મુંબઈ 12 ડિસેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા 1લી જાન્યુઆરી, 2025થી અમલ સાથે તેના ટ્રક અને બસના પોર્ટફોલિયોની કિંમતોમાં 2%નો વધારો થશે એવી આજે ઘોષણા કરવામાં આવી હતી. આ કિંમતમાં વધારો ઈનપુટ ખર્ચમાં વધારાને પહોંચી વળવા માટે કરાશે. કિંમતમાં વધારો વ્યક્તિગત મોડેલ અને પ્રકાર અનુસાર ભિન્ન છે ત્યારે તે ટ્રક અને બસોની સંપૂર્ણ શ્રેણીમાં લાગુ થશે.