પૂણે 06 ફેબ્રુઆરી 2025: લોટ્ટે(LOTTE)એ મહારાષ્ટ્રના પૂણેમાં તેના સૌથી મોટા અત્યાધુનિક આઇસક્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પૈકીની એકના ઉદઘાટનની જાહેરાત કરી છે, જે તેની વૈશ્વિક વિસ્તરણ સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે લોટ્ટે(LOTTE)ગ્રૂપના ચેરમેનMr. Dong Bin Shinસાથે મળીને આ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતમાં રિપબ્લિક ઓફ કોરિયા (ROK)ના રાજદૂત Mr. Seong ho Lee, રાજ્યના સરકારી અધિકારીઓ, કોરિયન સરકારના અધિકારીઓ, સ્થાનિક કોરિયન એસોસિયેશન અને સમુદાયના સદસ્ય, લોટ્ટે(LOTTE) ઇન્ડિયાના બિઝનેસ એસોસિયેટ્સ અને કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિશેષ પ્લાન્ટનો કુલ વિસ્તાર 60,000 ચોરસફૂટ છે, જે ભારતીય માર્કેટ પ્રત્યે લોટ્ટે(LOTTE)ની કટીબદ્ધતા તથા ઇનોવેશન અને મજબૂત વૃદ્ધિ માટે તેના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને મજબૂત કરે છે.
આ અત્યાધુનિકપ્લાન્ટ50 મિલિયન લીટરની જબરદસ્ત વાર્ષિક ઉત્પાદન ક્ષમતા તથા આગામી વર્ષોમાં 100 મિલિયન લીટર સુધીની ક્ષમતા ધરાવે છે. પૂણે પ્લાન્ટ વિશેષ કરીને ભારતમાં ઉનાળાની મોસમમાં આઇસક્રીમની વધતી માગને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરાયો છે. કામગીરીમાં 9 પ્રોડક્શન લાઇન તથા 16 સુધી વિસ્તરણની યોજના સાથે આ પ્લાન્ટ વિવિધ આઇસક્રીમ ફોર્મેટ્સ માટે અનુકૂળ છે. તેના હાઇ-સ્પીડ મશીન, સેકન્ડરી પેકેજિંગ માટે ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક્સ સિસ્ટમ કાર્યક્ષમતા અને પ્રોડક્ટની સર્વોચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરે છે. આ અદ્યતન પ્લાન્ટનો લાભ લેતાં હેવમોર(Havmor)આગામી ત્રણ વર્ષમાં તેના વૃદ્ધિદરને વેગ આપશે. આ ઐતિહાસિક ઉત્પાદન પ્લાન્ટમાં રૂ. 500 કરોડનું રોકાણ કરાયું છે, જે આગામી બે વર્ષમાં 1000થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે, જેથી સ્થાનિક અર્થવ્યવસ્થાને ખૂબજ લાભ થશે.
આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં લોટ્ટે(LOTTE) ગ્રૂપના ચેરમેન Mr. Dong Bin Shinજણાવ્યું હતું કે, અમારી સફર ઉત્કૃષ્ટતા અને ઇનોવેશન પ્રત્યેની કટીબદ્ધતા દ્વારા પ્રેરિત રહી છે. અમે અમારા નવા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરતાં ખૂબજ ગર્વ કરીએ છીએ, જે લોટ્ટે(LOTTE)ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ભારત અમારા માટે એક મહત્વપૂર્ણ માર્કેટ છે અને અમારી વૈશ્વિક કામગીરીનો અભિન્ન હિસ્સો છે. વર્ષ 2004માં લોટ્ટે ચોકો પાઇ સાથે ભારતીય કન્ફેક્શનરી માર્કેટમાં પ્રવેશ અને વર્ષ 2017માં હેવમોર(Havmor) સાથે આઇસક્રીમમાં વિસ્તરણ કર્યાં બાદ અમારી વૃદ્ધિએ દેશની ઝડપી આર્થિક પ્રગતિને પ્રતિબિંબિત કરી છે. હેવમોરને(Havmor) ભારતમાં સૌથી પસંદગીની આઇસક્રીમ બ્રાન્ડ બનાવવાના વિઝન સાથે અમારો પૂણે પ્લાન્ટ 16 પ્રોડક્શન લાઇનનું સંચાલન કરે છે તથા દેશભરમાં બેજોડ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સ ડિલિવર કરશે. આ વર્ષે હેવમોર(Havmor) અને લોટ્ટે(LOTTE)ઇન્ડિયા મર્જ થઇ રહ્યાં છે ત્યારે અમે ઇનોવેશન, રોકાણ તથા વિશ્વ-સ્તરીય પ્રોડક્ટ્સ સાથે અમારા ભારતીય ગ્રાહકોને ખુશી માટે કટીબદ્ધ છીએ.
લોટ્ટે વેલફૂડ (LOTTE Wellfood)કંપની લિમિટેડનાસીઇઓ Mr. PaulYiએ જણાવ્યું હતું કે, અહીં અમારા સૌથી મોટા આઇસક્રીમ પ્લાન્ટ પૈકીની એક સ્થાપિત કરતાં અમે અમારી વૈશ્વિક કામગીરીમાં વધારો કરવાની સાથે-સાથે ભારતમાં સતત વિકસતા હેવમોર(Havmor) આઇસક્રીમના વારસાને મજબૂત કર્યો છે. સમગ્ર ભારતમાં હેવમોરને એક વિશ્વસનીય અને પસંદગીનું નામ બનાવવાના અમારા વ્યૂહાત્મક વિઝનને આ પગલું દર્શાવે છે. ઇનોવેટિવ પ્રોડક્ટ લાઇન, અદ્યતન ડિસ્ટ્રિબ્યુશન પદ્ધતિઓ તથા ગુણવત્તા પ્રત્યેની કટીબદ્ધતા સાથે અમે ગ્રાહકના સંતોષને હંમેશા પ્રાથમિકતા આપતાં રહીશું તથા ભારતમાં અમારી ઉપસ્થિતિનું વિસ્તણર કરતાં રહીશું.
હેવમોર(Havmor)આઇસક્રીમ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર કોમલ આનંદે જણાવ્યું હતું કે, લોટ્ટે(LOTTE)ભારતને એક વ્યૂહાત્મક માર્કેટ તરીકે જૂએ છે અને આ રોકાણ ભારતમાં ઉપલબ્ધ વિકાસની તકોમાં ગ્રૂપના વિશ્વાસને દર્શાવે છે. દેશમાં વપરાશમાં વધારાની પર્યાપ્ત સંભાવનાઓ છે તથા બીજા એશિયન દેશોની તુલનામાં ભારતમાં આઇસક્રીમની માથાદીઠ ખપત ઓછી છે. અમારો ઉદ્દેશ્ય આ પ્લાન્ટમાં અમારા આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ વેચાતીપ્રોડક્ટ્સ બનાવીને અમારા ગ્રાહકોને ખુશ કરવાનો છે.