Amdavad Post
અવેરનેસગુજરાતટેકનોલોજીરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

NAMTECH ભારતમાં, ભારત માટે MET ક્ષેત્ર માટે વિશ્વ-સ્તરીય પ્રતિભા વિકસાવવાના મિશન પર

  • NAMTECH નો પ્રથમ દીક્ષાંત સમારોહ અને “MET એક્સ્પો” સફળતાપૂર્વક સંપન્ન
  • NAMTECH તેની ‘ઇનોવેશન સ્કૂલ્સ’ ના માધ્યમ દ્વારા સાહસિક યુવાઓને ‘કોન્શિયસ ટેક્નોલોજિસ્ટ’ બનવા માટે સશક્ત બનાવે છે, જે ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને આગળ ધપાવશે 

ગાંધીનગર 18 જાન્યુઆરી 2025 : AM/NS ઇન્ડિયા કંપનીની શૈક્ષણિક પહેલ, NAMTECH (ન્યુ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) દ્વારા તેના ઇન્ટરનેશનલ પ્રોફેશનલ માસ્ટર્સ પ્રોગ્રામ (iPMP) – સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ક્લાસ 2024 ના પ્રથમ ગ્રૅજ્યુએશન સમારોહનું આયોજન શનિવાર, 18 જાન્યુઆરી, 2025 ના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રથમ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી (MET) એક્સ્પો પણ યોજાયો હતો, જેમાં નવીન અને અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રથમ દીક્ષાંત સમારંભ દરમિયાન 53 વિદ્યાર્થીઓને અનુસ્નાતક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા.

આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમમાં NAMTECH ની આધુનિક શિક્ષણશાસ્ત્ર, ડિજિટલ ટેકનોલોજી અને અત્યાધુનિક શૈક્ષણિક પ્રથાઓમાં અગ્રણી પ્રગતિઓ દર્શાવવામાં આવી હતી. મુખ્ય આકર્ષણમાં ઇન્ડસ્ટ્રી 4.0 નો એક વ્યાપક અનુભવ શામેલ હતો, જેમાં રોબોટિક્સ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને સંબંધિત ટેકનોલોજીઓ તેમજ શિક્ષણમાં વિસ્તૃત વાસ્તવિકતા (XR) એકીકરણનું પ્રદર્શન શામેલ હતું. આ એક્સ્પોમાં NAMTECH ના અસાધારણ વિદ્યાર્થીઓની સમગ્ર વર્ષ દરમિયાનની સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં તેમના નવીન પ્રોજેક્ટ્સનું સમર્પિત પ્રદર્શન હતું. “MET એક્સ્પો”નો ઉદ્દેશ્ય નવી ઉભરતી ટેકનોલોજીઓ વિશે રૂચિ અને સંવાદને વેગ આપવાનો હતો અને NAMTECH દ્વારા તેના કાર્યક્રમો પ્રસ્તુત કરવા માટે ઉપયોગમાં લેવાતા અત્યાધુનિક ઉપકરણો દર્શાવવાનો હતો.

ગ્રૅજ્યુએશન સમારોહ અને MET એક્સપોમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતના મંગલયાન મિશનના શિલ્પી ડૉ. કે. રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં નીતિ આયોગના પ્રતિષ્ઠિત ફેલો તેમજ ઇન્ટેલ દક્ષિણ એશિયાના ભૂતપૂર્વ ઉપ-પ્રમુખ અને એમડી અને NASSCOM ના ભૂતપૂર્વ પ્રમુખ સુશ્રી દેબજાની ઘોષ અને અણુ ઊર્જા વિભાગ (DAE) ના પ્રતિષ્ઠિત હોમી ભાભા ચેર પ્રોફેસર ડૉ. કે. એન. વ્યાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રૅજ્યુએશન દિવસની શરૂઆત ડીન, મુખ્ય મહેમાન, સન્માનિત મહેમાનો, બોર્ડ સભ્યો અને અન્ય વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોની આગેવાની હેઠળ એક શોભાયાત્રા સાથે થઈ હતી.

