Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોઈનસ્વિચ કેર્સની જાહેરાત: ક્રિપ્ટો લૉસ રિકવરી માટે ₹600 કરોડ

આ કાર્યક્રમ ક્રિપ્ટો સમુદાયને જુલાઇ 2024 ના કથિત વઝીરએક્સ સાયબર હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તક આપે છે.

બેંગલુરુ 7 જાન્યુઆરી 2025: 2 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે ભારતનું અગ્રણી ક્રિપ્ટો પ્લેટફોર્મ કૉઇનસ્વિચ એ જુલાઈ 2024 ના કથિત વઝીરએક્સ સાયબર હુમલાથી પ્રભાવિત વપરાશકર્તાઓને મદદ કરવા માટે રૂ.600 કરોડના રિકવરી કાર્યક્રમ ‘કૉઇનસ્વિચ કેર્સ’ની જાહેરાત કરી છે.

આ ભંડોળ બે વર્ષના સમયગાળા માટે નક્કી કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય માત્ર વપરાશકર્તાઓને નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરવાનો જ નથી પરંતુ ભારતીય ક્રિપ્ટો સમુદાયના વિકાસને પણ સુનિશ્ચિત કરવાનો છે. અસરગ્રસ્ત વપરાશકર્તાઓ આ સમુદાય-કેન્દ્રિત પહેલના માધ્યમથી નુકસાનને ભરપાઈ કરી શકે છે, પુરસ્કારો મેળવી શકે છે અને આત્મવિશ્વાસ સાથે બજારમાં ફરીથી પ્રવેશ કરી શકે છે.

આજથી વપરાશકર્તાઓ અમારી વેબસાઇટ CoinSwitch Cares પર જઇને પુરસ્કારોનો અંદાજ લગાવી શકે છે અને નાણાકીય સુધારની દિશામાં પહેલું પગલું ભરી શકે છે.

“કૉઇનસ્વિચ પર અમે વપરાશકર્તાઓને પ્રાથમિકતા આપવામાં વિશ્વાસ કરીએ છીએ. કૉઇનસ્વિચ કેર્સ એ પડકારજનક સમયમાં ભારતીય ક્રિપ્ટો સમુદાયને ટેકો આપવાની અને લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપવાની અમારી રીત છે.

એક ઇન્ડસ્ટ્રી લીડર તરીકે અમે ઇકોસિસ્ટમને મદદ કરવા માટે અમારું યોગદાન આપવા માંગતા હતા, ખાસ કરીને અત્યારે જ્યારે માર્કેટમાં તેજી આવી છે. અમે નથી ઈચ્છતા કે ભારતમાં ક્રિપ્ટો રોકાણકારો તકો ગુમાવે. આ કાર્યક્રમ જે ખોવાઈ ગયા હતા તેમને ફરીથી બનાવી રાખવા માટે આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પગલું છે,” તેમ કૉઇનસ્વિચના સહ-સંસ્થાપક આશિષ સિંઘલે કહ્યું.

ભારતમાં ક્રિપ્ટો વપરાશકર્તાઓ જેઓ કથિત સાયબર હુમલાથી પ્રભાવિત થયા છે, તેઓ આજથી કૉઇનસ્વિચ પર ભંડોળ જમા કરી શકે છે અને આજથી શરૂ થતા પુરસ્કારોનો દાવો કરી શકે છે.

આ પ્રોગ્રામ માત્ર વપરાશકર્તાઓને તાત્કાલિક નાણાકીય લાભ પહોંચાડવાનો જ નથી, પરંતુ તેમને વર્તમાન બજાર ચક્રમાં ભાગ લેવામાં પણ સક્ષમ હનાવે છે, તેનાથી તેમને બજાર મૂલ્ય-સંચાલિત તેજી અને ગતિનો લાભ મળે છે.

“અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે અસરગ્રસ્ત વપરાશકર્તાઓ વર્તમાન બજાર ગતિવિધિને ચૂકી ન જાય અને તેમના ક્રિપ્ટોને વહેલામાં વહેલી તકે કામ પર લગાવે. આનાથી તેમની ખોટ ભરપાઈ કરવાની તકો જ નહીં પરંતુ ટ્રેડિંગમાંથી કમાણી કરવાની તકો પણ સુધરે છે,” તેમ સિંઘલે જણાવ્યું હતું.

પ્રોગ્રામને એવી રીતે બહાર પાડવામાં આવશે કે તેનાથી અસરગ્રસ્ત વપરાશકર્તાઓને વધુમાં વધુ લાભ મળી શકે.

તે કેવી રીતે કામ કરે છે

– વઝીરએક્સ પરના કથિત સાયબર હુમલામાં નાણાં ગુમાવનાર કોઈપણ વ્યક્તિ નુકસાનની ભરપાઈ માટે કાર્યક્રમમાં ભાગ લેવા માટે યોગ્ય રહેશે.
– વપરાશકર્તાઓ તરત જ ભંડોળ જમા કરી શકે છે અથવા વઝીરએક્સ દ્વારા તેમના ફંડને રજૂ કરવાની અને તેને કોઇનસ્વિચમાં જમા કરાવાની રાહ જોઇ શકે છે. બંને આ પ્રોગ્રામ માટે યોગ્ય હશે.
– વપરાશકર્તાઓ તેમના વઝીરએક્સ સ્ટેટમેન્ટ્સ ચકાસણી માટે અપલોડ કરી શકે છે અને કૉઇનસ્વિચ કેર્સ પોર્ટલ પર રિકવરીનો અંદાજ લગાવી શકે છે.
– પુરસ્કારો નીચે મુજબ કાર્ય કરે છે

  • અપફ્રન્ટ સાઇનઅપ રિવોર્ડ્સ: યોગ્ય વપરાશકર્તાઓ બે વર્ષમાં આ પ્રોગ્રામ દ્વારા જમા કરાયેલા ભંડોળના 10% સુધી કમાઈ શકે છે.
  • રેવન્યુ પુનઃવિતરણ: CoinSwitch આ પ્રોગ્રામમાંથી જનરેટ થતી ટ્રેડિંગ આવકને એકત્રિત કરશે અને અસરગ્રસ્ત વપરાશકર્તાઓને તેમના નુકસાનના પ્રમાણમાં તેનું વિતરણ કરશે.
  • અપફ્રન્ટ રેફરલ રિવોર્ડ્સ: આનાથી વધુ વપરાશકર્તાઓ અન્ય અસરગ્રસ્ત વઝીરએક્સ વપરાશકર્તાઓના તેમના રેફરલના માધ્યમથી જમા કરેલા ભંડોળના 5% સુધી કમાઈ શકે છે.

– આ પુરસ્કારો નિયમિતપણે વપરાશકર્તાના કૉઇનસ્વિચ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

આ પહેલથી 4 મિલિયનથી વધુ અસરગ્રસ્ત વપરાશકર્તાઓને નોંધપાત્ર નાણાકીય રાહત મળવાની સંભાવના છે, સાથો સાથ ભારતીય ક્રિપ્ટો ઇકોસિસ્ટમમાં વિશ્વાસનું પુનઃનિર્માણ પણ થશે. કૉઇનસ્વિચનું અનુમાન છે કે એક સરેરાશ વપરાશકર્તા તેમના નુકસાનના 30-40% પુનઃપ્રાપ્ત કરવામાં સક્ષમ હશે.

કૉઇનસ્વિચ કેર્સ એ એક રિકવરી પ્રોગ્રામ કરતાં વધુ છે – તે ભારતમાં સુરક્ષિત અને સમૃદ્ધ ક્રિપ્ટો ઇકોસિસ્ટમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા છે.

Related posts

ક્રેડાઈ મહિલા વિંગ સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કરશે

amdavadpost_editor

વરિવો મોટર એ હાઇ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

amdavadpost_editor

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેના રસાકસીભર્યા જંગમાં જી. ડી. પટેલનો ભવ્ય વિજય

amdavadpost_editor

Leave a Comment