દિલ્હી, ભારત – 09 નવેમ્બર 2024– અવિવા લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા ગ્રાહકોની સુખાકારી, પારદર્શકતા અને સુલભતા પ્રત્યેની અભૂતપૂર્વ કટિબદ્ધતાની સાથે જીવનવીમાના પરિદ્રશ્યમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. દૂરંદેશી વિઝનની સાથે અવિવાએ નવીન પ્રકારના ઉત્પાદનો અને પહેલ રજૂ કર્યા છે, જેણે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઈ)ના ‘ઇન્શ્યોરન્સ ફૉર ઑલ’ મિશનની સાથે સુસંગત રહી આ ઉદ્યોગમાં એક નવા ધોરણો સ્થાપ્યાં છે.
વ્યાપક સુખાકારી પર ફૉકસ
અવિવાના અભિગમના કેન્દ્રમાં તેના ગ્રાહકો માટે વ્યાપક સુખાકારી પર ધ્યાન આપવામાં આવે છે, જે તેના આ પાંચ સ્તંભો પર આધારિત છેઃ શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી, આરોગ્યની સક્રિયપણે તપાસ, સંતુલિત પોષણ અને નાણાકીય સુરક્ષા. સુખાકારીનો આ સર્વગ્રાહી દ્રષ્ટિકોણ અવિવાના પ્રમુખ ઉત્પાદનમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં સ્માર્ટ સ્કેલ, બીપી મોનિટર, સ્માર્ટવૉચ, એઆઈ-પાવર્ડ ડાયેટ ગાઇડન્સ, જીનોમ ટેસ્ટિંગ અને ન્યુટિશનિસ્ટની સાથે પરામર્શ જેવા સ્માર્ટ હેલ્થ ટૂલ્સ પૂરાં પાડનારા પ્રીવેન્ટિવ વેલનેસ પૅકેજનો સમાવેશ થાય છે. વેલનેસ ટૂલ્સનો આ સમૂહ પૉલિસીધારકોને તેમના સ્વાસ્થ્યમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરે છે અને અવિવા દ્વારા તેના ગ્રાહકોના જીવનમાં ઉમેરવામાં આવેલા મૂલ્યોને વધારે છે.
અવિવા ઇન્ડિયાના સીઇઓ અને એમડી શ્રી અસિત રથે જણાવ્યું હતું કે, ‘એક લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર તરીકે અમારું માનવું છે કે, સાચી સુરક્ષા નાણાકીય સુરક્ષાથી ઘણી વધારે છે, તે અમારા ગ્રાહકોને વધુ તંદુરસ્ત જીવન જીવવા તેમનું સશક્તિકરણ કરવા અંગે છે. અમારો સુખાકારી-કેન્દ્રી અભિગમ જીવનવીમાને સર્વગ્રાહી સુખાકારી માટેના સ્રોતમાં ફેરવી અમારા ગ્રાહકોની તંદુરસ્તી પ્રાપ્ત કરવા તરફની યાત્રાને પરંપરાગત સીમાડાઓની પાર લઈ જવા માટે ટેકો પૂરો પાડે છે.’
અવિવાના સિગ્નેચર ઉત્પાદનો મારફતે પારદર્શકતા અને વિશ્વાસ
પારદર્શકતા અને નૈતિક આચરણ પ્રત્યેની અવિવાની કટિબદ્ધતા અવિવાના સિગ્નેચર ઉત્પાદનોની શ્રેણીમાં જોઈ શકાય છે, જેનો ઉદ્દેશ્ય ખોટી રીતે કરવામાં આવતાં વેચાણને નાબુદ કરવાનો અને પ્રત્યેક ઉત્પાદન ગ્રાહકની વિશિષ્ટ પ્રકારની જરૂરિયાતને યોગ્ય રીતે અનુરૂપ હોય તેની ખાતરી કરવાનો છે. નૈતિક ઉત્પાદનો પૂરાં પાડવા પરના આ ફૉકસે ગ્રાહકોના વિશ્વાસ અને દ્રઢતાને વધાર્યા છે, જેના પરિણામે અવિવા જીવન વીમાના ક્ષેત્રમાં અન્યોથી અલગ તરી આવે છે. અવિવાના ઉત્પાદનોના પોર્ટફોલિયોમાં જે કેટલાક નવા ઉમેરણો થયાં છે, તેની રચના લાંબાગાળાના સ્પર્ધાત્મક કમિશન મોડેલની સાથે અવિવાના સલાહકારોને સમર્થન પૂરું પાડવા માટે કરવામાં આવી છે, જે તેને લાંબાગાળે સલાહકાર તરીકેની કારકિર્દી માટે એક ટકાઉ અને લાભદાયક વિકલ્પ બનાવે છે.
શ્રી રથે એ વાત પર ભાર મૂક્યો હતો કે, ‘પારદર્શકતા અને વિશ્વાસ એ અવિવા ખાતે થતી બધી જ કામગીરીના મૂળમાં છે. અમારા ઉત્પાદનો પ્રામાણિકતા અને ઇમાનદારીની સાથે ગ્રાહકોને મૂલ્યવાન સેવા પૂરી પાડી તેમની લાંબાગાળાની સુખાકારી માટે ખરેખર લાભદાયક હોય તેવા સૂચિત વિકલ્પો પસંદ કરવા તેમનું સશક્તિકરણ કરવાના અમારા વચનને પ્રતિબિંબિત કરે છે.’