NAMTECH ના દૂરંદેશી અભિગમ પર પ્રકાશ પાડતા ડૉ. કે. રાધાકૃષ્ણને કહ્યું કે, “આજનો આ દિવસ એક ઉમદા અભિગમ, અતૂટ દ્રઢતા અને અડગ સમર્પણની ફળશ્રુતિ છે. મેન્યૂફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રો માટે ઉચ્ચ સ્તરીય કૌશલ્ય નિર્માણ પર NAMTECHનું ફોકસ, ખરેખર પ્રશંસનીય છે. ભાવી પેઢી આ પ્રભાવશાળી પહેલ અને તેના સંસ્થાકીય મોડેલને સ્વીકારશે, જે ભારત અને વિશ્વ માટે ભવિષ્ય માટે જરૂરી હાઇ-ટેક વર્કફોર્સ લાવશે. તેમણે સ્નાતક વર્ગને અભિનંદન આપતા કહ્યું કે, “અમે તમારી સિદ્ધિઓ, શ્રેષ્ઠતાની ભાવના અને નવીન ટેકનોલોજી અપનાવવાની પ્રશંસા કરીએ છીએ. આ સિદ્ધિ તમારા માતાપિતા અને પરિવારોના દૃઢ નિશ્ચય અને કાયમી સમર્થન અને NAMTECH ના ફેકલ્ટી અને સ્ટાફના અવિશ્વસનીય માર્ગદર્શનની પ્રતિતિ છે.”

સંસ્થાના પ્રથમ દીક્ષાંત સમારોહ વિશે NAMTECH ના ડાયરેક્ટર જનરલ અરુણકુમાર પિલ્લાઈએ કહ્યું હતું કે, “આ ફક્ત વ્યક્તિગત સફળતાઓની ઉજવણી માટેનો સમારંભ નથી, પરંતુ અમારી સંસ્થાના ઇતિહાસમાં એક સ્મારક પ્રકરણ છે. 2024 સિદ્ધિઓ, ઉપયોગ જાણકારી સાથે ક્ઇંક નવું શીખવાનું વર્ષ રહ્યું છે. અમે “ઉત્કૃષ્ટતા સાથે અસર” મોડેલના દરેક તત્વનો પ્રયોગ કર્યો અને તેનું નિર્માણ પણ કર્યું. તેના મૂળમાં અમારી 4 ઇનોવેશન સ્કૂલો (1) સ્કૂલ ઓફ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ (2) સ્કૂલ ઓફ મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન અને AI (3) સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટી અને (4) સ્કૂલ ઓફ રોબોટિક્સ દ્વારા સંચાલિત શ્રેષ્ઠતા છે. પ્રત્યેક શાળાને અગ્રણી વૈશ્વિક શૈક્ષણિક સંસ્થા અને અનેક ઉદ્યોગ ભાગીદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. સ્નાતકોની પ્રથમ બેચને સંબોધતા, તેમણે કહ્યું હતું કે “પ્રથમ સ્નાતક વર્ગ તરીકે, તમે અમારી સાથે સ્વપ્ન જોવાની, સાહસ કરવાની અને આ સંસ્થાને તેના પાયાથી જ મજબૂત બનાવવામાં મદદ કરી છે, આજે ખરેખર કૃતજ્ઞતાનો દિવસ છે. તમારી પાસે એક એવું નવું ભવિષ્ય બનાવવા માટે સાધનો છે જે સ્માર્ટ, સુરક્ષિત અને વધુ ન્યાયી છે. તેથી હિંમતવાન બનો, જિજ્ઞાસુ બનો, અવરોધો તોડો અને માનવતાની સેવા કરો.”

