Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નથિંગે આજે જાહેરાત કરી 4 માર્ચના રોજ બપોરે 3:30 વાગ્યે ફોન (3a) સીરીઝનું અનાવરણ કરશે

ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે આજે તેના નવીનતમ કોમ્યુનિટી ક્વાર્ટરલી અપડેટ વિડીયોમાં જાહેરાત કરી છે કે તે 4 માર્ચના રોજ બપોરે 3:30 વાગ્યે IST પર તેના ફોન (3a) સીરીઝનું અનાવરણ કરશે. આગામી લોન્ચ વિશે સૂચના મેળવવામાં રસ ધરાવતા લોકો ફ્લિપકાર્ટ પર સાઇન અપ કરી શકે છે.

અપડેટ દરમિયાન નથિંગના કો-ફાઉન્ડર અકીસ ઇવેન્જેલિડિસને શેર કર્યું: “(a) સીરીઝ માટે અમારી પાસે અલગ-અલગ પ્રકારના વપરાશકર્તાઓ છે. જ્યારે લોકો સ્માર્ટફોન ખરીદે છે, તો કેટલાક લોકો શ્રેષ્ઠ સ્પેસિફિકેશનની શોધમાં હોય છે, તેઓ લેટેસ્ટ ઇનોવેશન અને પ્રોસેસર ઇચ્છે છે. તેમ છતાં પણ કેટલાક અન્ય વપરાશકર્તા જે ટેક્નોલોજી અંગે સમાન રીતે ઉત્સાહિત છે પરંતુ માત્ર એક શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવથી ખુશ છે – આ જ એ છે જેના માટે (a) સીરીઝ છે. અમે હકીકતમાં કેમેરા, સ્ક્રીન, પ્રોસેસર અને ચોક્કસ પણે ડિઝાઇનના સંદર્ભમાં મુખ્ય વપરાશકર્તાની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

વધુમાં નથિંગે અપડેટમાં ખુલાસો કર્યો કે કંપનીએ ઓક્ટોબર 2020માં તેની સ્થાપના પછીથી આજીવન આવકમાં 1 અબજ ડોલરને વટાવી દીધી છે, જે માત્ર ચાર વર્ષ પહેલાંની છે.

નથિંગના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર, ટિમ હોલ્બ્રોએ ઉમેર્યું કે “તેમાંથી અડધાથી વધુ આવક માત્ર ગયા વર્ષે એટલે કે 2024માં કરવામાં આવી છે અને સૌથી આનંદની વાત એ છે કે અમારો આમ જ કરવાનો ઇરાદો હતો. અમે 2024માં ફોન (2) અને ઇયર (2)ની સફળતાઓને આગળ લઇ જવાના ઉદ્દેશ્ય સાથે ફોન (2A), ફોન (2A) પ્લસ અને સીએમએફ ફોન 1 સાથે આગળ વધવાના ઉદ્દેશથી પ્રવેશ કર્યો. અમે એ પ્રોડક્ટસને બજારમાં લાવ્યા અને બિઝનેસની આસપાસ તમામ જગ્યાએ સ્કેલ બનાવવાનું શરૂ કર્યું. આથી સ્વાભાવિક છે કે અમને શાનદાર ટોપલાઇન રેવન્યુ ગ્રોથ મળે છે. તેને પ્રાપ્ત કરવો ખૂબ જ રોમાંચક છે. અમે એ જોવા પણ ઉત્સાહિત છીએ કે અમે 2025માં શું પ્રાપ્ત કરી શકીએ છીએ.”

કૃપ્યા ધ્યાનમાં લો: ફ્લિપકાર્ટ લિંક ફક્ત મોબાઇલ માટે છે.

Related posts

IHCLના સોલિનાયરનું અમદાવાદ ખાતે નવા એકમ KRISTAR સાથે વિસ્તરણ

amdavadpost_editor

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

amdavadpost_editor

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

amdavadpost_editor

Leave a Comment