Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રિલાયન્સ પાવરની પેટાકંપની, રિલાયન્સ NU સનટેકએ 930MV સોલાર એનર્જી પ્રોજેક્ટ અને 465 MW/1860 MWhની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) પાસેથી લેટર ઓફ એવોર્ડ (LOA) મેળવ્યો

આ ભારતનો સોલાર અને બેટરી સ્ટોરેજ સિસ્ટમનોએકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ છે

મુંબઇ 19 ડિસેમ્બર 2024: રિલાયન્સ પાવર લિમીટેડ (રિલાયન્સ પાવર)ની પેટાકંપની રિલાયન્સ NU સનટેક પ્રાયવેટ લિમીટેડ (રિલાયન્સ NU સનટેક)એ પોતાના સૂચિત સોલાર 930 MW અને 465 MW/465 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ્સ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) પાસેથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

આ પ્રોજેક્ટમાં એક જ સાઇટ પર ફક્ત ભારતમાં જ નહી પરંતુ ચીન બાદ એશિયામાં ગ્રીડ સ્ટોરેજ બેટરીનું મોટી સંખ્યામાં ડિપ્લોયમેન્ટ જોવા મળશે.

સ્પર્ધાત્મક ટેરિફ સાથે દિવસમાં 4 કલાક માટે વ્યસ્ત વીજળીનો ખાતરીદાયક વીજ પુરવઠો DISCOMs માટે મોટી રાહતમાં પરિણમશે જેમને યુનિટદીઠ રૂ. 10ની મર્યાદા સાથે વ્યસ્ત કલાકોમાં પાવર એક્સચેંજીસ પાસેથીવીજળીની સતત ખરીદી કરવી પડે છે.

રિલાયન્સ NU સનટેકએ 9 ડિસેમ્બર 2024ના રોજ યોજાયેલ ઇ-રિવર્સ હરાજીમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) પાસેથી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ સાથે સીમાચિહ્ન 930 MW સોલાર એનર્જી કોન્ટ્રેક્ટ પણ જીત્યો હતો.

ટેન્ડરની શરતો અનુસાર, રિલાયન્સ NU સનટેક સોલાર પાવરથી ચાર્જ કરેલ 465 MW/1,860 MWhની ઓછામાં ઓછી સ્ટોરેજ ક્ષમતા પણ ઇન્સ્ટોલ કરશે.

ભારતની વીજ ઉત્પાદન કરતી આ કંપનીએ 1,000 MW/4000 MWh એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ સાથે સોલાર પાવર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) કુલ 2,000 MWની કુલ દર્શાવેલી ક્ષમતાની આશા રાખતી પાંચ કંપનીઓની તુલનામાં સૌથી વધુ વ્યક્તિગત ફાળવણી પણ હાંસલ કરી છે.

રિલાયન્સ NU સનટેકની આ જીત ભારતમાં BESS સાથે સોલાર પાવરમાં કરેલી ટેકનોલોજીકલ પ્રગતિ પર ભાર મુકે છે જેણે તેને પુન-પ્રાપ્ય ઉર્જા વિકલ્પોમાં તેને ખર્ચ-અસરકારક વિકલ્પ બનાવ્યો છે. આ પ્રોજેક્ટ દૈનિક ચાર કલાકના વ્યસ્ત વીજ પુરવઠા (અથવા ચાર કલાક ડીસ્ચાર્જ સમય)ની ખાતરી આપશે. SECI રિલાયન્સ NU સનટેક સાથે 25 વર્ષનો વીજ ખરીદ કરાર (PPA) કરશે અને ખરીદવામાં આવેલ સોલાર પાવરને ભારતમાં અસંખ્ય ડીસ્કોમ્સને વેચવામાં આવશે.

રિલાયન્સ NU સનટેક બિલ્ડ-ઓન-ઓપરેટ ધોરણે આ પ્રોજેક્ટને વિકસાવશે.

 

 

 

Related posts

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

amdavadpost_editor

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાએ રાજકોટ, ગુજરાતમા માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી

amdavadpost_editor

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadpost_editor

Leave a Comment