Amdavad Post
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં ૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન

અમદાવાદ 11મી ડિસેમ્બર 2024: અમદાવાદમાં આ સપ્તાહનો અંત ચરમ સીમા પર હશે એટલે કે જુસ્સાનું પ્રમાણ વધી જશે, કારણ કે શહેરમાં ૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
બેલ્વેડિયર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબની સામે અદાણી શાંતિગ્રામમાં વાયા એર દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમામ ઉંમરના પ્રેક્ષકોને મોહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ આ કાર્નિવલમાં સાહસ, મનોરંજન અને લેઝરનું મિશ્રણ જોવા મળશે. એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે. સંગીત પ્રેમીઓ દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સનો પણ આનંદ માણી શકે છે.
વાયા એરના પ્રોપરાઈટર સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં એરો સ્પોર્ટ્સ કાર્નિવલ લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. સલામતી અને આનંદને સુનિશ્ચિત કરવા માટે અમે આ ઇવેન્ટનું ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે. ભલે તે આકાશમાં ઊંચે ઉડવાની ઉત્તેજના હોય કે પછી મંત્રમુગ્ધ કરી દેનારી નાઇટ ગ્લો હોટ એર બલૂન શો દરેક માટે કંઈક છે. અમે અમદાવાદના લોકોને આ ખૂબ જ અનોખા કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.
એરો સ્પોર્ટ્સ કાર્નિવલ માટે ક્લબ પાર્ટનર ધ બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબના પ્રમોટર શ્રી રાકેશ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને અમે એરો સ્પોર્ટ્સ કાર્નિવલ માટે વાયા એર સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ. આ ઈવેન્ટ માત્ર અસાધારણ મનોરંજનનો અનુભવ જ નહીં આપે પરંતુ આપણા શહેરને નવીન અને વિશ્વ કક્ષાની ઈવેન્ટ્સ માટે નકશા પર પણ મૂકશે.
નાઇટ ગ્લો હોટ એર બલૂન શો કાર્નિવલમાં મુખ્ય આકર્ષણોમાંનું એક છે, જેમાં રાત્રિના આકાશને પ્રકાશિત કરતા ફુગ્ગાઓ ફોટોગ્રાફી માટે યોગ્ય જાદુઈ વાતાવરણ બનશે. ફુગ્ગાઓ 100 ફૂટની ઉંચાઈએ ચડશે જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રિન્ટ અને સ્લોગન જોવા મળશે. તમામ પ્રવૃતિઓ DGCA માન્ય પાયલોટ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.
કાર્નિવલમાં પ્રવેશ ટિકિટની કિંમત રૂ. ૪૦૦ થી શરૂ થાય છે. જ્યારે ૧૨ વર્ષ સુધીના બાળકો માટે કોઈ પ્રવેશ ટિકિટ નથી. જ્યારે એડવેન્ચર એક્ટિવિટી માટેની ટિકિટની કિંમત રૂ. ૨૦૦૦ થી રૂ. ૫૦૦૦ સુધીની રહેશે, બુકમાયશો અને ઓલઈવેન્ટ્સ પર ટિકિટ બુક કરી શકાશે.
૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન વાયા એર એરો સ્પોર્ટ્સ કાર્નિવલમાં અમારી સાથે જોડાઓ અને એડવેન્ચર તેમજ ફનના આ એસ્ટ્રાઓર્ડિનરી સેલિબ્રેશનનો ભાગ બનો.

Related posts

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ

amdavadpost_editor

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

amdavadpost_editor

તમારી છેલ્લી ઘડીની બચત મહત્તમ બનાવવા માટે આ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં એમેઝોન પેનો વપરાશ કરવાના 9 લાભદાયક કારણો

amdavadpost_editor

Leave a Comment