અમદાવાદ 20મી ડિસેમ્બર 2024: ક્રેડાઇ અમદાવાદ વિમેન્સ વિંગે ગુરુવારે એક ઇવેન્ટમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં દરેક જનરેશનની મહિલાઓ એકત્ર કરી હતી. આ ઇવેન્ટ – રિયલ લાઇફ, રિયલ ટોક: કન્વર્ઝન્સ એન્ડ કનેક્શન્સ – એ મહિલા પ્રોફેશનલ્સની સફરની ઉજવણી કરી હતી, જેમાં તેમની સફળતાની ગાથાઓને ઉજાગર કરવામાં આવી હતી અને એકબીજાને પ્રેરણા અને સશક્ત બનાવવામાં આવી હતી.
આ મેળાવડામાં રિયલ એસ્ટેટ ઉદ્યોગની પ્રભાવશાળી મહિલા લીડર્સ અને મહત્વાકાંક્ષી વ્યાવસાયિકોની ભાગીદારી જોવા મળી હતી, જે તમામ “ટુગેધર વી રાઇઝ” ની માન્યતા હેઠળ એક થયા હતા. આ કાર્યક્રમે એક્સપિરિયન્સ શેર કરવા, જોડાણો સ્થાપિત કરવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓનાં પ્રદાનનાં મહત્ત્વને મજબૂત કરવા માટેનાં પ્લેટફોર્મ તરીકે કામ કર્યું હતું.
આ પ્રસંગે ક્રેડાઈ અમદાવાદ વિમેન્સ વિંગના કન્વીનર અને શિવાલિક ગ્રૂપના ડિરેક્ટર નિકિતા શાહે જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મહિલાઓની તાકાત અને દ્રઢ સંકલ્પની ઉજવણી છે. આપણી સ્ટોરીઝ શેર કરવા માટે એકસાથે આવીને, અમે એકબીજાને અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપીએ છીએ. રિયલ એસ્ટેટ હજુ પણ પુરૂષોનું વર્ચસ્વ ધરાવે છે, પરંતુ ઘણી મહિલાઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે અને ઉદ્યોગમાં એક વિશિષ્ટ સ્થાન બનાવી રહી છે.”
ક્રેડાઈ અમદાવાદ વિમેન વિંગના કો-ચેરમેન રૂશાલી શ્રીધરે જણાવ્યું હતું કે, “રિયલ એસ્ટેટમાં મહિલા પ્રોફેશનલ્સ વચ્ચે અર્થપૂર્ણ વાતચીત અને જોડાણોને સરળ બનાવવા માટે આ ઇવેન્ટની રચના કરવામાં આવી હતી. આ પ્રકારની ઇવેન્ટ મહિલાઓની સિદ્ધિઓ દર્શાવે છે અને પારસ્પરિક લાભદાયક સહયોગ દ્વારા વ્યાવસાયિક વિશ્વમાં પોતાનું સ્થાન બનાવવામાં મદદ કરે છે.”
આ સેશનમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગની અનેક જાણીતી મહિલા લીડર્સ સાવી ગ્રુપ (ક્રેડાઈ નેશનલ કન્વીનર) ના રૂપા જક્ષય શાહ, વિમેન વિંગના જોઈન્ટ ટ્રેઝરર દીપ બિલ્ડર્સના નુપુર પટેલ, અમી બિલ્ડર ના શૈલી પટેલ કમિટી મેમ્બર અને ઈવેન્ટ ચેર હેમાંશી અગ્રવાલ અને દ્રષ્ટિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓ અને સહભાગીઓએ સામૂહિક રીતે ઉદ્યોગમાં મહિલાઓ માટે સહાયક નેટવર્ક બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.