Amdavad Post
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઋષભ અને સુરભિઃ રિતિક ઘનશાની અને આયેશા કુડુસકર સોની લાઈવ પર બડા નામ કરેંગેમાં પ્રાણ પૂરશે

ગુજરાત, અમદાવાદ 06 જાન્યુઆરી 2025: સૂરજ આ. બરજાત્યાની બડા નામ કરેંગેની હૃદયસ્પર્શી દુનિયામાં પધારો, જ્યાં પ્રેમ, પરિવાર અને પરંપરા ભાવનાઓની સુંદર ક્ષિતિજમાં ગૂંથાય છે. ઋષભ અને સુરભિ મોહક રિતિક ઘનશાની અને જોશીલી આયેશા કુડુસકરની ભૂમિકામાં ભજવી રહ્યાં છે, જેઓ તમને હાસ્ય, આંસુઓ અને અવિસ્મરણીય અવસરોથી ભરચક પ્રવાસે લઈ જશે. તેમનો મહત્ત્વપૂર્ણ દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમની ભૂતકાળની ગુસપૂસના પડઘા પડી રહ્યા છે અને તેમણે તેમના મનનું સાંભળવું જોઈએ કે તેમના પરિવારની ઈચ્છાનો આદર કરવો જોઈએ તે તેમણે જ નક્કી કરવાનું છે. રમતિયાળ ઘટનાઓ અને નાજુક ખોજ વચ્ચે ઋષભ અને સુરભિ એ શીખે છે કે પ્રેમ એ ફક્ત પરંપરા નથી, પરંતુ કોઈ પણ અવરોધો આવે તે છતાં એકબીજાની પસંદગી કરવાની બાબત છે.

પોતાના પાત્ર ઋષભ વિશે બોલતાં રિતિક ઘનશાની કહે છે, ‘‘ઋષભનો પ્રવાસ અંગત ઈચ્છાઓ અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવા સાર્વત્રિક સંઘર્ષમાં ઊંડાણથી મૂળિયાં ધરાવે છે. રતલામમાં ઉછેર થવા સાથે તે નિખાલસ મનનો, મોજીલો નાગરિક છે છતાં પરિવારની આશાઓને પહોંચી વળવાના પડકારોનો સામનો કરી રહ્યા છે. તેના મનમાંથી ઋષભનો પરિવાર પ્રત્યે પ્રેમ તેને અમુક વાર બેવડું જીવન જીવવા પ્રેરિત કરે છે, જેને લઈ અન્યોની અપેક્ષાઓને પહોંચી વળવા માટે ગોપનીય ઓળખ ઘડવી પડે છે. જોકે આ સર્વ વચ્ચે તેની અસલ પ્રેમની શોધ અને પોતાની મરજીનું જીવવું તે તેને અલગ તારવે છે. આ વાર્તા પ્રેમ, વિશ્વસનીયતા અને આજની દુનિયામાં પારિવારિક મૂલ્યોમાં નાજુક સંતુલનનું મહત્ત્વ સુંદર રીતે આલેખિત કરે છે. હું માનું છું કે દર્શકો તેનાં મૂળ સાથે વળગી રહીને પ્રેમની ચાહતના તેના પ્રવાસ સાથે પોતાને ઊંડાણથી જોડશે.’’

પાત્ર સુરભિ વિશે બોલતાં આયેશા કુડુસકર કહે છે, ‘‘સુરભિ આધુનિક દુનિયામાં પ્રેમ અને પારિવારિક મૂલ્યોનું અસલ પ્રતિનિધિત્વ છે. ઉજ્જૈનમાં ઊછરેલી તે નાની શહેરની છોકરીની શક્તિ આલેખિત કરે છે. છતાં પડકારો વચ્ચે પોતાની અંદર રહેવાની તેની ક્ષમતા તેને અલગ તારવે છે. ઋષભ સાથે તેના સંબંધો આપસી આદર, વિશ્વાસ અને આધાર પર ટકેલા હોઈ તેઓ એકત્ર મળીને જીવનના ઉતારચઢાવમાંથી પસાર થાય છે તેમ તે ઘેરા બને છે. સુરભિ થકી શો પ્રેમ અને પરિવાર હાથોહાથ કઈ રીતે જઈ શકે તે શીખવે છે. તે આપણને આપણે જે છીએ તેવા રહેવા શીખવે છે, જે અર્થપૂર્ણ સંબંધો નિર્માણ કરવા માટે ચાવી છે. હું આ મજબૂત, પરિવારલક્ષી પાત્રને જીવંત કરવા ભારે રોમાંચિત છું અને મને ખાતરી છે કે દર્શકોને પ્રેમ અને વૃદ્ધિના સુરભિના પ્રવાસ સાથે ઊંડાણથી જોડાણ મહેસૂસ થશે.’’

પલાશ વાસવાની દ્વારા દિગ્દર્શિત બડા નામ કરેંગે એવા પ્રેમની ઉજવણી છે, જે અપેક્ષાઓને પડકારે છે અને પરિવારલક્ષી હોવું તેનો અર્થ શું છે તેની વ્યાખ્યા કરે છે. અસલ પ્રેમ વિધિઓમાં જ નહીં પણ બે મન વચ્ચે ઊંડાણથી જોડાણમાં રહેલો છે તે આપણને યાદ અપાવે છે. શું ઋષભ અને સુરભિ તેમના મનનું માનશે? તેમનો પ્રવાસ તમારા મનને મઢી લેશે અને પ્રેમ અને પરિવારની શક્તિ તમને યાદ અપાવશે.

રાજશ્રી પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ આ સિરીઝમાં રિતિક ઘનશાની, આયેશા કુડુસકર, સાધિકા સયાલ, કંવલજિત સિંહ, અલકા અમીન, રાજેશ જાયસ, ચિત્રાલી લોકેશ, રાજેશ તૈલંગ, અંજના સુખાની, જમીલ ખાન, દીપિકા અમીન, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, પ્રિયંવદા કાંત અને ઓમ દુબે સહિતના અનુભવી કલાકારો છે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ લોંચ કરે છે આકાશ ઇન્વિક્ટસ – મહત્તમ ગેમ-ચેન્જર JEE તૈયારી કેમ્પસ, હવે વડોદરામાં

amdavadpost_editor

રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ

amdavadpost_editor

સેમસંગ દ્વારા ગેલેક્સી S24 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેરઃ હવે ભારતમાં INR 109999થી શરૂઆત કરતાં ઉપલબ્ધ

amdavadpost_editor

Leave a Comment