Amdavad Post
અવેરનેસગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

વિસત ફાર્મ કરાઈ ખાતે કેડિલાના ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 05મી જાન્યુઆરી 2024: વર્ષ 1951માં શ્રી રમણભાઈ પટેલ અને ઇન્દ્રવદન મોદી દ્વારા સ્થપાયેલ કેડિલા લેબોરેટરીઝના 100 જેટલા ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન વિસત ફાર્મ, કરાઈ ખાતે યોજવામાં આવ્યું હતું. સ્નેહમિલનની શરૂઆત કંપનીના બંને સ્થાપકોને આદરપૂર્વક યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી.
આ સ્નેહમિલનમાં કર્મચારીઓએ વર્ષ 1995 સુધી સંયુક્ત કેડિલામાં તેમણે વિતાવેલી અમૂલ્ય અને યાદગાર ક્ષણોને પ્રેમપૂર્વક વાગોળી હતી. આ કાર્યક્રમમાં કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓએ સંગીત ખુરશી, રસ્સાખેંચ, કોથળા દોડ, અંતાક્ષરી વગેરે જેવી રમતો દ્વારા દિવસને યાદગાર બનાવ્યો હતો. 
એક વોટ્સએપ ગ્રૂપથી શરૂ થયેલ અને 125 જેટલા સભ્યો જેમાં સામેલ છે તેવા કેડિલાના કર્મચારીઓનું  સ્નેહમિલન  વર્ષમાં એકવાર યોજવામાં આવે છે અને તે પરંપરામાં આ ત્રીજું સ્નેહમિલન આનંદપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. 
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રૂપ એડમીન શ્રી મહેશ શાહ અને જાણીતા મેનેજમેન્ટ નિષ્ણાત શ્રી ભાવેશ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.

Related posts

રમીટાઇમ અને ક્લિયરટેક્સ ખામીરહિત આઇ.ટી.આર. ફાઇલિંગ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમીના ખેલાડીઓને સશક્ત બનાવવા હાથ મિલાવ્યા

amdavadpost_editor

EVs પર આશ્ચર્યજનક કિંમતો સાથે TATA.ev ‘ફેસ્ટીવલ ઓફ કાર્સ’ની ઉજવણી કરી રહી છે

amdavadpost_editor

કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીએ “શોપ એન્ડ વિન કાર” ઓફર સાથે વિજેતાને ખુશીની ચાવી ભેટ આપી

amdavadpost_editor

Leave a Comment