આઇઆરડીએઆઈના ‘ઇન્શ્યોરન્સ ફૉર ઑલ’ના વિઝનને સમર્થન પૂરું પાડવું
આઇઆરડીએઆઈના મિશનની સાથે અનુરૂપ રહેનારી અવિવા સમગ્ર ભારતમાં જીવનવીમાની સુલભતાને વિસ્તારવા માટે કટિબદ્ધ છે, ખાસ કરીને વંચિત ગ્રામ્ય વિસ્તારોમાં. આ વિઝનને સમર્થન પૂરું પાડવા અવિવા બીમા વાહકોની ભરતી અને તાલીમ મારફતે રોજગારીની તકો સર્જવા (ખાસ કરીને સ્ત્રીઓ માટે)ના આઇઆરડીએઆઈના બીમા ટ્રિનિટી ફ્રેમવર્કને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. આ સ્ત્રીઓ વીમા જાગૃતિ અને વિતરણને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને તેમના સમુદાયોમાં નાણાકીય સમાવેશનની પ્રમુખ એજન્ટ બની શકે છે.
ઉત્તરાખંડની પ્રમુખ જીવન વીમાકંપની હોવાને કારણે આ રાજ્ય પર ધ્યાન કેન્દ્રીત કરી અવિવા ભૌગોલિક અવરોધોને દૂર કરી રહી છે, અંતરિયાળ વિસ્તારોમાં વસતાં લોકો માટે વીમાને વધુને વધુને સુલભ અને પરવડે તેવો બનાવી રહી છે. કંપની આ માર્કેટની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરનારા સરળ અને પરવડે તેવા ઉત્પાદનો રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કંપનીની યોજના લૉ-ટિકિટ-સાઇઝ ઉત્પાદનો અને ગ્રાહકોની માંગને પૂરી કરનારા ટર્મ પ્લાન ઇન્શ્યોરન્સ લૉન્ચ કરવાનો છે, જેથી કરીને સૌ કોઈ માટે નાણાકીય સુરક્ષા સુલભ બને તેની ખાતરી થઈ શકે.
આ પ્રદેશોમાં અવિવાની જમીની સ્તરની એન્ગેજમેન્ટ સ્ટ્રેટેજીમાં જાગૃતિ પેદા કરવાની પ્રવૃત્તિઓનો, રોજગારીની તકોનું સર્જન કરવાનો અને વીમાની ઇકોસિસ્ટમમાં સમાવેશી સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો, સૌ ભારતીયોને સુરક્ષા અને મનની શાંતિ આપવાની કંપનીની કટિબદ્ધતાને બળવત્તર બનાવવાનો સમાવેશ થાય છે.
શ્રી રથે ટિપ્પણી કરી હતી કે, ‘અમે દરેક ભારતીય માટે જીવનવીમાને સુલભ બનાવવા માટે કટિબદ્ધ છીએ, પછી તેઓ દેશમાં ક્યાંય પણ રહેતા હોય અને કોઈ પણ પૃષ્ટભૂમિમાંથી આવતાં હોય. ઉત્તરાખંડના અંતરિયાળ વિસ્તારોમાં વિસ્તરણ કરીને અમે વધુને વધુ પરિવારોને નાણાકીય સુરક્ષા તો આપીશું જ પરંતુ તેની સાથે-સાથે અમે વિવિધ સમુદાયોમાં જાગૃતિ અને વિશ્વાસ પેદા કરવામાં વધુને વધુ મદદરૂપ પણ થઇશું.’
ડિજિટલ નવીનીકરણ દ્વારા ગ્રાહકોની સુવિધા વધારવી
અવિવા વીડિયો કેવાયસી જેવી ડિજિટલ પ્રગતિ સાધીને ગ્રાહકોના અનુભવમાં ધરમૂળથી પરિવર્તન લાવી રહી છે, જેની મદદથી નવા ગ્રાહકોને સુવ્યવસ્થિત અને સલામત રીતે ઑનબૉર્ડ કરી શકાય છે. વધુમાં અવિવાએ તેના ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર સેશે વીમા ઉત્પાદનો પણ લૉન્ચ કર્યા છે, જે ગ્રાહકોને આવશ્યક વીમાકવચ પ્રાપ્ત કરવાનું અગાઉ કરતાં ખૂબ જ સરળ બનાવી દે છે. યુઝર-ફ્રેન્ડલી નેવિગેશન અને પૉલિસીના સુવિધાજનક રીતે મેનેજમેન્ટની મદદથી અવિવા જીવનવીમાના ક્ષેત્રમાં સુલભતાના મામલે નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.
શ્રી રથે ઉમેર્યું હતું કે, ‘અમારું લક્ષ્ય વીમો પ્રાપ્ત કરવાનો અનુભવ શક્ય એટલો વધુ ખામીરહિત અને સુલભ બનાવવાનો છે. વીડિયો કેવાયસી અને ડિજિટલ સેશે ઉત્પાદનો જેવા નવીનીકરણોની મદદથી અમે અમારા ગ્રાહકો માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહ્યાં છીએ અને અવિવા સાથેના તેમના એકંદર અનુભવને સુધારી રહ્યાં છીએ.’
આ પહેલની મદદથી અવિવા લાઇફ ઇન્શ્યોરન્સ આજની દુનિયામાં ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર હોવાના અર્થને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. આરોગ્ય, સુખાકારી, પારદર્શકતા અને સમાવેશીતા પ્રત્યેની કટિબદ્ધતાની સાથે અવિવા લોકોના જીવનની સુરક્ષા તો કરી જ રહી છે પરંતુ તેની સાથે-સાથે લોકોને વધુ તંદુરસ્ત, નાણાકીય રીતે સુરક્ષિત અને સંતુષ્ટ જીવન જીવવા માટે તેમનું સશક્તિકરણ પણ કરી રહી છે.