‘આત્મનિર્ભર ભારત અભિયાન’ દ્વારા ભારતનું લક્ષ્ય સૌથી વધુ પસંદગીનું વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ સ્થળ બનવાનું છે. વિકસિત અર્થતંત્ર બનવાની તેની આકાંક્ષા મહત્વપૂર્ણ તકનીકો બનાવવાની તેની ક્ષમતા પર આધારિત છે અને તે માટે વિશ્વ કક્ષાની પ્રતિભાની ઉપલબ્ધતાની જરૂર છે.  NAMTECH ની રચના ઉદ્યોગની જરૂરિયાતો અને પરંપરાગત શૈક્ષણિક પ્રણાલીઓ વચ્ચેના અંતરને દૂર કરવાના સાહસિક મિશન સાથે કરવામાં આવી છે. આ ઇન્સ્ટિટ્યૂટ તેની ‘ઇનોવેશન સ્કૂલ્સ’ ના માધ્યમ દ્વારા સાહસિક યુવાઓને ‘કોન્શિયસ ટેક્નોલોજિસ્ટ’ બનવા માટે સશક્ત બનાવે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) એ માને છે કે, આધુનિક સમસ્યાઓ વાસ્તવમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા અન્ય વિશિષ્ટ ક્ષેત્રોમાં અલગ કુશળતાને બદલે બહુ-શાખાકીય અભિગમની માંગ કરે છે.  NAMTECH ની અગ્રણી, માઇક્રોલર્નિંગ ફેક્ટરીઓ, વિદ્યાર્થીઓને 1 વર્ષના એક્સિલરેટેડ માસ્ટર પ્રોગ્રામ દ્વારા જટિલ, વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પર કામ કરવા અને ડિજિટલ ટેકનોલોજીમાં વ્યવહારુ અનુભવ મેળવવા સક્ષમ બનાવે છે.

NAMTECHનો વુમન ઇન મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ મહિલાઓને પરંપરાગત લૈંગિક અવરોધોને તોડવા અને ઉદ્યોગના ડિજિટલ પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવે છે. માનનીય વડાપ્રધાનના વિકસિત ભારત@2047 ના વિઝનને અનુરૂપ અને સ્વતંત્રતાના 100માં વર્ષ સુધીમાં એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર સાથે સુસંગત, NAMTECH ઇનોવેશન, શ્રેષ્ઠ ઉત્પાદન અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસને આગળ ધપાવવા માટે કુશળ, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

NAMTECH તેના કાર્યક્રમો અને વૈશ્વિક શૈક્ષણિક સંસ્થાઓ અને અગ્રણી કોર્પોરેટ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા આ પ્રતિભાઓ તૈયાર કરવા માટેનું ઇન્ક્યુબેશન હબ છે. તે MET માં ઉચ્ચ ગુણવત્તાવાળા, ઉદ્યોગ-સંરેખિત અનુભવલક્ષી શિક્ષણ કાર્યક્રમો પ્રદાન કરે છે. આ ઉપરાંત ‘શેરિંગ ટેકનોલોજી’ અને વ્યાપક સામાજિક-આર્થિક કલ્યાણ માટે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. NAMTECH ના ‘કોન્શિયસ ટેક્નોલોજિસ્ટ’ અત્યંત સક્ષમ વ્યાવસાયિકો છે, જે ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને આગળ ધપાવશે.

Related posts

આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

amdavadpost_editor

ઈ.ડી.આઇ.આઇ., અમદાવાદ અને એસ.બી.આઇ. ફાઉન્ડેશન દ્રારા દિવ્યાંગ ઉધોગ સાહસિકોના ધંધાના વિકાસ માટેનો તાલીમ કાર્યક્રમ પરઢોલ, અમદાવાદ ખાતે યોજાયો.

amdavadpost_editor

LGએ ભારતમાં પ્રીમિયમ ફ્લેગશિપ સાઉન્ડબાર લૉન્ચ કર્યા

amdavadpost_editor

Leave a Comment