પાવર રિન્યુએબલ એનર્જી અને ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ માટે 200 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

amdavadpost_editor

Leave a Comment